અયોધ્યા ચુકાદા પર આવ્યુ સલમાનના પિતાનુ નિવેદન, મુસ્લિમોને આપી સલાહ, પીએમ માટે કહી આ વાત
અયોધ્યા ચુકાદા બાદ સલમાન ખાનના પિતા અને પટકથા લેખક સલીમ ખાનનુ નિવેદન આવ્યુ છે.
દાયકાઓથી પેન્ડીંગ અને રાજકીય રીતે સંવેદનશીલ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટના પાંચ જજોની પીઠે શનિવારે ચુકાદો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે 2.77 એકર જમીનનો માલિકી હક રામલલ્લા વિરાજમાનને આપી દીધો છે. પીઠે 16 ઓક્ટોબરે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. આ ચુકાદા બાદ સલમાન ખાનના પિતા અને પટકથા લેખક સલીમ ખાનનુ નિવેદન આવ્યુ છે.

અયોધ્યા ચુકાદાનુ સ્વાગત
સલીમ ખાને અયોધ્યા ચુકાદાનુ સ્વાગત કર્યુ છે. તેમણે કહ્યુ કે અયોધ્યામાં મુસ્લિમોએ અપાનાર પાંચ એકર જમીન પર સ્કૂલ બનાવવી જોઈએ. સલીમ ખાને મુસ્લિમ સમુદાયને અપીલ કરીને કહ્યુ કે મોહબ્બત બતાવો અને માફ કરો. હવે આ મુદ્દાને ફરીથી ના ખોતરો, અહીંથી આગળ વધો.

મુસ્લિમોને આપી સલાહ
સલીન ખાને મુસ્લિમોને સલાહ આપતા કહ્યુ કે હવે આ મુદ્દે વાત ના કરીને મૂળભૂત સમસ્યાઓ પર ચર્ચા કરવી જોઈએ. મુસલમાનોને સ્કૂલ અને હોસ્પિટલની જરૂર છે. તેમણે અયોધ્યામાં મળેલી પાંચ એકર જમીન પર કોલેજ બનાવવાની વાત પણ કહી. સલીમ ખાને કહ્યુ કે નમાઝ તો ટ્રેન,પ્લેન ક્યાંય પણ પઢી શકાય છે. જો 22 કરોડ મુસ્લિમોને સારુ શિક્ષણ મળશે તો આ દેશની ઘણી બધી ઉણપો ખતમ થઈ જશે.

પ્રધાનમંત્રી માટે શું કહ્યુ
સલીમ ખાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાત પર સંમતિ વ્યક્ત કરતા કહ્યુ કે અયોધ્યા વિવાદને ખતમ કરવા આપણે નવી શરૂઆત કરવી જોઈએ. હવે આપણે શાંતિની જરૂર છે. આપણે આપણા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપીને ભવિષ્ય વિશે વિચારવુ જોઈએ.

રામલલ્લાની છે વિવાદિત જમીન
તમને જણાવી દઈએ કે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ ચુકાદો સંભળાવીને કહ્યુ કે વિવાદિત સ્થળ પર 1856-57 સુધી નમાઝ પઢવા માટેના પુરાવા નથી. હિંદુ આ પહેલા આંતરિક ભાગમાં પણ પૂજા કરતા હતા. હિંદુ બહાર સદીઓથી પૂજા કરે છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે 2.77 એકર જમીનનો માલિકી હક રામલલ્લા વિરાજમાનને આપી દીધો છે. કોર્ટે આગળ કહ્યુ કે દરેક ધર્મના લોકોને બંધારણમાં સમાન સમ્માન આપવામાં આવ્યુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
