રસ્તા પર દૂર્ઘટનાના શિકાર વ્યક્તિને ખુદ સોનૂ સૂદે ઉઠાવીને પહોંચાડ્યો હોસ્પિટલ
એક વાર ફરીથી સોનૂ સૂદે એક વ્યક્તિનો જીવ બચાવીને લોકો સામે ઉદાહરણ રજૂ કર્યુ છે.
મુંબઈઃ ફિલ્મ અભિનેતા સોનૂ સૂદ કોઈ પણ સમયે લોકોની મદદ કરવા માટે ઉપલબ્ધ રહે છે. જે રીતે તે લોકોની મદદ કરી રહ્યા છે તેના કારણે તે ઘણીવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે કોરોના કાળમાં સોનૂ સૂદે ઘણા લોકોના જીવન બચાવવાનુ કામ કર્યુ. તેમણે મજૂરો, છાત્રોને તેમના ઘરે પહોંચાડવામાં મદદ કરી. ટ્વિટર પર અજાણ્યા વ્યક્તિ જ્યારે સોનૂ સૂદને મદદ માટે કહેતા સોનૂ સૂદ તેમની મદદ માટે આગળ આવતા અને દરેક સંભવ મદદ કરવાની કોશિશ કરતા. એક વાર ફરીથી સોનૂ સૂદે એક વ્યક્તિનો જીવ બચાવીને લોકો સામે ઉદાહરણ રજૂ કર્યુ છે.

મોગા શહેરમા થયો માર્ગ અકસ્માત
વાસ્તવમાં, પંજાબના મોગા શહેરમાં કોટકપુરા બાયપાસ પાસે એક માર્ગ અકસ્માત થઈ ગયો. માર્ગ દૂર્ઘટનામાં એક વ્યક્તિ કાર દૂર્ઘટનાનો શિકાર બની ગયો. આ દરમિયાન સોનૂ સૂદ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. જ્યારે તેમણે દૂર્ઘટના જોઈ તો તે વ્યક્તિની મદદ કરવા માટે પહોંચી ગયા. ખુદ સોનૂ સૂદે બે ગાડીઓના થયેલા અકસ્માત બાદ કારની અંદર ફસાયેલા ઘાયલ વ્યક્તિને બહાર કાઢ્યો અને તેને હોસ્પિટલ પહોંચાડ્યો જ્યાં વ્યક્તિને સમયસર ઈલાજ મળી શક્યો.

ખુદ ખોળામાં ઉઠાવીને પહોંચાડ્યો હોસ્પિટલ
રિપોર્ટ મુજબ આ ઘટના મંગળવાર મોડી રાતની છે. આ ઘટના મોગાના કોટકપુરા બાયપાસની છે જ્યાં બે ગાડીઓને એક્સીડન્ટ થઈ ગયો હતો. સોનૂ સૂદે પોતાની ટીમના સભ્યો સાથે ઘાયલ વ્યક્તિને કારમાંથી કાઢીને તેને પોતાના ખોળામાં ઉઠાવીને હોસ્પિટલ પહોંચાડ્યો અને તેનો ઈલાજ કરાવ્યો. હાલમાં ઘાયલ વ્યક્તિ હવે જોખમમાંથી બહાર છે અને તેને સારો ઈલાજ મળી રહ્યો છે.

દરેક સંભવ મદદની કોશિશ
જે રીતે સોનૂ સૂદે ઘાયલ વ્યક્તિની રસ્તા પર ચાલતા મદદ કરી ત્યારબાદ તેની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. મહત્વની વાત છે કે સોનૂ સૂદની સમય રહેતા આ વ્યક્તિની મદદના કારણે જીવ બચી ગયો અને તેને યોગ્ય ઈલાજ મળી ગયો. નોંધનીય વાત છે કે સોનૂ સૂદ દેશભરમાં લોકોની સોશિયલ મીડિયા દ્વારા મદદ કરે છે. તેમની ટીમ લોકોની ફરિયાદોને તેમના સુધી પહોંચાડે છે અને ત્યારબપાદ સોનૂ સૂદ લોકોને દરેક સંભવ મદદ પહોંચાડવાની કોશિશ કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
