ફિલ્મ સ્ટાર ગોવિંદા પર બલિનો આરોપ લગાવીને ફસાયા ગાયક જુબીન
બોલિવુડના ડાંસિંગ સ્ટાર ગોવિંદા પર વિવાદિત ટીપ્પણી કરીને હાલમાં લોકોના નિશાના પર આવી ગયા છે ‘યા અલી' ફેમ ગાયક જુબીન ગર્ગ. તેમની ઘણી આલોચના થઈ રહી છે.
બોલિવુડના ડાંસિંગ સ્ટાર ગોવિંદા પર વિવાદિત ટીપ્પણી કરીને હાલમાં લોકોના નિશાના પર આવી ગયા છે 'યા અલી' ફેમ ગાયક જુબીન ગર્ગ. તેમની ઘણી આલોચના થઈ રહી છે અને બની શકે કે તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવે. હકીકત એ છે કે જુબીન ગર્ગે થોડાક દિવસ પહેલા અભિનેતા ગોવિંદાના કામાખ્યા દર્શન પર કહ્યુ હતુ કે સાંભળવામાં આવ્યુ છે કે બોલિવુડ એક્ટર ગોવિંદાએ ત્યાંના દર્શન દરમિયાન ભેંસની બલિ ચડાવી છે.

કામાખ્યા મંદિરમાં દર્શન કરવા ગયા હતા ગોવિંદા
અભિનેતા ગોવિંદા કામાખ્યા મંદિરમા દર્શન કરવા ગયા ત્યારબાદ હોબાળો થઈ ગયો હતો. કામાખ્યા મંદિર પ્રશાસને જુબીનની વાતને ખોટી ઠેરવતા કહ્યુ કે અભિનેતા માત્ર મંદિરમાં 15 મિનિટ માટે રોકાયા હતા. તે માત્ર ત્યાં માતાના દર્શન કરવા આવ્યા હતા અને અહીં કોઈ પણ પ્રકારની કોઈ બલિ ચડાવી નહોતી. જે કંઈ પણ કહેવાયુ છે કે લખાયુ છે તે ખોટુ, જૂઠ્ઠુ અને પાયાવિહોણુ છે.

મંદિર સમિતિના અધિકારી ભૂપેશ શર્માએ આરોપ ફગાવ્યો
મંદિર સમિતિના અધિકારી ભૂપેશ શર્માએ કહ્યુ કે જો કે અહીં બલિ આપવાની પ્રથા છે પરંતુ 20,000 લોકોમાં લગભગ 50 લોકો એવા હોય છે કે જે આ પ્રથાનું પાલન કરે છે જેને રોકી ના શકાય પરંતુ અભિનેતા ગોવિંદાએ અહીં એવુ કંઈ કર્યુ નથી.

‘યા અલી’ ફેમ ગાયક જુબીન ગર્ગનો આરોપ
જુબીન ગર્ગે કહ્યુ હતુ કે મને જાણવા મળ્યુ છે કે ગોવિંદાએ કામાખ્યા મંદિરમાં ભેંસની બલિ ચડાવી છે, આ ખોટુ છે. હું બસ એટલુ જ કહીશ કે પોતાનું બલિદાન કરતા શીખો. મા કામાખ્યા કોઈની બલિ નથી ઈચ્છતી. મે હંમેશા પશુઓની બલિ સામે અવાજ ઉઠાવ્યો છે. બલિ પ્રથા બંધ થવી જોઈએ.

જુબીને ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચાડવી જોઈએ
ભૂપેશ શર્માએ કહ્યુ કે જુબીન એક ચર્ચિત અને સમ્માનિત મ્યુઝિશિયન છે, તેમણે આ પ્રકારના નિવેદનોથી દૂર રહેવુ જોઈએ. અમે આવા નિવેદનોની સરાહના નથી કરતા જે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડતા હોય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
