Sidharth Shukla Net Worth: આ લક્ઝરી ગાડીઓના શોખીન હતો સિદ્ધાર્થ શુક્લા, પોતાની પાછળ છોડી ગયા અઢળક સંપત્તિ
લોકપ્રિય અભિનેતા સિદ્ધાર્થ માત્ર 40 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી ગયા. જાણો તે કેટલી સંપત્તિ છોડી ગયા.
Sidharth Shukla Net Worth: બૉલિવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતા તેમજ બિગ બૉસ સિઝન 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાના મોતની યાદ આવતા હજુ પણ મન બેચેન થઈ જાય છે. જ્યારે તેનુ મોત થયુ ત્યારે તે પોતાના કરિયરની પીક પર હતા. માત્ર 40 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા. આજે 12 ડિસેમ્બર, 2022ના રોજ તેમનો 42મો જન્મદિવસ હોત પરંતુ હવે તે આપણી વચ્ચે નથી માત્ર તેમની યાદો જ છે. ભલે તે આ દુનિયામાં ન હોય પરંતુ આટલા ઓછા સમયમાં સિદ્ધાર્થ શુક્લાએ પોતાની મહેનતના દમ પર અઢળક સંપત્તિ કમાઈ.

કરોડોની સંપત્તિના માલિક
સિદ્ધાર્થ શુક્લા ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા હતા. કઠોર મહેનતના દમ પર તેણે પોતાનુ મુકામ હાંસલ કર્યુ હતુ. વર્ષ 2008માં તેણે ફેમસ સીરિયલ 'બાબુલ કા આંગન છૂટે ના'થી અભિનયની શરૂઆત કરી હતી. જે બાદ તે દિલ સે દિલ તક, બાલિકા વધૂ, ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડીમાં જોવા મળ્યો હતો. ટીવી સિરિયલોમાંથી બ્રેક લઈને તે બિગ બૉસ 13ની સિઝનમાં જોવા મળ્યો હતો. જેના કારણે તેને એક અલગ ઓળખ મળી. પરંતુ શું તમે જાણો છો કે માત્ર 40 વર્ષની ઉંમરે સિદ્ધાર્થ શુક્લા કરોડોની સંપત્તિના માલિક હતા?

પોતાની પાછળ છોડી ગયા આટલી સંપત્તિ
અભિનેતાના દેખાવ અને તેના અભિનય પર મરનારારા લોકોની સંખ્યા કરોડોમાં હતી. માત્ર 40 વર્ષની ઉંમરે આ અભિનેતાની પાસે કરોડોની સંપત્તિ હતી. અહેવાલો મુજબ સિદ્ધાર્થ શુક્લા લગભગ 8.80 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક હતા. આ સિવાય તે અમુક ટીવી જાહેરાતોમાંથી પણ કમાણી કરતો હતો.

દર મહિના કરતા હતા આટલી કમાણી
સિદ્ધાર્થ શુક્લાની માસિક કમાણી વિશે વાત કરીએ તો રિપોર્ટમાં દાવો કરવામાં આવે છે કે તે લગભગ 10 લાખ રૂપિયાની કમાણી કરતો હતો. તે સમયે તેની કારકિર્દીનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો હતો. ત્યારે જ તેણે મુંબઈમાં એક આલીશાન ઘર ખરીદ્યુ.

લક્ઝરી ગાડીઓનો શોખ હતો સિદ્ધાર્થને
સિદ્ધાર્થ શુક્લાએ મૃત્યુ પહેલા મુંબઈમાં એક આલીશાન ઘર ખરીદ્યુ હતુ. જેની કિંમત લાખોમાં છે. આ સિવાય તેને લક્ઝરી વાહનોનો પણ શોખ હતો. તેની પાસે હાર્લી-ડેવિડસન ફેટ બોબ મોટરસાયકલ, BMW X5 જેવી કાર અને બાઇક હતી. કહેવાય છે કે આ કારની કિંમત 76.50 લાખથી 88 લાખ રૂપિયાની આસપાસ છે. આ સિવાય સિદ્ધાર્થ શુક્લાને બાઇક રાઇડનો પણ શોખ હતો.

આ રીતે થયુ હતુ સિદ્ધાર્થનુ મોત
જ્યારે સિદ્ધાર્થ શુક્લા પોતાની કારકિર્દીની ટોચ પર હતા ત્યારે તેણે અચાનક આ દુનિયાને અલવિદા કહી દીધુ.માત્ર 40 વર્ષની ઉંમરે તેનુ હાર્ટ એટેકથી મૃત્યુ થયુ હતુ. અહેવાલો મુજબ સિદ્ધાર્થ શુક્લાએ મોડી રાત્રે કોઈ દવા ખાધી હતી જેના પછી તે ઊંઘી ગયો હતો અને ફરી ક્યારેય જાગ્યો નહોતો. બાદમાં તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો અને ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
