સોનાલીએ 20-ઇંચના કેન્સરના નિશાન સાથે કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ
બોલીવુડ અભિનેત્રી સોનાલી બેન્દ્રે સાચી રીતે "બોલ્ડ અને બ્યુટીફૂલ" શબ્દોનું ઉત્તમ ઉદાહરણ છે. જુલાઈ 2018 માં, સોનેલીએ કેન્સરના સમાચાર સંભળાવી ફેન્સને ચોંકાવી દીધા હતા.
બોલીવુડ અભિનેત્રી સોનાલી બેન્દ્રે સાચી રીતે "બોલ્ડ અને બ્યુટીફૂલ" શબ્દોનું ઉત્તમ ઉદાહરણ છે. જુલાઈ 2018 માં, સોનેલીએ કેન્સરના સમાચાર સંભળાવી ફેન્સને ચોંકાવી દીધા હતા. તે પછી, સોશિયલ મીડિયામાં સોનાલીના કેન્સરથી સંબંધિત વિવિધ પ્રકારના સમાચાર સામે આવવા લાગ્યા હતા. બહાદુરીથી કેન્સરને પરાજય આપીને સોનાલી જીવનમાં આગળ વધી. તાજેતરમાં, સોનાલીએ એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે કેન્સરના 20 ઇંચના ઘાવ સાથે જોવા મળી રહી છે જે તેને કેન્સરની સર્જરી દરમિયાન મળ્યો હતો. તેમણે આ ફોટોશૂટ સાથે સંકળાયેલ એક ફોટો તેના ઇન્સ્ટાગ્રામમાં પણ શેર કર્યો છે.

તાજેતરમાં, તેણે Vogue India ને તેના વાળ કાપવા વિશે કહ્યું હતું. તેણે કહ્યું કે હવે તે વાળ વગર આ દેખાવ સાથે ખૂબ સહજ બની ગઈ છે, હવે તે તેના વાળને મિસ કરતી નથી. જોકે તેણે તેના વાળ ખૂબ જ પ્રિય હતા.
મને હંમેશાંથી ગ્લેમરસ દેખાવું પસંદ છે. કોણે સારું દેખાવું પસંદ નથી હોતું, પણ હવે મને બદસૂરત જેવું કઈ મહેસુસ થતું નથી. સોનાલી વાળ વિના પણ આ ફોટો શૂટમાં તેના કોન્ફિડન્સના લીધે ખુબ જ સુંદર લાગી રહી છે. 44 વર્ષની વયે પણ તેનો અંદાજ પહેલા જેવો લાગી રહ્યો છે.

આ ફોટો શૂટમાં સોનાલી જુદા જુદા પ્રકારના આઉટફિટ્સમાં જોવા મળી રહી છે. આ તમામ ડ્રેસીસ તેની પર્સનાલિટી સાથે મેચ થતી જોવા મળી રહી છે.
જુલાઈમાં અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ સોશિયલ મીડિયા દ્વારા કેન્સર હોવાનો ખુલાસો ફેન્સ સામે કર્યો હતો. સોનાલીએ કહ્યું છે કે તેને હાઈ-ગ્રેડનું કેન્સર થયું છે અને તેની સારવાર ન્યુયોર્કમાં કરાવી હતી.
આ પણ વાંચો: અક્ષયે કર્યો ફાયર સ્ટંટ, ગુસ્સે થયેલી ટ્વિંકલ બોલી 'આનાથી બચ્યા તો મારી દઈશ'












Click it and Unblock the Notifications
