Salman Khan-Somy Ali: સિગારેટના ડામ અને ગાળો દેતો, મારપીટ કરતો, સોમી અલીએ સલમાન ખાન પર લગાવ્યા ગંભીર આરોપ
સોમી અલીએ સલમાન ખાન પર યૌન શોષણ, શારીરિક શોષણ જેવા ગંભીર અને ઘૃષિત આરોપ લગાવ્યા છે.
Salman Khan-Somy Ali: બૉલિવુડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી સલમાન ખાનની એક્સ. ગર્લફ્રેન્ડ સોમી અલીએ ફરી એક વાર બૉલિવુડના દબંગ હીરો સલમાન ખાન પર નિશાન સાધ્યુ છે. ઘણા સમય પછી સોમી અલીએ સોશિયલ મીડિયા પર સલમાન ખાન વિશે ઘણી ચોંકાવનારી વાત કહી છે. સોમી અલીએ સલમાન ખાન પર યૌન શોષણ, શારીરિક શોષણ જેવા ગંભીર અને ઘૃષિત આરોપ લગાવ્યા છે. સોમીએ સોશિયલ મીડિયા પર સલમાનના ફોટા સાથે એક પોસ્ટ કર્યા પછી ડિલીટ કરી દીધી છે.

સોમી અલીએ લગાવ્યા ગંભીર આરોપ
સોમી અલીએ ઈન્સ્ટા પોસ્ટ પર પોતાનો અને સલમાન ખાનનો એક થ્રોબેક ફોટો શેર કર્યો. જેમાં સલમાન તેને લાલ ગુલાબનુ ફૂલ આપતો દેખાઈ રહ્યો છે. પોસ્ટ શેર કરીને સોમીએ કેપ્શનમાં લખ્યુ, 'ઘણુ બધુ થવાનુ છે. ભારતમાં મારા શો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને પછી મને કેસ કરવાની ધમકી આપવામાં આવી. તુ કાયર છે, ભાડમાં જા, મારી પાસે 50 વકીલ છે જે મને સિગારેટના ડામ અને વર્ષો સુધી તે કરેલી મારપીટ અને શોષણથી બચાવશે.'

'શરમ આવવી જોઈએ, ધિક્કાર છે એ અભિનેત્રીઓને...'
સોમીએ આગળ લખ્યુ, તુ Male Chauvinistic Pig છે, શરમ આવવી જોઈએ, ધિક્કાર છે એ અભિનેત્રીઓને જે તારા જેવા મહિલાઓને મારનારા અને દૂર્વ્યવહાર કરતા માણસનુ સમર્થન કરે છે, એ અભિનેતાઓ પર પણ શરમ આવે છે, જે તને સપોર્ટ કરે છે.

સલમાન ખાને હજુ સુધી નથી આપી પ્રતિક્રિયા
સોમી અલીની આ પોસ્ટ આગની જેમ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે અને લોકો આના પર કમેન્ટ કરવા લાગ્યા છે. જો કે સોમી અલીએ આ પોસ્ટ થોડા સમય પછી ડિલીટ કરી દીધી. ડિલીટ કરવાનુ કારણ તો કોઈ નથી જાણતુ પરંતુ ત્યાં સુધીમાં તેની આ પોસ્ટ સ્ક્રીન શૉટ રુપે ઘણા બધા લોકોના મોબાઈલમાં સેવ થઈ ચૂકી હતી. સલમાન ખાન કે તેના પરિવારના કોઈ સભ્યએ હજુ સુધી આના પર પ્રતિક્રિયા આપી નથી.

સલમાને ખુલીને ક્યારેય આ સંબંધને સ્વીકાર્યો નહિ
તમને જણાવી દઈએ કે નેવુ દશકમાં સોમી અલીએ સલમાન સહિત ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યુ હતુ. તેની ઓળખ સલમાનની ગર્લફ્રેન્ડડ તરીકે રહી પરંતુ સલમાને ખુલીને ક્યારેય આ સંબંધને સ્વીકાર્યો નહિ. કહેવાય છે કે સલમાન અને સોમી અલી લગભગ આઠ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા અને તેમનો સંબંધ 1999માં તૂટ્યો હતો. તેમના બ્રેક અપનુ કારણ આજ સુધી કોઈને ખબર નથી. જો કે, એવુ કહેવાય છે બંને વચ્ચેના બ્રેકઅપનુ કારણ ઐશ્વર્યા રાય હતી.

ફિલ્મ 'અંત'થી કર્યુ હતુ ડેબ્યુ
નોંધનીય છે કે 46 વર્ષીય સોમીનો જન્મ કરાંચીમાં થયો હતો. સોમી અલીના પિતા પાકિસ્તાની અને માતા ઈરાકી છે. તેની પહેલી બૉલિવુડ ફિલ્મ સલમાન ખાન સાથે હતી, જેનુ નામ 'બુલંદ' હતુ પરંતુ તે ક્યારેય રિલીઝ થઈ ન હતી પરંતુ તે પછી તેણે ફિલ્મ 'અંત'થી બૉલિવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. તેણે યાર ગદ્દાર(1994), આઓ પ્યાર કરેં(1994), આંદોલન(1995) અને ચૂપ(1997) જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
