સોનૂ નિગમના પિતાના ઘરમાંથી 72 લાખ રુપિયાની લૂંટ, પૂર્વ ડ્રાઈવરની ધરપકડ
સોનૂ નિગમના પિતા અગમ કુમાર નિગમના ઘરેથી 72 લાખ રુપિયા લૂંટવામાં આવ્યા છે.

Sonu Nigam Father Robbed: બૉલિવુડના જાણીતા ગાયક સોનૂ નિગમના પિતા અગમ કુમાર નિગમના ઘરે લૂટની ઘટનાના સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ સોનૂ નિગમના પિતાના ઘરેથી 72 લાખ રુપિયા લૂંટવામાં આવ્યા છે. આ ઘટનાનો આરોપ પૂર્વ ડ્રાઈવર પર લગાવવામાં આવ્યો છે. જેની હાલમાં પોલીસે ધરપકડ કરી લીધી છે.

સોનૂ નિગમના પિતાના ઘરે થઈ ચોરી
સોનુની બહેન નિકિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી જે બાદ મામલો સામે આવ્યો. પોલીસ આ કેસની ઝીણવટભરી તપાસ કરી રહી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે તેમના પૂર્વ ડ્રાઈવરે બૉલિવુડના પ્રખ્યાત ગાયક સોનુ નિગમના 76 વર્ષીય પિતાના ઘરેથી કથિત રીતે 72 લાખ રૂપિયાની ચોરી કરી છે. પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ નોંધાઈ છે. તમને જણાવી દઈએ કે સોનુ નિગમના પિતા અગમ કુમાર નિગમ મુંબઈના અંધેરી વેસ્ટ વિસ્તારના ઓશિવારામાં વિન્ડસર ગ્રાન્ડ બિલ્ડિંગમાં રહે છે અને આ ચોરી 19 માર્ચથી 20 માર્ચની વચ્ચે થઈ હતી.

પૂર્વ ડ્રાઈવર રેહાનની ધરપકડ
ફરિયાદ મુજબ રેહાન નામનો ડ્રાઈવર પિતા અગમ કુમાર નિગમ સાથે લગભગ 8 મહિનાથી કામ કરતો હતો. જોકે સિંગરના પિતા તેના કામથી બિલકુલ ખુશ નહોતા. તેમનુ માનવુ હતુ કે ડ્રાઈવરનુ પરફોર્મન્સ સારુ નથી. તે બહુ બેદરકારીથી કામ કરતો હતો. માટે તેના પિતાએ હાલમાં જ ડ્રાઈવરને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ સોનુ નિગમના પિતા અગમ કુમાર નિગમ રવિવારે વર્સોવા વિસ્તારમાં દીકરી નિકિતાના ઘરે લંચ માટે ગયા હતા અને થોડા સમય પછી ત્યાંથી પરત ફર્યા હતા. તે જ દિવસે સાંજે તેણે તેની પુત્રીને ફોન પર કહ્યુ કે અલમારીમાં રાખેલા ડિજિટલ લોકરમાંથી 40 લાખ રૂપિયા ગુમ થઈ ગયા છે.

સીસીટીવી ફૂટેજથી થયો ખુલાસો
ચોરીના બીજા દિવસે પિતા અગમકુમાર નિગમ તેમના પુત્ર સોનુ નિગમના ઘરે વિઝા સંબંધિત કોઈ કામ માટે ગયા હતા અને ત્યાંથી સાંજે ઘરે પરત ફર્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યુ કે તે ઘરે પાછા આવ્યા અને જોયુ કે તે જ લૉકરમાંથી ફરીથી 32 લાખ રૂપિયા ગાયબ છે અને લૉકર પણ પરફેક્ટ છે, તેમાં કોઈ ડેમેજ નહોતુ. આ પછી, પિતાએ તેમની પુત્રી નિકિતા સાથે સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસ્યા, જેમાં તેમનો પૂર્વ ડ્રાઈવર રેહાન બંને દિવસે બેગ લઈને તેમના ફ્લેટ તરફ જતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં પિતા-પુત્રી બંનેને ખાતરી થઈ ગઈ કે આ ચોરી પાછળ રેહાનનો હાથ છે.

72 લાખ રુપિયાની થઈ ચોરી
પોલીસ ફરિયાદ મુજબ સોનુ નિગમના પિતા અગમ કુમાર નિગમને શંકા છે કે રેહાન ડુપ્લિકેટ ચાવીની મદદથી તેમના ફ્લેટમાં ઘૂસી ગયો હતો અને બેડરૂમમાંના ડિજિટલ લૉકરમાંથી 72 લાખ રૂપિયાની ચોરી કરી ગયો હતો. બીજી તરફ પુત્રી નિકિતાની ફરિયાદના આધારે ઓશિવરા પોલીસે આરોપી રેહાનની ધરપકડ કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
