ક્યારેક શકલને કારણે રિઝેક્ટ થયા હતા આ બોલિવૂડ સ્ટાર, આજે ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે
બોલિવૂડના બાદશાહ ગણાતા અમિતાભ બચ્ચનને પણ એક સમયેે રિજેક્ટ કરી દેવાયા હતા. અહેવાલો અનુસાર અમિતાભ બચ્ચનને તેના અવાજ અને ઉંચાઈને કારણે રિજેક્ટ કરાયા હતા.
બોલિવૂડની રંગીન દુનિયામાં ઘણા ઓછા લોકોને ધારેલી સફળતા મળે છે. અહીં ટેલેન્ટ વગર કોઈ ટકી શકતુ નથી. આ દુનિયામાં કેટલાક એવા પણ લોકો છે જેને તેની શકલ અને લુકના આધારે રિજેક્ટ કરાયા હતા. પરંતુ સમય જતા ટેલેન્ટના કારણે આજે બોલિવૂડ પર રાજ કરી રહ્યા છે. આજે આપણે બોલિવૂડમાં રહેલા કેટલાક એવા લોકો વિશે વાત કરવાના છીએ જે પહેલા રિજેક્ટ થયા અને પછી છવાઈ ગયા.

અમિતાભ બચ્ચાન
બોલિવૂડના બાદશાહ ગણાતા અમિતાભ બચ્ચનને પણ એક સમયેે રિજેક્ટ કરી દેવાયા હતા. અહેવાલો અનુસાર અમિતાભ બચ્ચનને તેના અવાજ અને ઉંચાઈને કારણે રિજેક્ટ કરાયા હતા. આજે બચ્ચન સફળતાનો પર્યાય છે.

શાહરૂખ ખાન
શાહરૂખ ખાન આ દિવસોમાં ફિલ્મ પઠાણને લઈને ખૂબ જ ચર્ચામાં છે. પોતાની એક્ટિંગથી લોકોના દિલો રાજ કરનાર શાહરૂખ ખાનને પણ એક વખત તેના લુકને કારણે રિજેક્ટ કરાયો હતો.

અનુષ્કા શર્મા
અભિનેતાઓ જ નહીં અભિનેત્રીઓને પણ તેના લુકને કારણે રિજેક્ટ કરાઈ હતી. હાલની સફળ અભિનેત્રી અનુષ્કા શર્માને એક વખત તેના લુકને કારણે રિજેક્ટ કરાઈ હતી.

નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકી એક્ટિંગની દુનિયાનો બાદશાહ છે. તેની એક્ટિંગનું એક અલગ લેવલ છે. નવાઝુદ્દીન સિદ્દીકીને તેના લૂકના કારણે ઘણી વખત રિજેક્ટ કરવામાં આવ્યો છે.

અજય દેવગન
ફિલ્મોમાં માત્ર ટેલેન્ટ ચાલે છે એ વાતનો પુરાવો અજય દેવગન છે. એક સમયે અજય દેવગનને તેના સાવલા રંગને કારણે રિજેક્ટ કરાયો હતો. આજે તેની ફિલ્મોની દુનિયામા અલગ ઓળખ છે.

ગોવિંદા
બોલિવૂડમાં ઘણી સફળ ફિલ્મો આપનાર ગોવિંદાને પણ એક સમયે રિજેક્ટ કરાયો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર શરૂઆતના સમયમાં ગોવિંદાને તેના લુકના કારણે રિજેક્ટ કરાયો હતો.

રણવીર સિંહ
બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખ ધરાવનાર રણવીર સિંહને પણ ક્યારેક તેના લુકને કારણે રિજેક્ટ કરાયો હતો. જો કે તેને હાર ન માની અને ટેલેન્ટના દમ પર પોતાની ઓળખ બનાવી.

કેટરીના કૈફ
અભિનેત્રી કેટરીના કૈફને આજે કોઈ ઓળખની જરૂર નથી. પોતાની અદાઓથી બોલિવૂડમાં છવાઈ જનારી અભિનેત્રી કેટરીના કૈફને એક સમયે તેના સિંપલ લુકના કારણે રિજેક્ટ કરાઈ હતી.

ધનુષ
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સાથે બોલિવૂડમાં પોતાની ઓળખ સાબિત કરનારા ધનુષને પણ ક્યારેક તેના સ્કીન કલરને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે તેને પોતાને સાબિત કર્યો અને આજે સફળ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
