OMG: સોનુ નિગમે કરાવ્યો ટકો-મુંડો, કારણ એક ટ્વીટ
સોનુ નિગમે અઝાન પર કરેલા ટ્વીટ અંગે વિવાદ વધતાં આ અંગે એક મૌલવીની ચેતવણી માનતા તેણે મુંડન કરાવી લીધું છે.
સોનુ નિગમ અને તેણે અઝાન પર કરેલી ટ્વીટ અંગેની કોન્ટ્રોવર્સિ શાંત થવાનું નામ નથી લેતી. સોનુ નિગમે સોમવારે અઝાન અંગે ટ્વીટ કરતાં લખ્યું હતું કે, ભારતમાં જબરજસ્તી ધર્મનું પાલન કરાવવાની રીતો બંધ થવી જોઇએ. તેનો ઇશારો અઝાનમાં વપારાતા લાઉડસ્પીકર તરફ હતો. સાથે જ તેણે પોતાના ટ્વીટમાં કિર્તન અને ગુરુદ્વારાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેના આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયામાં સોનુ નિગમનો ઘણો વિરોધ થયો હતો. બીજી બાજુ, એક મૌલવીએ સોનુ નિગમ વિરુદ્ધ ફતવો બહાર પાડતાં કહ્યું હતું કે, જે સોનુના વાળ કાપી તેનું મુંડન કરશે, તેને 10 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. સોનુ નિગમે આ વાતનો અમલ કરતાં પોતાના મિત્ર અને જાણીતા હેર સ્ટાયલિસ્ટ આલિમ હાકિમને પોતાના ઘરે બોલાવી મુંડન કરાવી લીધું છે.

ઉલ્લેખનીય છે કે, તેના અઝાન અંગેના ટ્વીટ પર વિવાદ વધતાં સોનુએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ બોલાવી પોતાની વાત સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં તેણે કહ્યું હતું કે, હું કોઇની ભાવનાઓને ઠેસ પહોંચાડવા નહોતો માંગતો અને જો કોઇને લાગતું હોય કે મારા ટ્વીટ મુસ્લિમ વિરોધી છે તો હું માફી માંગવા તૈયાર છું. ત્યાર બાદ તેણે મૌલવીની વાત માનતાં મુંડન કરાવ્યું હતું. સોનુ નિગમે પ્રેસ કોન્ફરન્સમાં એમ પણ કહ્યું હતું કે, હું મારા ટ્વીટથી માત્ર એટલું કહેવા માંગતો હતો કે ધર્મ કોઇ ફોર્સફુલી થોપવાની વસ્તુ નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
