Pics : જુઓ સોનમનું સેંસેશનલ વસ્ત્રો સાથેનું ફોટોશૂટ
મુંબઈ, 9 ઑક્ટોબર : બૉલીવુડ અભિનેત્રી સોનમ કપૂર આજકાલ ખૂબ જ લાઇમલાઇટમાં છે. તેઓ સતત ચર્ચામાં છે. સતત બે ફિલ્મોની સફળતાએ સોનમના ભાવ વધારી નાંખ્યા છે. એટલે જ તો સોનમ કપૂર રૂપેરી પડદા ઉપર મળેલી સફળતાને સારી પેઠે વટાવી રહ્યાં છે.
ભાગ મિલ્ખા ભાગ અને રાંઝણા જેવી બે હિટ ફિલ્મો બાદ અચાનક બૉલીવુડમાં સોનમ કપૂરની કિંમત વધી ગઈ છે. તેમને ત્યાં નિર્માતા-દિગ્દર્શકોની પૃચ્છા વધી છે, તો વિવિધ મૅગેઝીનોના કવર પેજ ઉપર પણ તેમની ડિમાંડ વધી છે. તાજેતરમાં તેમણે એલે મૅગેઝીન માટે સેંસેશનલ વસ્ત્રો સાથેનું ફોટોશૂટ કરાવ્યું.
આવો તસવીરોમાં જોઇએ સોનમ કપૂર :

સાંવરિયાથી શરુઆત
સોનમ કપૂરે સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ સાંવરિયા સાથે પોતાના બૉલવુડ કૅરિયરની શરુઆત કરી હતી.

નિષ્ફળતાના છ વર્ષ
સોનમ કપૂર બૉલીવુડમાં છ વરસથી છે અને આ છ વરસ દરમિયાન તેમનો સામનો સતત નિષ્ફળતાઓ સાથે થયો છે. તેમની છેલ્લી ફ્લૉપ ફિલ્મ મૌસમ હતી.

રાંઝણા હિટ
સોનમ કપૂરની પ્રથમ હિટ ફિલ્મ રાંઝણા રહી કે જે તાજેતરમાં જ રિલીઝ થઈ છે. ફિલ્મમાં તેમના હીરો ધનુષ છે.

ખુશ છે સોનમ
રાંઝણા અને તે પછી ભાગ મિલ્ખા ભાગ પણ હિટ થતાં સોનમ કપૂર ખુશખુશાલ છે.

તો બહેન બનાવશે ફિલ્મ
સોનમે જણાવ્યું કે હાલ મને સારી ઑફર્સ મળી રહી છે, પરંતુ જો ક્યારેક ઑફર્સ નહીં મળે, તો મારી બહેન રિયા કપૂર મારી માટે ફિલ્મો બનાવશે.

મીના કુમારી બનવાની ઇચ્છા
દિલ્લી 6, મૌસમ, આયેશા તથા આઈ હેટ લવ સ્ટોરીઝ જેવી ફિલ્મોમાં જુદા-જુદા પ્રકારની ભૂમિકા ભજવનાર સોનમે જણાવ્યું - હું મીના કુમારની ભૂમિકા ભજવવા માંગીશ.

તો દિગ્દર્શક બનત
સોનમનું કહેવું છે કે તેઓ ત્યારેય ફિલ્મોમાં એક્ટિંગ કરવા નહોતા માંગતાં. તેઓની મહેચ્છા કાયમ દિગ્દર્શક બનવાની હતી, પણ સોનમને એક્ટિંગ માટે સરળતાથી તકો મળી અને તે પછી ફૅમ અને ગ્લૅમરના કારણે તેઓ એક્ટિંગ સાથે જોડાઈ ગયાં.

દિગ્દર્શન પ્રથમ પ્રેમ
સોનમ કપૂર દિગ્દર્શક બનવા માટે બ્લૅક ફિલ્મ દરમિયાન સંજય લીલા ભાનુશાળી સાથે સહાયક દિગ્દર્શક પણ રહી ચુક્યાં છે. દિગ્દર્શન જ સોનમનો પ્રથમ પ્રેમ રહ્યો છે.

ડિમાંડ વધી
મૅગેઝીનોના કવર પેજ ઉપર પણ તેમની ડિમાંડ વધી છે. તાજેતરમાં તેમણે એલે મૅગેઝીન માટે સેંસેશનલ વસ્ત્રો સાથેનું ફોટોશૂટ કરાવ્યું.












Click it and Unblock the Notifications
