Video: મુંબઈ એરપોર્ટ પર સ્પૉટ સિદ્ધાર્થ મલ્હોત્રાને આવ્યો ગુસ્સો, જાણો કેમ પાપારાઝી પર ભડક્યા એક્ટર
કિયારા અને સિદ્ધાર્થના એરપોર્ટના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. એરપોર્ટ પર સિદ્ધાર્થ થોડો ગુસ્સામાં દેખાયો.
મુંબઈઃ બૉલિવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને એક્ટ્રેસ કિયારા અડવાણી ઘણા સમયથી ચર્ચામાં છે. સિદ્ધાર્થ અને કિયારા બંને તેમની પ્રોફેશનલ લાઈફ તેમજ પર્સનલ લાઈફને લઈને લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. લોકો બંને વચ્ચેના સંબંધો વિશે ગપસપ કરતા રહે છે. સિદ્ધાર્થ અને કિયારા ગઈકાલે રાત્રે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જ્યાં બંને એક સરખા લુકમાં જોવા મળ્યા હતા. કિયારા અને સિદ્ધાર્થના એરપોર્ટના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. જો કે, એરપોર્ટ પર સિદ્ધાર્થ થોડો ગુસ્સામાં દેખાયો. પાપારાઝી પર ફોટો લેતી વખતે તે ગુસ્સે પણ થઈ ગયો હતો.

સિદ્ધાર્થ અને કિયારાએ કર્યુ હતુ ટ્વિનિંગ
તમને જણાવી દઈએ કે મુંબઈ એરપોર્ટ પર સિદ્ધાર્થ અને કિયારાનો લુક એકદમ એકસરખો દેખાતો હતો. બંને ટ્વીન થયેલા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સિદ્ધાર્થે બ્લેક જેકેટ, બ્લેક પેન્ટ અને સફેદ શૂઝ સાથે સફેદ ટી-શર્ટ પહેર્યુ હતુ. કિયારાએ લૉંગ બ્લેક ટી-શર્ટ પહેરી સાથે બ્લેક લોઅર અને શૂઝ કેરી કર્યા હતા.
વીડિયોમાં સિદ્ધાર્થનો ગુસ્સો દેખાયો
પાપારાઝી વાઈરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે વીડિયો શેર કર્યો છે તે જોઈને લાગે છે કે સિદ્ધાર્થ પાપારાઝી પર ગુસ્સે છે અને વારંવાર ફોટો ક્લિક કરવાનો ઈન્કાર કરી રહ્યો છે. વળી, વીડિયોમાં જોઈ શકાય છે કે કિયારા વારંવાર સિદ્ધાર્થના ગુસ્સાને શાંત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કિયારાનુ હતુ બર્થડે સિલેબ્રેશન
છેલ્લી 31 જુલાઈએ કિયારા અડવાણીનો જન્મદિવસ હતો અને જો મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો કિયારાએ તેનો જન્મદિવસ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ઉજવ્યો હતો. આ ખાસ અવસર પર આ કપલ દુબઈમાં હાજર હોવાના અહેવાલ છે. જો કે બંનેએ આ વાત લોકોથી છુપાવી છે અને સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ શેર કરી નથી.

બ્રેકઅપની ઉડી હતી અફવા
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે સિદ્ધાર્થ અને કિયારાનુ બ્રેકઅપ થઈ ગયુ છે પરંતુ અચાનક જ બંને ફરી સાથે દેખાવા લાગ્યા. પાર્ટીઓથી લઈને ફિલ્મ સ્ક્રિનિંગ સુધી, સિદ્ધાર્થ અને કિયારાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ સાથે તેમણે બ્રેકઅપની અફવાઓને ખોટી ગણાવી છે. મળતી માહિતી મુજબ સિદ્ધાર્થ અને કિયારાએ ફિલ્મ 'શેરશાહ'માં સાથે કામ કર્યુ હતુ. ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા.

આ ફિલ્મોમાં જોવા મળશે
સિદ્ધાર્થ મલ્હોત્રા ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની 'ઈન્ડિયન પોલિસ ફોર્સ'માં જોવા મળશે. આ સિવાય સિદ્ધાર્થ ટૂંક સમયમાં ફિલ્મ 'યોદ્ધા'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે દિશા પટની જોવા મળશે. વળી, સિદ્ધાર્થ મલ્હોત્રા નેશનલ ક્રશ તરીકે જાણીતી રશ્મિકા મંદન્ના સાથે ફિલ્મ 'મિશન મજનૂ'માં મુખ્ય ભૂમિકા ભજવશે. બીજી તરફ કિયારા અડવાણી ફિલ્મ 'ભેડિયા' અને 'મિસ્ટર લેલે'માં જોવા મળશે. આ સિવાય કિયારા બાહુબલી ફેમ એક્ટર પ્રભાસ સાથે આગામી પ્રોજેક્ટમાં જોવા મળશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
