Exclusive Pics:સન ઑફ સરદાર કેબીસીમાં
મુંબઈ, 16 નવેમ્બર : અજય દેવગણની સન ઑફ સરદાર અને શાહરુખ ખાનની જબ તક હૈ જાન ફિલ્મોએ દીવાળીના દિવસે બૉક્સ ઑફિસે ધડાકો કર્યો. રિલીઝ પહેલાં પણ બંને કલાકારોએ ફિલ્મનું ધડાકાભેર પ્રમોશન કર્યું.
થોડાંક વખત અગાઉ જ શાહરુખ અને કૅટરીના કૈફે સોની ટીવીના હિટ શો કૌન બનેગા કરોડપતિમાં આવી અમિતાભ બચ્ચન સાથે ખૂબ મોજ-મસ્તી કરી અને ખૂબ જ મનોરંજક રીતે પોતાની ફિલ્મ પ્રમોટ કરી. હવે અજય અને સોનાક્ષી સિન્હા પણ કેબીસીમાં અમિતાભ બચ્ચનના મહેમાન બન્યાં છે. આ એપિસોડ 18મી નવેમ્બરના રોજ રાત્રે સાડા આઠ વાગ્યે ટેલીકાસ્ટ થશે.
આવો તસવીરો વડે જોઇએ કેબીસીમાં અમિતાભ સાથે અજય-સોનાક્ષીને.

સોનાએ શીખી પંજાબી
સન ઑફ સરદારમાં સોનાક્ષીએ એક સરદારણનો રોલ કર્યો છે. તેથી આ ફિલ્મ માટે તેમણે પંજાબી શીખવી પડી, પરંતુ ફિલ્મમાં સોનાક્ષીને કોઈ પણ મુશ્કેલ ડાયલૉગ આપવામાં ન આવ્યો.

હું છું અસલી સન ઑફ સરદાર - અમિતાભ
ફિલ્મ અંગે વાત કરતાં-કરતાં અચાનક અમિતાભે જણાવ્યું - અસલી સન ઑફ સરદાર તો હું છું. અમિતાભના માતા પંજાબણ હતાં. આ હિસાબે તેઓ સન ઑફ સરદાર કહેવાય.

સોનાએ પોતે કર્યાં એક્શન સીન્સ
અજયે સોનાના વખાણ કરતા જણાવ્યું કે સોનાક્ષીએ ફિલ્મમાં જેટલા પણ સ્ટંટ, એક્શન સીન્સ છે, તે પોતે પરફૉર્મ કર્યાં છે. સોનાક્ષીને કોઈ પણ વસ્તુથી ડર નથી લાગતો.

ઘરના બૉસ કોણ?
ગેમ રમતાં-રમતાં અચાનક અજયે અમિતાભને સવાલ કર્યોં - સર આપના ઘરમાં બૉસ કોણ છે? તો અમિતાભે જવાબ આપ્યો કે જે આપના ઘરમાં બૉસ છે, તે જ મારા ઘરમાં બૉસ છે. (અજયના ઘરના બૉસ કાજોલ અને અમિતાભના ઘરના બૉસ જયા)

ઘોડા વાળું સીન મુશ્કેલ
અમિતાભે અજયને પૂછ્યું કે અગાઉ આપ બે બાઇક ચલાવી આવ્યા હતાં. પછી આપે બે ગાડીઓ પર આ સીન કર્યું અને આ ફિલ્મમાં આપે બે ઘોડે સવાર થઈ સીન કર્યું. તો અજયે જણાવ્યું કે અમે સેટ પર હતા, ત્યારે સૌએ આ અંગે ચર્ચા કરી. મેં જણાવ્યું કે આ ખૂબ મુશ્કેલ છે. પચી અમે ખૂબ મહેનત કરી અને આખરે આ સિક્વંસ કરી શક્યાં.

સોના બોલ્યાં - ખામોશ...
સોનાક્ષીએ જણાવ્યું કે તેમને એક્શન સીન કરવા ખૂબ ગમે છે. આ ફિલ્મ માટે તેમણે સેટ ઉપર જ ટ્રેનિંગ લીધી. તેમને સેટ ઉપર બાઇક ચલાવવાની ટ્રેનિંગ અપાઈ. સોનાએ એમ પણ જણાવ્યું કે તેઓ ડરતાં નથી. આખરે દીકરી કોના છે? અજયે જણાવ્યું કે ફિલ્મમાં સોના પોતાના પપ્પાનો ફેમસ ડાયલૉગ ખામોશ પણ બોલ્યાં છે. તેમાં અવાજ પોતે શત્રુઘ્ન સિન્હાએ આપ્યો છે.

ત્રણેય નાચ્યાં
સોનાક્ષીએ અમિતાભને પોતાના ફિલ્મના ગીત રાની મૈં તૂ રાજા પર ડાંસ પણ શીખડાવ્યો અને પછી ત્રણેય મળી આ ગીત ઉપર નાચ્યાં.

અજય મસ્તીખોર
સોનાક્ષીએ અજય દેવગણ અંગે જણાવ્યું - અજય શુટિંગ દરમિયાન તો ખૂપ સીરિયસ રહે છે, પરંતુ કૅમેરો ઑફ થતાં જ ખૂબ મજાકિયા અને મસ્તીખોર થઈ જાય છે. એક વાર પૅકઅપ બાદ તેઓ અમારા માટે ગાજરનો હલવો લઈ આવ્યાં અને જણાવ્યું કે આ હલવો ખાવો. જ્યારે સૌએ ટેસ્ટ કર્યું, તો તે મિરચીનું અથાણું હતું. અમારી આંખોએ આંસુ વહી નિકળ્યાં.

સોનાના પ્રશંસક અમિતાભ
સોનાક્ષીના પ્રશંસક છે અમિતાભ
અમિતાભે જણાવ્યું કે તેઓ સોનાક્ષીના ખૂબ મોટા પ્રશંસક છે. તેમને સોનાક્ષીની એક્ટિંગ અને તેમનો અંદાજ ખૂબ ગમે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
