Siddharth-Kiara Wedding: સિદ્ધાર્થ-કિયારાના લગ્નની ખરીદી શરુ, સંગીત માટે પ્લેલિસ્ટ તૈયાર
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીન પરિવારે લગ્ન માટેની ખરીદી શરુ કરી દીધી છે.
Siddharth-Kiara Wedding: બૉલિવુડનુ લવિંગ કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા જ્યારે પણ સાથે દેખાય ત્યારે ફેન્સ તેમના પર પ્રેમની વર્ષા કરી દે છે. ઘણા સમયથી બંનેના રિલેશનની ચર્ચા છે. હવે ચર્ચા છે કે સિદ્ધાર્થ અને કિયારા આવતા મહિને ફેબ્રુઆરીમાં લગ્ન કરવાના છે. તેમના વેડિંગ ફંક્શનને લઈને એક નવી અપડેટ હાલમાં સામે આવી છે.

આદિવસે થશે સિદ્ધાર્થ-કિયારાના લગ્ન
હાલમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન સંબંધિત માહિતી સામે આવી હતી કે આ કપલ 6 ફેબ્રુઆરી 2023ના રોજ લગ્નના બંધનમાં બંધાશે. આ સમાચાર પછી ફેન્સ તેમના લગ્નની અપડેટ્સ જાણવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે બંનેના લગ્નની શોપિંગ શરૂ થઈ ગઈ છે.

પરિવારના લોકોએ શરુ કરી લગ્નની ખરીદી
ઇન્ડિયા ટુડેના સમાચાર મુજબ પરિવારે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નના પ્રી-વેડિંગ ફંક્શન હલ્દી માટે પીળા કપડાંની ખરીદી શરૂ કરી દીધી છે. રિપોર્ટ મુજબ સિડ અને કિયારાએ સંગીત માટે ફિલ્મ 'શેર શાહ'નુ સુપરહિટ ગીત 'રાતાં લંબિયા' પસંદ કર્યુ છે.

રાજસ્થાનમાં સાત ફેરા લેશે લવ બર્ડસ
ઈ-ટાઈમ્સના સમાચાર મુજબ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 6 ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યા છે. પ્રી-વેડિંગના તમામ ફંક્શન્સ 4 અને 5 ફેબ્રુઆરીના રોજ થશે, જેમાં મહેમાનો વચ્ચે મહેંદી, હલ્દી અને સંગીત જેવા સમારંભો થશે. સિડ-કિયારાના આ લગ્ન રાજસ્થાનના જેસલમેરમાં પંજાબી રીતિ-રિવાજ સાથે થશે.

મુંબઈમાં થશે ગ્રાન્ડ રિસેપ્શન
લગ્ન બાદ સિદ્ધાર્થ અને કિયારા મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શનનુ આયોજન કરશે તેવુ કહેવામાં આવી રહ્યુ છે. જેમાં બૉલિવુડ ઈન્ડસ્ટ્રીના તમામ મોટા સેલેબ્સને આમંત્રિત કરવામાં આવશે. જો કે, હજુ સુધી લગ્નને લઈને સિદ્ધાર્થ-કિયારા તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યુ નથી.

શેરશાહ પછી ઉડવા લાગી હતી અફેરની અફવા
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પહેલીવાર ફિલ્મ 'શેરશાહ'માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં બંનેની શાનદાર કેમેસ્ટ્રીએ ચાહકોને ખૂબ જ પ્રભાવિત કર્યા હતા. શેરશાહ ફિલ્મ બાદ બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા, ત્યારબાદ તેમના પ્રેમ સંબંધની અફવાઓ ઉડવા લાગી હતી. આ કપલ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
