આખરે કોણે બનાવ્યા શાહરુખને બૉલિવુડના 'બાદશાહ'?, અભિનેતાએ બદલવુ પડ્યુ હતુ પોતાનુ અસલી નામ

શું તમે જાણો છો કે શાહરુખ ખાનનુ એક્ટર બનવાનુ સપનુ ક્યારેય નહોતુ. આવો જાણીએ તેમના વિશે અમુક નહિ સાંભળેલા કિસ્સા.

બૉલિવુડના બાદશાહ કહેવાતા શાહરુખ ખાન આજે પોતાનો 58મો જન્મદિવસ મનાવી રહ્યા છે. લોકો તેમને પ્રેમથી કિંગ ખાન, બૉલિવુડના બાદશાહ, રોમાંસ કિંગ પણ કહે છે. શું તમે જાણો છો કે શાહરુખ ખાનનુ એક્ટર બનવાનુ સપનુ ક્યારેય નહોતુ. આવો જાણીએ તેમના વિશે અમુક નહિ સાંભળેલા કિસ્સા.

શાહરુખ ખાનનુ અસલી નામ શું છે?

શાહરુખ ખાનનુ અસલી નામ શું છે?

શાહરૂખ ખાનનુ સાચુ નામ અબ્દુલ રહેમાન છે. પરંતુ તેણે ફિલ્મોમાં જોડાતા પહેલા પોતાનુ નામ બદલીને શાહરૂખ ખાન રાખ્યુ હતુ. શાહરૂખનુ ક્યારેય એક્ટર બનવાનુ સપનું નહોતુ. તેના બદલે તે સેનામાં જોડાવા માંગતો હતો. પરંતુ બૉલિવુડમાં પ્રવેશ કરવાનો નિર્ણય તેની માતાનો હતો. તે હંમેશા તેના પુત્રને અભિનેતા બનતો જોવા માંગતી હતી. બસ, પછી શું, શાહરૂખ ખાને પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી.

માની દુઆઓ લઈને દિલ્લીથી ખાલી હાથે શાહરુખ ખાન આવ્યા મુંબઈ

માની દુઆઓ લઈને દિલ્લીથી ખાલી હાથે શાહરુખ ખાન આવ્યા મુંબઈ

પોતાની માતાની આ ઈચ્છા પૂરી કરવા માટે શાહરૂખ ખાન નસીબ અજમાવવા દિલ્લીથી ખાલી હાથે મુંબઈ આવ્યા. પરંતુ અભિનેતા બનવાની આ સફર તેના માટે બિલકુલ સરળ ન હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કિંગ ખાન બનવા માટે તેને ઘણી મહેનત કરવી પડી હતી. અભિનેતાને શરૂઆતના દિવસોમાં કોઈ કામ મળ્યુ ન હતુ. જેણે શાહરૂખ ખાનને સૌથી વધુ મદદ કરી હતી તે સલમાન ખાન અને તેના પરિવારના સભ્યો હતા.

આ રીતે બન્યા બૉલિવુડ બાદશાહ

આ રીતે બન્યા બૉલિવુડ બાદશાહ

રિપોર્ટ્સ મુજબ શાહરૂખ ખાને ખુદ સલમાન ખાનના ગેમ શો 'દસ કા દમ'માં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યુ હતુ કે આજે તે જે કંઈ પણ છે તે માત્ર સલમાનના પરિવારના કારણે છે. શાહરૂખે એમ પણ કહ્યુ હતુ કે આજે તેને જે પણ લોકપ્રિયતા મળી છે તેનો શ્રેય માત્ર અને માત્ર સલીમ ખાનને જાય છે. આજે મને આ સંપત્તિ અને ખ્યાતિ તેમના કારણે મળી છે.

સલમાનના ખાનના શોમાં કર્યો ખુલાસો

સલમાનના ખાનના શોમાં કર્યો ખુલાસો

શાહરૂખ ખાને એમ પણ કહ્યુ હતુ કે, 'જ્યારે હું પહેલીવાર દિલ્લીથી મુંબઈ આવ્યો હતો ત્યારે હું એક સ્ટ્રગલિંગ એક્ટર હતો. તે સમયે મે સલમાનના ઘરે જ ડિનર લીધુ હતુ. સલીમ ખાનજીએ એ ખરાબ સમયમાં મારો ઘણો સાથ આપ્યો. આજે તેમના કારણે જ હું શાહરૂખ ખાન બન્યો છુ. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન અને સલમાન ખાન ખૂબ જ નજીકના મિત્રો છે.

શાહરુખખાનની મોટી ફિલ્મો

શાહરુખખાનની મોટી ફિલ્મો

શાહરૂખ ખાને પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે. જે આજે પણ ચાહકોને ગમે છે. આ લિસ્ટમાં 'દીવાના', 'બાઝીગર', 'ડર', 'કભી હા કભી ના', 'કરણ અર્જુન', 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે', 'પરદેસ', 'દિલ તો પાગલ હૈ', 'દિલ સે', 'કુછ કુછ હોતા હૈ', 'મોહબ્બતેં', 'દેવદાસ', 'કલ હો ના હો', 'મે હૂં ના', 'વીર ઝારા' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. હવે ટૂંક સમયમાં જ અભિનેતાની આગામી ફિલ્મ પઠાણ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ દ્વારા અભિનેતા 5 વર્ષ પછી મોટા પડદા પર પરત ફરશે. ચાહકો આતુરતાથી ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X