PICS : પડદા પાછળ રહી સાબિત થયા હીરો
મુંબઈ, 5 ફેબ્રુઆરી : રૂપેરી પડદા ઉપર અભિનેત્રીઓ એટલે કે હીરોઇનો હીરો સાથે ખૂબ રોમાંસ કરે છે. અનેક પ્રકારના કિસિંગ અને ઇંટીમેટ દૃશ્યો આપે છે, પરંતુ આવી અનેક હીરોઇનોના જીવનનો અસલી હીરો પડદા ઉપર નહીં, પણ પડદા પાછળ હોય છે.
શ્રીદેવી, કિરણ જુનેજાથી લઈ સારિકા અને ઉદિતા ગોસ્વામી સહિત અનેક અભિનેત્રીઓ એવી રહી છે કે જેમણે પડદા ઉપર તો અનેક હીરો બદલ્યાં, પરંતુ જ્યારે કાયમી હીરોની બાબત આવી એટલે કે લગ્ન કરવાની વાત આવી, તો તેમની નજરમાં પડદા પાછળના ફિલ્મમેકર્સ અસલી હીરો સાબિત થયાં.
આવો આપણે તસવીરો વડે જોઇએ હીરોઇનો માટે હીરો સાબિત થયેલા પડદાં પાછળના હીરો.

પડદા પાછળના હીરો
એક સમયના જાણીતાં અભિનેત્રી બિંદિયા ગોસ્વામીએ રૂપેરી પડદે અમોલ પાલેકર, શશિ કપૂર સહિત અનેક હીરો સાથે રોમાંસ કર્યો, પરંતુ તેમના જીવનના હીરો સાબિત થયા જે. પી. દત્તા.

પડદા પાછળના હીરો
પ્રથમ જિતેન્દ્ર અને પછી અનિલ કપૂર સાથે રૂપેરી પડદે હિટ જોડી બનાવનાર શ્રીદેવી લગ્ન બાદ તે જ અનિલ કપૂરના ભાભી બની ગયાં. શ્રીદેવીએ ફિલ્મમેકર બોની કપૂર સાથે લગ્ન કર્યાં.

પડદા પાછળના હીરો
અનેક આર્ટ ફિલ્મોમાં જુદા-જુદા અભિનેતાઓ સાથે રોમાંસ કરનાર દીપ્તિ નવલે પ્રકાશ ઝા સાથે લગ્ન કર્યા હતાં. જોકે તેમનું લગ્નજીવન લાંબુ ન ટક્યું અને હાલ બંને વચ્ચે છુટાછેડાં થઈ ચુક્યાં છે.

પડદા પાછળના હીરો
કલ્કી કોચલીને પોતાના જીવનસાથી તરીકે અનુરાગ કશ્યપને પસંદ કર્યાં.

પડદા પાછળના હીરો
ગુજરાતી અભિનેત્રી સારિકા માટે જોકે અભિનેતા કમલ હસન હીરો સાબિત થયાં, પરંતુ તે જ કમલ હસન હાલ તો નિર્માતા-દિગ્દર્શક પણ બની ચુક્યાં છે.

પડદા પાછળના હીરો
સોની રાઝદાનની પસંદગી બન્યાં મહેશ ભટ્ટ.

પડદા પાછળના હીરો
ઉદિતા ગોસ્વામીએ તો તાજેતરમાં જ મોહિત સુરી સાથે લગ્ન કરી ફરી એક વાર સાબિત કરી આપ્યું કે રૂપેરી પડદે હીરો સાથે રોમાંસ કરનાર હીરોઇનો માટે અસલી હીરો પડદા પાછળ હોય છે.

પડદા પાછળના હીરો
અમિતાભ બચ્ચન, શશિ કપૂર સહિત અનેક હીરો સાથે રૂપેરી પડદે રોમાંસ કરી ચુકેલાં રાખીએ જ્યારે લગ્નનો વારો આવ્યો, ત્યારે પડદાં પાછળ રહી સુંદર અને કર્ણપ્રિય ગીતો રચનાર ગુલઝારની પસંદગી કરી. જોકે હાલ બંને વચ્ચે છુટાછેડાં થઈ ચુક્યાં છે અને બંને જુદા-જુદા રહે છે.

પડદા પાછળના હીરો
કિરણ જુનેજાને ફિલ્મોમાં વધુ રોમાંસ કરવાની ભલે તક ન મળી હોય, પરંતુ તેમણે રીયલ લાઇફમાં રમેશ શિપ્પીને પતિ તરીકે પસંદ કર્યાં.

પડદા પાછળના હીરો
પોતાના અવાજ દ્વારા રૂપેરી પડદે હીરોઇનના માધ્યમથી હીરો પ્રત્યે પ્રેમ વ્યક્ત કરનાર કવિતા કૃષ્ણમૂર્તિએ પ્રેમાલાપ શેખર કપૂર સાથે કર્યો અને લગ્ન માટે તેમની પસંદગી કરી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
