સિદ્ધાર્થ-કિયારાના રિસેપ્શનમાં દેખાયા અનંત અંબાણી અને શ્લોકા મહેતા, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના રિસેપ્શનમાં અનંત અંબાણી અને શ્લોકા મહેતાએ હાજરી આપી હતી. સિમ્પલ લુક પર બંનેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યા હતા.
Sidharth-Kiara Reception: બૉલિવુડના નવ દંપત્તિ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ 12 ફેબ્રુઆરીના રોજ ગ્રાંડ વેડિંગ રિસેપ્શન પાર્ટી આપી. જેમાં બૉલિવુડના મોટા સ્ટાર્સ સામેલ થયા. આ ખાસ પ્રસંગે કિયારાની બાળપણની મિત્ર ઈશા અંબાણી તો ના દેખાઈ પરંતુ તેના ભાઈ અનંત અંબાણી અને ભાભી શ્લોકા મહેતાએ આ પાર્ટીમાં ભાગ લીધો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સિદ્ધાર્થ-કિયારાના રિસેપ્શનમાં અનંત અને શ્લોકા અંબાણી
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના વેડિંગ રિસેપ્શનમાં બધાની નજર અંબાણી પરિવાર પર હતી. આ વેડિંગ રિસેપ્શનમાં અનંત અંબાણી પત્ની શ્લોકા મહેતા સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન બંને ખૂબ જ સિમ્પલ લુકમાં જોવા મળ્યા હતા. અનંત અંબાણી સુટમાં ડેશિંગ દેખાતા હતા, જ્યારે શ્લોકા મહેતાએ સાદી જ્વેલરી સાથે સાદી બ્લેક સાડી પહેરી હતી.
બંને દેખાયા એકદમ સિમ્પલ લુકમાં
આ કપલના પ્રવેશ માટે ખૂબ જ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મીડિયાની સામે બંને અંદર પ્રવેશતી વખતે એકબીજાનો હાથ પકડીને જોવા મળ્યા હતા. આ સાથે તેણે પાપારાઝીની સામે ઘણા બધા પોઝ આપ્યા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જો કે આ દરમિયાન બધાની નજર તેના સિમ્પલ લુક પર ટકેલી હતી.

ફેન્સે આપ્યુ રિએક્શન
અનંત અંબાણી અને શ્લોકાની એન્ટ્રી બાદ આ વીડિયો પર ફેન્સની સતત પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યુ કે, 'અંબાણી પરિવાર પાસે ભલે ઘણા પૈસા હોય પરંતુ તેમની ફેશન સેન્સ ખૂબ જ ખરાબ છે'. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, 'લાગે છે કે શ્લોકા ફરી માતા બનવા જઈ રહી છે, પરંતુ તેમની જોડી પરફેક્ટ છે'. સાથે જ કેટલાક યુઝર્સે તેના સિમ્પલ લુકની પણ પ્રશંસા કરી હતી.

રિસેપ્શનમાં બૉલિવુડ સ્ટાર્સનો જમાવડો
તમને જણાવી દઈએ કે મુંબઈમાં સિદ્ધાર્થ અને કિયારાના વેડિંગ રિસેપ્શનમાં બૉલિવુડના ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. જેમાં આલિયા ભટ્ટ, વિકી કૌશલ, કેટરીના કૈફ, શિલ્પા શેટ્ટી, કરીના કપૂર જેવા મોટા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ વેડિંગ રિસેપ્શનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યા છે.

જેસલમેરમાં કર્યા હતા લગ્ન
7 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લીધા. જેમાં અભિનેત્રીની ખાસ મિત્ર ઈશા અંબાણી અને તેના પતિ આનંદ પીરામલ ઉચ્ચ સુરક્ષા સાથે પહોંચ્યા હતા. લગ્ન બાદ સિડ અને કિયારા દિલ્લી જવા રવાના થયા હતા જ્યાં કપલનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. હાલ સોશિયલ મીડિયા પર બંનેના લગ્નની તસવીરો સામે આવી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
