Sidharth-Kiara Wedding: સિદ્ધાર્થ-કિયારા જેસલમેરમાં લેશે 7 ફેરા, સૂર્યગઢ પેલેસે કર્યુ કન્ફર્મ
બૉલિવુડના લવિંગ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન છેવટે રાજસ્થાનમાં જેસલમેરમાં આવેલ સૂર્યગઢ પેલેસે કન્ફર્મ કર્યા છે. જાણો વિગત.
Sidharth-Kiara Wedding: બૉલિવુડના લવિંગ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની ચર્ચાઓ છેલ્લા ઘણા દિવસોથી થઈ રહી છે. રિપોર્ટ મુજબ આ કપલ 6 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના જેસલમેરમાં સાત ફેરા લેશે. જો કે, સિદ્ધાર્થ અને કિયારાએ હજુ સુધી આના પર કોઈ પણ અધિકૃત નિવેદન આપ્યુ નથી. પરંતુ ખુદ સૂર્યગઢ પેલેસે તેમના લગ્નના સમાચારો પર મહોર લગાવી દીધી છે.

સિદ્ઘાર્થ-કિયારાના લગ્ન હવે થયા કન્ફર્મ
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ હજુ સુધી પોતાના લગ્નના સમાચાર પર કંઈ જ કહ્યુ નથી. આ સ્થિતિમાં ચાહકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું બંને ખરેખર લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે, હવે સૂર્યગઢ પેલેસે જ ફેન્સની આ મૂંઝવણ દૂર કરી છે. સૂર્યગઢ પેલેસે પુષ્ટિ કરી છે કે સિદ્ધાર્થ અને કિયારા લગ્ન કરવાના છે.
પાપારાજીની પોસ્ટ પર સૂર્યગઢ પેલેસે કરી કમેન્ટ
તમને જણાવી દઈએ કે સૂર્યગઢ પેલેસમાં સિદ્ધાર્થ અને કિયારા લગ્નના બંધનમાં બંધાશે. લગ્નની સાથે સૂર્યગઢ પેલેસે એ પણ માહિતી આપી હતી કે લગ્નનુ ફંક્શન 4 ફેબ્રુઆરીથી શરૂ થશે અને બંને 6 ફેબ્રુઆરીએ લગ્ન કરશે. નોંધનીય છે કે, સિદ્ધાર્થ-કિયારા પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્ન કરશે.
પાપારાજીએ પોસ્ટ કરીને આપી માહિતી
પાપારાજી વિરલ ભાયાણીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે સિદ્ધાર્થ-કિયારાના લગ્નની તમામ વિગતો આપી હતી. પોસ્ટ શેર કરવાની સાથે તેણે જણાવ્યુ કે તેમની આખી ટીમ કપલના લગ્ન કવર કરવા જેસલમેર જઈ રહી છે. લગ્નના કાર્યક્રમો 4 ફેબ્રુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી ચાલશે અને લગ્ન સૂર્યગઢ પેલેસમાં થશે.

સૂર્યગઢ પેલેસે કમેન્ટ કરીને લખ્યુ, જલ્દી મળીએ
હવે સૂર્યગઢ પેલેસે તેમની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. તેણે કોમેન્ટ કરીને લખ્યુ, 'See you soon' એટલે કે જલ્દી મળીશુ. તેણે તેની કમેન્ટ સાથે પુષ્ટિ કરી છે કે સિદ્ધાર્થ અને કિયારા ખરેખર લગ્ન કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વિરલ ભાયાણીની પોસ્ટમાં સિદ્ધાર્થ-કિયારાના લગ્નની તમામ વિગતો આપવામાં આવી છે.

લગ્નનાં આટલા મહેમાન બોલાવ્યા
મળતી માહિતી મુજબ સિદ્ધાર્થ-કિયારા 6 ફેબ્રુઆરીએ સાત ફેરા લેશે. બંનેના લગ્ન જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થશે. આ લગ્નમાં 100-120 મહેમાનોને આમંત્રણ આપવામાં આવશે. જેના માટે 84 લક્ઝરી રૂમ બુક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ તમામનું લક્ઝરી વાહનોમાં સ્વાગત કરવામાં આવશે. એવુ માનવામાં આવે છે કે 4 ફેબ્રુઆરીથી બધા મહેમાનો સૂર્યગઢ પેલેસમાં આવવાનુ શરૂ કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
