સોનાક્ષી પર ચઢ્યો Honey Fever, ધર્યો સેક્સી લુક
મુંબઈ, 11 જુલાઈ : દબંગ ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર સોનાક્ષી સિન્હાએ શરુઆતી ફિલ્મમાં સાડી પહેરી હતી અને સાડીમાં પણ તેઓ સુંદર દેખાતાં બાદની ફિલ્મોમાં પણ મોટાભાગે તેઓ સાડીમાં જ દેખાયાં. એટલુ જ નહીં, સોના અને સાડી જાણે એક-બીજાનો પર્યાય બની ગયા હોય, તેમ ફિલ્મો ઉપરાંત પણ સોનાક્ષી સિન્હા મોટાભાગે સાડી પહેરીને જ પહોંચતા દેખાયાં અને આજે પણ તેઓ સાડીમાં જ મોટાભાગે દેખાય છે.
સોનાક્ષી સિન્હા અને સાડી એક-બીજાના એવા તો પૂરક બની ગયાં કે આજે બૉલીવુડમાં સોનાક્ષી સિન્હા સાડી ગર્લ તરીકે જાણીતા બની ગયાં છે. સોનાક્ષીએ દબંગ બાદ પણ લગભગ તમામ ફિલ્મોમાં સાડી પહેરી છે અને કોઇક ઇવેંટ કે પ્રમોશનલ ઇવેંટમાં પણ અનેક વખત સોનાક્ષી સિન્હા સાડી પહેરીને જ પહોંચતા જોવામાં આવે છે.
જોકે અમુક ઇવેંટ્સમાં સોનાક્ષી સાડી ઉપરાંતના પહેરવેશ પણ પહેરે જ છે અને તે પહેરવેશ પણ મૉડર્ન અને ફૅશન સ્ટાઇલ વાળા હોય છે, પરંતુ શત્રુઘ્ન સિન્હાના દીકરી હોવાના કારણે અને માતા પૂનમ સિન્હાની શિસ્તબદ્ધતાના પગલે સોનાક્ષી પોતાના પહેરવેશમાં વધુ છુટછાટ લેતા નથી અને કદાચ ધારે, તો પણ લઈ શકતા નથી. એટલે જ તો એક બાજુ અનેક અભિનેત્રીઓના ઉપ્સ મોમેંટ કે વૉર્ડરોબ માલફંક્શનના સમાચારો જોવા મળે છે, તો સોનાક્ષી મોટાભાગે આવી શરમજનક પરિસ્થિતિમાં મૂકાવાથી બચી જતા હોય છે.
આમ છતાં થોડીક છૂટછાટ લેવામાં સોનાક્ષી પાછીપાની નથી કરતાં અને તેમાં પણ જો હની સિંહ ફીવર ચઢે, તો સોનાક્ષી પણ હટકે લુક ધારણ કરવામાં સંકોચ નથી કરતાં. ચાલો આપને પણ બતાવીએ સોનાક્ષીએ કેમ ધર્યો સેક્સી?

હની ઘેલી સોના
સોનાક્ષી સિન્હા પણ આજકાલ યુવાન દિલોની ધડકન હની સિંહની ઘેલી થઈ ગઈ છે.

સુપરસ્ટારમાં સોનાક્ષી
બૉસના હિટ સૉંગ આંટી પુલિસ બુલા લેગી... ગીત પર હની સિંહના અવાજે થિરકનાર સોનાક્ષી સિન્હા ટુંકમાં જ સુપરસ્ટાર ટાઇટલ ધરાવતા વીડિયોમાં દેખાશે કે જેને સુરોથી શણગાર્યો છે હની સિંહે.

હૉટ-એન-સેક્સી સોના
કહે છે કે હની સિંહના આ વીડિયો આલબમમાં સોનાક્ષી સિન્હા ખૂબ જ હૉટ અને સેક્સી લુકમાં નજરે પડવાનાં છે.

લઘુ ફિલ્મ
હની સિંહનું આ આલબમ 8થી 10 મિનિટની લઘુ ફિલ્મ છે કે જેમાં હની સિંહ પોતાના આગામી આલબમના નવા ગીતોનો પણ સમાવેશ કરશે.

સ્ટાઇલિશ અવતાર
સામાન્ય રીતે મોટા પડદે અને ઇવેંટ્સમાં પરમ્પરાગત તથા દેસી અવતારમાં દેખાતાં સોનાક્ષી હનીના વીડિયોમાં સમ્પૂર્ણપણે સ્ટાઇલિશ લુકમાં દેખાશે.

બાઇકર જૅકેટ...
કહે છે કે હનીના વીડિયોમાં સોનાક્ષી બાઇકર જૅકેટ, ક્રૉપ ટૉપ્સ તથા ડેનિમ શૉર્ટ્સ પહેરશે.

અંગત સ્ટાઇલ
સોનાક્ષીનો આ લુક તેમના અંગત જીવનની સ્ટાઇલ સાથે બહુ મળતો આવે છે.

હૉલીડેમાં સોનાક્ષી
સોનાક્ષી સિન્હાની છેલ્લી ફિલ્મ હૉલીડે હતી કે જેમાં અક્ષય કુમાર તેમના હીરો હતાં.

ફૅન્સને ઇંતેજાર
હવે સોનાના ફૅન્સને હની સિંહ સાથેના વીડિયો આલબમનું ઇંતેજાર છે.

ફૅન્સને અપેક્ષા
સોનાક્ષીના ફૅન્સ અપેક્ષા છે કે સોનાક્ષી પોતાના ફૅન્સને આ વીડિયોમાં નિરાશ નહીં કરે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
