સિદ્ધાર્થ શુક્લાના મોતથી ઉંડો આઘાત લાગ્યો હતો શહેનાઝને, પડી ભાંગવાને બદલે આ રીતે બદલી પોતાની જિંદગી
શહેનાઝનો રડતો વીડિયો ચાહકોને આજે પણ યાદ છે પરંતુ સિદ્ધાર્થના ગયા પછી શહેનાઝ તૂટી નહિ પરંતુ પોતાની જાતને વધુ મજબૂત કરી.
મુંબઈઃ આજે ફેન્સના પ્રિય સિદ્ધાર્થ શુક્લાને અલવિદા કહે એક વર્ષ વીતી ગયુ. આજથી બરાબર એક વર્ષ પહેલા સિદ્ધાર્થના ચાહકોને આઘાત લાગ્યો હતો જ્યારે અચાનક કલાકારે બધાને છોડી દીધા હતા. ચાહકોની સાથે સિદ્ધાર્થ શુક્લાએ શહેનાઝ ગિલને સાવ એકલી પાડી દીધી હતી. સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝના બૉન્ડિંગથી કોઈ અજાણ નથી. બંનેએ ઘણો સમય સાથે વિતાવ્યો અને ધીરે ધીરે ચાહકોના ફેવરિટ કપલની યાદીમાં સામેલ થઈ ગયા. પરંતુ સિદ્ધાર્થના આકસ્મિક નિધનથી શહનાઝને ઊંડો આઘાત લાગ્યો હતો. શહેનાઝનો રડતો વીડિયો ચાહકોને આજે પણ યાદ છે પરંતુ સિદ્ધાર્થના ગયા પછી શહેનાઝ તૂટી નહિ પરંતુ પોતાની જાતને વધુ મજબૂત કરી.

ફેન્સના ફેવરિટ - સિડનાઝ
સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલની જોડી ઘણી ફેમસ હતી. બિગ-બૉસના ઘરમાં સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝની જોડી સિડનાઝ વચ્ચેની નોંક-ઝોંક અને પ્રેમ બંનેએ ચાહકોનુ ખૂબ મનોરંજન કર્યુ. ત્યારબાદ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. પરંતુ સિદ્ધાર્થના જવાથી શહનાઝને ઉંડો આઘાત લાગ્યો હતો. જ્યારે સિદ્ધાર્થે તેને આ રીતે એકલી પાડી દીધી ત્યારે શહેનાઝ ગિલની હાલત ચાહકો જોઈ નહોતા શકતા.

શહેનાઝ હતી શોકમાં
સિદ્ધાર્થના જવાથી શહેનાઝ ઉંડા શોકમાં જતી રહી હતી પરંતુ સિદ્ધાર્થના ગયા પછી શહેનાઝ તૂટી નથી પરંતુ તેણે ધીમે ધીમે પોતાની જાતને પહેલા કરતા વધુ મજબૂત બનાવી છે. અભિનેતાના મૃત્યુ પછી શહનાઝે દિલજીત દોસાંઝ અને સોનમ બાજવા સાથે હૌસલા રખમાં કામ કર્યુ હતુ. આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર પણ હિટ રહી હતી.

ખુદને બનાવી મજબૂત
આ પછી સિદ્ધાર્થ શુક્લાની યાદમાં તુ યહીં હૈ રિલીઝ કરવામાં આવ્યુ હતુ. આ ગીત ખૂબ જ ટ્રેન્ડમાં હતુ. શહનાઝનુ આ ગીત દર્શકોને ખૂબ જ ગમ્યુ. આ ગીતે ચાહકોને ખૂબ જ ભાવુક બનાવી દીધા અને લોકો સિડનાઝની યાદોને દિલમાં વસાવીને સિદ્ધાર્થ શુક્લાને યાદ કરતા રહ્યા.

પ્રશંસનીય છે ટ્રાન્સફૉર્મેશન
બિગ બૉસના ઘરમાંથી બહાર નીકળ્યા પછી શહેનાઝ ગિલનુ પરિવર્તન જોવા જેવુ છે. અભિનેત્રીએ પોતાનુ વજન એવી રીતે ઘટાડ્યુ કે લોકો જોતા જ રહી ગયા. શહેનાઝનો નવો અવતાર સાવ અલગ હતો. શહેનાઝને તેના બદલાયેલા લુકને કારણે મોસ્ટ સ્ટાઇલિશ ફેસનો એવોર્ડ પણ મળ્યો હતો.

લોકપ્રિય છે શહેનાઝ
હવે શહેનાઝ માત્ર ટેલીવિઝન જ નહિ પરંતુ બૉલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પણ જાણીતુ નામ છે. શહેનાઝનો ચહેરો હવે ઘણો ફેમસ છે. શહેનાઝ પ્રખ્યાત ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીની પણ ફેવરિટ છે. તેણે ઘણી વખત શહેનાઝ ગિલના ફોટોશૂટ પણ કરાવ્યા છે.

સલમાન સાથે કરશે ફિલ્મ
શહેનાઝના અપકમિંગ પ્રોજેક્ટર વિશે વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં સલમાન ખાન સાથે તેની આગામી ફિલ્મમાં જોવા મળશે. શહેનાઝ ગિલ સલમાન ખાન સાથે બૉલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ચાહકો તેને મોટા પડદા પર જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

અભિનેત્રીના હાથ લાગ્યો જેકપૉટ
શહેનાઝને એક પછી એક પ્રોજેક્ટ મળી રહ્યા છે. બૉલિવુડમાં લૉન્ચ થયા પહેલા જ અભિનેત્રીએ તેના બીજા પ્રોજેક્ટની પણ જાહેરાત કરી દીધી છે. શહેનાઝ ગિલ જૉન અબ્રાહમ, રિતેશ દેશમુખ અને નોરા ફતેહી સાથે એક ફિલ્મમાં જોવા મળશે. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
