'શૉટગન બેબી' સોનાક્ષીને સતાવી રહી છે આ મુઝવણ
બૉલીવુડમાં 'દબંગ' ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી 'શૉટગન બેબી' સોનાક્ષી સિન્હાને એક મોટી મુઝવણ સતાવી રહી છે અને એ છે તેને ઘરેથી જ બધું મળી જાય છે, તેવામાં તેને મળનારી સેલરીને ખર્ચ કરવાની તેને જરૂર પડતી નથી. સોનાક્ષી પણ વિચારે છે કે અન્ય લોકોની જેમ તે પણ પોતાના પૈસાનો ખર્ચ કરે પરંતુ સોનાક્ષીને ના તો સમય મળે છે અને ના તો તેને એવા કોઇ શોખ છે કે જેના પર તે પૈસા ખર્ચ કરી શકે. એથી પણ વધું તે તેના મિત્રો સાથે લેટ નાઇટ પાર્ટીઝ પણ નથી કરી શકતી, કારણ કે ઘરે મોડું આવવાની તેને પરવાનગી નથી. તેવામાં સોનાક્ષી શું કરે અને ફિલ્મોમાંથી મળનારી મોટી રકમને ક્યાં ખર્ચ કરે.
સોનાક્ષી સિન્હાએ તાજેતરમાં જ પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે હું કંઇપણ ખર્ચ કરી શકતી નથી, કારણ કે મને પહેલા તો સમય નથી મળતો, કેમકે હું દિવસમાં ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત હોઉં છું. બીજી તરફ રાત્રે ઘર જલદી જવાના ચક્કરમાં મારી પાસે મિત્રો સાથે બેસીને એન્જોય કરવાનો સમય પણ નથી મળતો. આ જ કારણ છે કે સોનાક્ષી ઘણી પરેશાનીનો સામનો કરી રહી છે. તેની તમામ સેલરી તેના એકાઉન્ટમાં જમા થઇ રહી છે, કારણ કે ઘર માટે પણ તેને કંઇ જ ખર્ચ કરવો પડી રહ્યો નથી. તેવામાં સોનાક્ષીને પરેશાની અનુભવવી પડે તે સ્વાભાવિક થઇ ગયું છે.
સોનાક્ષી સિન્હાના જીવનમાં આમ તો બધું જ સહેલાયથી મળી ગયું. બૉલીવુડમાં એન્ટ્રી, ફિલ્મોની સફળતા અને તે પણ સારા કન્ફર્ટ્સ સાથે. સોનાક્ષી સિન્હા માટે સ્ટ્રગલ શબ્દ જાણે છે જ નહીં.

સોનાક્ષીની શરૂઆત
સોનાક્ષી સિન્હાએ બૉલીવુડમાં સલમાન ખાનની ફિલ્મ 'દબંગ'થી બ્રેક મળ્યો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરતાં જ સોનાક્ષીનો ભાવ ઉંચકાયો. પહેલી જ ફિલ્મથી સોનાક્ષીએ બૉલીવુડની તમામ દિગ્ગજ અભિનેત્રીઓને પાછળ છોડી દીધી.

સોનાક્ષીને સતત સારી ફિલ્મોની ઓફર
'દબંગ' બાદ પણ સતત સોનાક્ષીને મોટા-મોટા કલાકારો સાથે મોટા બેનરની ફિલ્મોની ઓફર થતી રહી. ક્યારેક અક્ષય કુમાર સાથે 'રાઉડી રાઠોડ' તો ક્યારેક અજય દેવગણ સાથે 'સન ઓફ સરદાર' અને ત્યાર બાદ સલમાન ખાનની 'દબંગ 2'. આ તમામ ફિલ્મોએ સોનાક્ષી સિન્હાની કારકિર્દીને હંમેશા ટોપ પર રાખી.

બધું સહેલાયથી મળી ગયું
સોનાક્ષી સિન્હાના જીવનમાં આમ તો બધું જ સહેલાયથી મળી ગયું. બૉલીવુડમાં એન્ટ્રી, ફિલ્મોની સફળતા અને તે પણ સારા કન્ફર્ટ્સ સાથે. સોનાક્ષી સિન્હા માટે સ્ટ્રગલ શબ્દ જાણે છે જ નહીં.

સેલરી ક્યાં ખર્ચે
સોનાક્ષી સિન્હાની લગભગ તમામ ફિલ્મોએ 100 કરોડનો ધંધો કર્યો છે. તેવામાં તેની પાસે ઘણા પૈસા છે અને તેની સેલરી પણ ઓછી નથી, પરંતુ સોનાક્ષીની સૌથી મોટી મુશ્કેલી એ છે કે તે સેલરીને ક્યાં ખર્ચે.

સોનાક્ષીને જલદી જવું પડે છે ઘરે
સોનાક્ષી સિન્હાને ઘરે જલદી જવું પડે છે. જો સોનાક્ષી મુંબઇમાં શૂટિંગ કરી રહી છે તો તેણે રાત્રે 1.30 વાગ્યા પહેલા ઘરે પહોંચી જવું પડે છે. તેવામાં જો તેને મોડું થાય તો, સોનાક્ષીની માં પૂનમના ફોન ઘર પર આવવાના શરૂ થઇ જાય છે. તેવામાં સોનાક્ષી પાસે લેટ નાઇટ પાર્ટીઝનું ઓપ્શન પણ નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
