કૈલાશ ખેરે મારી જાંઘ પર હાથ રાખીને કહ્યુ તુ બહુ સુંદર છેઃ સોના મહાપાત્રા
જાણીતી ગાયિકા સોના મહાપાત્રાએ પણ કૈલાશ ખેર પર સંગીન આરોપ લગાવ્યા છે.
બોલિવુડમાં મી ટુ અભિયાન હેઠળ ઘણા મોટા મોટા સ્ટાર્સ પર યૌન શોષણના કેસ સામે આવી રહ્યા છે. હાલમાં જે રીતે મહિલા પત્રકારે ગાયક કૈલાશ ખેર પર તેમની સાથે અશ્લીલ હરકત કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ જાણીતી ગાયિકા સોના મહાપાત્રાએ પણ કૈલાશ ખેર પર સંગીન આરોપ લગાવ્યા છે. સોનાએ સોશિયલ મીડિયા દ્વારા કૈલાશ ખેર પર આરોપ લગાવતા કહ્યુ કે કૈલાશે તેની જાંઘ પર હાથ રાખીને કહ્યુ હતુ કે તુ ખૂબ જ સુંદર છે.

મારી જાંઘ પર રાખ્યો હાથ
ટ્વિટર દ્વારા કૈલાશ ખેર સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરીને સોનાએ કહ્યુ કે જ્યારે હું એક કોન્સર્ટ વિશે વાત કરવા કૈલાશને એક કેફેમાં મળી તો તેમણે વાત ખતમ થયા બાદ મારી જાંઘ પર હાથ મૂકીને કહ્યુ હતુ કે તુ બહુ સુંદર છે. સારુ થયુ કે તારા લગ્ન કોઈ એક્ટર સાથે નહિ પરંતુ ગાયક સાથે થયા છે. કૈલાશ ખેરની આ હરકત બાદ સોના તરત જ ત્યાંથી જતી રહી. એટલુ જ નહિ કૈલાશ ખેરના ટ્વિટર પર તેના પોતાના પરિચય પર પણ સોના મહાપાત્રાએ નિશાન સાધ્યુ છે.

કૈલાશને સંભળાવી ખરી ખોટી
સોના મહાપાત્રાએ કહ્યુ કે આ વ્યક્તિ પોતાના વિશે લખે છે કે એડિયલ બૈરાગી છુ. જિદ્દી છુ પરંતુ તેની પાછળની હકીકત કંઈક અલગ જ છે. સોનાએ કહ્યુ કે જ્યારે તે ઢાકામાં એક કાર્યક્રમ માટે પહોંચી હતી તો કૈલાશ તેને વારંવાર ફોન કરતો હતો પરંતુ મે તેનો ફોન નહોતો ઉપાડ્યો. તમને જણાવી દઈએ કે આ પહેલા મહિલા પત્રકારે પણ આરોપ લગાવ્યો હતો કે કૈલાશ ખેરે તેની જાંઘ પર હાથ ફેરવ્યો હતો અને તેની સાથે અશ્લીલ હરકત કરી હતી.

મી ટુ અભિયાનની શરૂઆત
તમને જણાવી દઈએ કે ફિલ્મ અભિનેત્રી તનુશ્રી દત્તાએ જે રીતે નાના પાટેકર સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ બોલિવુડમાં મી ટુ અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. એક પછી એક ઘણા મોટા સ્ટાર્સ પર ગંભીર આરોપ લાગી રહ્યા છે. તેની ચપેટમાં માત્ર ફિલ્મ અભિનેતા જ નહિ પરંતુ એમજે અકબર પણ આવી ગયા છે. તેમના પર સાત મહિલા પત્રકારોએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ તેમના પર સતત રાજીનામુ આપવાનું દબાણ વધી રહ્યુ છે.
(1) I met Kailash for coffee in Prithvi Café to discuss a forthcoming concert where both our bands were playing & after the usual, a hand on my thigh with lines likes, your so beautiful, feel so good that a ‘musician got you’ (Ram) not an actor. I left not soon after. (1) https://t.co/Cfz8Hf4sdP
— SONA (@sonamohapatra) 9 October 2018
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
