ભાગ મિલ્ખા ભાગમાં દેખાશે ધોની સહિતના ખેલાડીઓ
મુંબઈ, 27 એપ્રિલ : ભાગ મિલ્ખા ભાગ ફિલ્મના નિર્માતા ફિલ્મ માટે એક ખાસ વીડિયો તૈયાર કરવાનું આયોજન કરી રહ્યાં છે કે જેમાં રાષ્ટ્રગાનની પૃષ્ઠભૂમિમાં દેશના સર્વોચ્ચ ખેલાડીઓને દર્શાવવામાં આવશે.

રાકેશ ઓમ પ્રકાશ મહેરા દિગ્દર્શિત ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ ફ્લાઇંગ શીખ નામે જાણીતા ભારતીય દોડવીર મિલ્ખા સિંહના જીવન પર આધારિત છે. 12મી જુલાઈના રોજ રિલીઝ થનાર ફિલ્મમાં બૉલીવુડ અભિનેતા ફરહાન અખ્તરે મિલ્ખા સિંહની ભૂમિકા ભજવી છે. ફિલ્મ પ્રચાર નીતિ હેઠળ નવા અને રોચક પ્રચારના ભાગરૂપે વીડિયો તૈયાર કરવાનું વિચારાઈ રહ્યું છે.
ફિલ્મ નિર્માણ જૂથના એક નજીકના સૂત્રના જણાવ્યા મુજબ - ભારતીય દોડવીરના વાસ્તવિક જીવન પર આધારિત ફિલ્મ હોવાથી નિર્માતાઓએ દેશના ખેલાડીઓને સન્માન આપવના ઉદ્દેશ સાથે આવું વિચાર રજૂ કર્યું છે. વીડિયોમાં રાષ્ટ્રગાનની પૃષ્ઠભૂમિમાં 12 સમકાલીન ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે.
વીડિયોમાં દેખાનાર ખેલાડીઓમાં મિલ્ખા સિંહના પુત્ર તેમજ ગોલ્ફ ખેલાડી જીવ મિલ્ખા સિંહનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ક્રિકેટ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની, બૅડમિંટન ખેલાડી સાયના નહેવાલ, નિશાનેબાજ અભિનવ બિન્દ્રા, ફુટબૉલ ખેલાડી બાઇચુંગ ભૂટિયા, મુક્કાબાજ વિજેન્દ્ર સિંહ, કુશ્તીબાજ સુશીલ કુમાર, ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા, પહેલવાન ગીતા રાણી, ભૂતપૂર્વ હૉકી ખેલાડી ધનરાજ પિલ્લૈ, શતરંજ ખેલાડી વિશ્વનાથન આનંદ તથા ફૉર્મૂલા વન રેસર નારાયણ કાર્તિકેયન પણ આ વીડિયોમાં દેખાશે.












Click it and Unblock the Notifications
