Birthday Spcl:સંજય લીલા ભણસાલીએ શ્રદ્ધાને ફિલ્મમાંથી કરી હતી બહાર
બોલિવૂડમાં ગર્લ નેક્સ્ટ ડોરની ઇમેજ સફળતાપૂર્વક જાળવી રાખનાર શ્રદ્ધા કપૂરની આજે 30મી બર્થ ડે છે.
બોલિવૂડમાં ગર્લ નેક્સ્ટ ડોરની ઇમેજ સફળતાપૂર્વક જાળવી રાખનાર શ્રદ્ધા કપૂર ની આજે 30મી બર્થ ડે છે. શ્રદ્ધાને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેના બર્થ ડેનું ડ્રીમ સેલિબ્રેશન શું હોઇ શકે? તો એણે જવાબ આપ્યો કે તે પોતાના બેસ્ટ ફ્રેન્ડ સાથે હોલિડે પર જવા માંગે છે. કારણ કે તેનો અને તેના બેસ્ટ ફ્રેન્ડનો હોલિડે એક જ અઠવાડિયામાં આવે છે.

આવનાર ફિલ્મો
શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'હાફ ગર્લફ્રેન્ડ' રિલિઝ માટે તૈયાર છે. 19 મેના રોજ આ ફિલ્મ રિલિઝ થશે. શ્રદ્ધા કપૂરની અન્ય એક ફિલ્મ 'હસીના - ધ ક્વીન ઓફ મુંબઇ' પણ આ જ વર્ષે 14 જુલાઇના રોજ રિલિઝ થનાર છે. આ ફિલ્મ અંગે લોકોમાં ખૂબ ઉત્સાહ છે. ડોન દાઉદ ઇબ્રાહિમ અને તેની બહેન પરથી પ્રેરિત આ ફિલ્મમાં શ્રદ્ધાનો ભાઇ સિદ્ધાંત કપૂર દાઉદના રોલમાં જોવા મળશે તથા શ્રદ્ધા કપૂર દાઉદની બહેનના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં શ્રદ્ધાનો રોલ તેની આગળની તમામ ફિલ્મો કરતાં હટકે હશે.

શરૂઆતથી જ બનવું હતું એક્ટ્રેસ
શ્રદ્ધા કપૂર પહેલેથી જ અક્ટ્રેસ બનવા માંગતી હતી. આ માટે તેણે બોસ્ટન યૂનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. બોલિવૂડના દબંગ ખાને જ્યારે બોસ્ટન યુનિવર્સિટીમાં પહેલીવાર શ્રદ્ધાનો પ્લે જોયો ત્યારે જ તેને ફિલ્મ ઓફર કરી હતી, પરંતુ એ સમયે શ્રદ્ધા માત્ર 16 વર્ષની હતી. શ્રદ્ધા બોસ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી હતી ત્યારે જ પ્રોડ્યૂસર અંબિકા હિંદુજાએ તેને ફિલ્મ 'તીન પત્તી' માટે સાઇન કરી લીધી અને શ્રદ્ધા અભ્યાસ અધૂરો છોડી આખરે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આવી ગઇ.

'આશિકી 2'થી બની સ્ટાર
ઘણા ઓછાને ખબર હશે કે ફિલ્મ મેકર સમજય લીલી ભણસાલીએ શ્રદ્ધા કપૂરને પોતાની ફિલ્મમાંથી કાઢી મૂકી હતી. સંજયે પોતાની ફિલ્મ 'માય ફ્રેન્ડ પિન્ટો'માંથી શ્રદ્ધાને કાઢીને તેના સ્થાને કલ્કિને સાઇન કરી હતી. આ કારણે શ્રદ્ધા કપૂર ત્રણ દવિસ સુધી રડી હતી. 'તીન પત્તી' બાદ શ્રદ્ધાની બીજી ફિલ્મ 'લવ કા ધ એન્ડ' આવી, ફિલ્મમાં શ્રદ્ધાના વખાણ થયા હતા, પંરતુ શ્રદ્ધાને ખરી ઓળખાણ ફિલ્મ 'આશિકી 2'થી મળી. 'લવ કા ધ એન્ડ' બાદ શ્રદ્ધાએ યશરાજ સાથે અન્ય બે ફિલ્મોનો કરાર કર્યો હતો, પરંતુ 'આશિકી 2' ઓફર થતાં તેણે એ કરાર તોડી દીધો.

શ્રદ્ધાના લાઇક-ડિસલાઇક
શ્રદ્ધાને ચાની આદત છે, સ્ટ્રેસ દૂર ભગાડવા માટે તે ચા પીવાનું પસંદ કરે છે. આ સાથે જ તે નિયમિત યોગા પણ કરે છે. તેની ફેવરિટ ફિલ્મ છે 'પ્યાસા', ગુરૂ દત્તની આ ફિલ્મની જો રિમેક બને તો એમાં તેને વહીદા રહેમાનનું પાત્ર ભજવવાની ઇચ્છા છે. અત્યારના બોલિવૂડ સ્ટાર્સમાંથી તેને હૃતિક રોશન ખૂબ પસંદ છે. શ્રદ્ધા અડધી પંજાબી અને અડધી મરાઠી છે. તેના પિતા શક્તિ કપૂર પંજાબી છે અને માતા શિવાંગી મહારાષ્ટ્રના છે. તેને ઘરનું બનાવેલું મહારાષ્ટ્રીયન મીલ ખૂબ પસંદ છે.

અહીં વાંચો
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
