સૂરજે ગુનો કબૂલ્યો, ગર્ભપાતનો ઇનકાર કરતાં જિયા સાથે કરી હતી મારઝૂડ
મુંબઈ, 12 જૂન : જિયા ખાનની સુસાઇડ નોટના આધારે ધપકપડ કરાયેલા સૂરજ પંચોલીએ સ્વીકાર કર્યું છે કે તે ગર્ભપાતનો ઇનકાર કરવાના કારણે જિયા ખાન સાથે મારઝૂડ કરતો હતો. તેણે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે તે તેની (જિયાની) હરકતોથી ત્રાસી અનેક વાર તેની સાથે મારઝૂડ કરતો હતો.

નોંધનીય છે કે જિયા ખાને પોતાના પત્રમાં સૂરજ સામે મારઝૂડના આરોપ લગાવ્યા હતાં. પોલીસ હજુ જિયા ખાનની મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. દરમિયાન પોલીસે જિયા ખાનના પાંચ પ્રેમ પત્રો પણ જબ્ત કર્યાં છે કે જેમાંથી ત્રણ સૂરજના ઘરમાંથી અને જિયા ખાનના ઘરમાંથી મળી આવ્યા છે. સૂરજ સામે જિયા ખાનના માતા રાબિયા ખાને પણ આરોપ લગાવ્યા હતાં કે જિયાના ચહેરા ઉપર કેટલાંક ઈજાના નિશાન તેમણે જોયા હતાં અને તેઓ સૂરજને જ જિયા ખાનના મોત માટે જવાબદાર ગણે છે. રાબિયાએ જણાવ્યું - મેં જિયાનું મોબાઇલ જોયું કે જેમાં સૂરજના અનેક ધમકીભર્યા એસએમએસ હતાં.
સૂરજ પંચોલી હાલ આવતીકાલ સુધી પોલીસ રિમાંડ ઉપર છે. ગઈકાલે કરાયેલી પૂછપરછમાં સૂરજે ગુનો કબુલ્યો હતો. આ અંગે સૂરજના વકીલે જણાવ્યું કે જો રાબિયા જાણતા હતાં કે સૂરજ તેમની દીકરીને મારતો હતો, તો તેઓ અત્યાર સુધી ચુપ કેમ રહ્યાં. સૂરજના માતા ઝરીના વહાહે પુત્ર સૂરજનો બચાવ કરતાં જણાવ્યું કે સૂરજે જિયાને આત્મહત્યા માટે પ્રેર્યો નથી. તે નિર્દોષ છે. ઝરીના રાબિયાને મળવા તેમના ઘરે ગયા હતાં.
નોંધનીય છે કે જિયા ખાન આત્મહત્યા કેસ સમગ્ર બૉલીવુડ માટે ચર્ચાનો વિષય બની ગયો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
