Pics : સોના-ઇમરાન કરે છે પ્યાર કે દુશ્મન હાય-હાય..!
મુંબઈ, 26 જૂન : સોનાક્ષી સિન્હા તેમજ ઇમરાન ખાન ઉપર વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારાનું ગીત તાજેતરમાં જ શૂટ કરાયું છે. આ ગીત વર્ષો પહેલા આવેલી અમર અકબર એંથૉની ફિલ્મનું છે. તૈયબ અલી પ્યાર કા દુશ્મન હાય હાય... ગીત ઉપર ઋષિ કપૂર તથા નીતૂ સિંહે ડાન્સ કર્યો હતો અને હવે ફરી એક વાર આ ગીતનો જાદુ થોડાક જુદા અંદાજમાં નાંખવા માટે સંગીત દિગ્દર્શક પ્રીતમે પહેલ કરી છે.
પ્રીતમે આ ગીતને સુંદર રીતે નવા અંદાજમાં રજૂ કર્યું છે. સોનાક્ષી સિન્હા તેમજ ઇમરાન ખાન ઉપર શૂટ કરાયેલ આ ગીત રાજૂ ખાને કોરિયોગ્રાફ કર્યું છે અને ગીતને રેંડર કર્યું છે જાવેદ અલીએ. ગીતને થોડોક હટકે ફીલ આપવા માટે આખી ટીમે ખૂબ મહેનત કરી છે. વન્સ અપૉન.. એટલે કે ઓયૂટીએમઆઈડીની ટીમે મળી છ દિવસ સતત આ ગીતનું શૂટિંગ કર્યું. મુંબઈની ફિલ્મ સિટી ખાતે નિર્મિત વિશાળ સેટ ઉપર જ ફિલ્મનું શૂટિંગ થયું.
કહે છે કે આ ગીત રમઝાન પ્રસંગે રિલીઝ થશે. બાલાજી મોશન પિક્ચર્સે ફિલ્મના ગીતોને લોકપ્રિય બનાવવા ખૂબ મહેનત કરી છે. ફિલ્મમાં અક્ષય કુમાર પણ છે. યે તૂને ક્યા કિયા.. ગીત અક્ષય, સોનાક્ષી અને ઇમરાન ઉપર શૂટ કરાયું છે.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

સોનાક્ષી કરશે ઇમરાનને પ્રેમ
સોનાક્ષી-ઇમરાન પહેલી વાર આ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે. બંનેને એક-બીજા સાથે પ્રેમ કરતાં દર્શાવાય છે. અનેક ઇમોશનલ સીન પણ છે.

સોનાક્ષીને મજા પડી
સોનાક્ષીએ જણાવ્યું કે તૈયબ અલી... ગીત દ્વારા જૂના જમાનામાં જતા મજા પડી. દિગ્દર્શકે ઘણી મદદ કરી.

અક્ષય પર્સનલ થઈ ગયા
વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા ફિલ્મની ટૅગલાઇન છે ધિસ ટાઇમ ઇટ્સ પર્સનલ. જ્યારેય અક્ષયને પૂછાયું કે આખરે પડદા ઉપરરોમાંસ દાખવવામાં કેટલી મજા આવી, તો અક્ષયે જણાવ્યું કે આ પર્સનલ છે. અમે કઈ રીતે શૅર કરીએ. ધિસ ટાઇમ ઇટ્સ પર્સનલ.

સોનાક્ષય
રાઉડી રાઠોડ દ્વારા હિટ થયેલી સોનાક્ષી સિન્હા અને અક્ષય કુમારની જોડી પુનઃ એક વાર લોકો સામે આવી રહી છે. સોનાક્ષયે રાઉડ રીઠોડમાં ખૂબ ધૂમ મચાવી હતી, પરંતુ આ વખતે બંને અલગ-અલગ પાત્રોમાં છે. આ વખતે સોનાએ ઇમરાન સાથે જોડી બનાવી છે.

જુદા પ્રકારે પ્રમોશન
ફિલ્મમાં અક્ષયે ડૉનનો રોલ કર્યો છે કે જે ક્રિકેટ પ્રેમી છે. ક્રિકેટ ઉપર પૈસા લગાવે છે. ફિલ્મને પ્રમોટ કરવા અક્ષય ભારત-પાકિસ્તાન મૅચ દરમિયાન સ્ટેડિયમે પણ ગયાં. એકદમ ડૉન બનીને.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
