શ્રદ્ધા-આલિયા વચ્ચે Lip Lock સ્પર્ધા : જુઓ કોણ છે બેસ્ટ?
મુંબઈ, 17 જૂન : બૉલીવુડમાં આજકાલ ચર્ચિત અભિનેત્રીઓમાં શ્રદ્ધા કપૂર અને આલિયા ભટ્ટનો પણ સમાવેશ છે. આ બંને અભિનેત્રીઓ એકદમ નવોદિત તો નથી, પણ તાજી-તાજી જરૂર કહી શકાય. એક બાજુ આશિકી 2 દ્વારા શ્રદ્ધા કપૂર બૉલીવુડમાં છવાઈ ચુક્યાં છે, તો બીજી બાજુ પોતાના કૅરિયરની ત્રણે-ત્રણ ફિલ્મોની સફળતા સાથે આલિયા ભટ્ટ પણ સ્થાપિત અભિનેત્રી બની ચુક્યાં છે.
જોકે શ્રદ્ધા અને આલિયા એક-બીજાના સ્પર્ધક નથી અને બંને વચ્ચે કોઈ કૅટ ફાઇટ પણ નથી, પરંતુ તેમની અત્યાર સુધીની ફિલ્મોના હૉટ લિપલૉક સીન્સ જાણે બંનેને એક-બીજાની સ્પર્ધક બનાવી રહ્યાં હોય, તેવું ભાસે છે. આલિયા ભટ્ટે પોતાની પ્રથમ જ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયરમાં લિપલૉક સીન આપ્યુ હતું, તો હાઈવે અને 2 સ્ટેટ્સમાં પણ આલિયાએ આ બાબતમાં કોઈ કંજૂસાઈ કરી નહોતી અને આગામી ફિલ્મ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયામાં પણ આલિયા અને વરુણ ધવન વચ્ચે લિપલૉક સીન છે.
બીજી બાજુ શ્રદ્ધા કપૂરે પણ પોતાની પ્રથમ સુપરહિટ ફિલ્મ આશિકી 2માં આદિત્ય રૉય કપૂર સાથે લિપલૉક સીન આપ્યુ હતું, તો આશિકી 2 બાદ હવે આવી રહેલી એક વિલનમાં પણ શ્રદ્ધા કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા વચ્ચે હૉટ લિપલૉક સીન છે જ. શ્રદ્ધા કપૂર હાલ એક વિલન માટે, તો આલિયા ભટ્ટ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા માટે ચર્ચામાં છે.
ચાલો તસવીરોમાં જોઇએ આલિયા-શ્રદ્ધા વચ્ચે Lip Lock સ્પર્ધા :

શ્રદ્ધા-આલિયા વચ્ચે સ્પર્ધા?
શ્રદ્ધા અને આલિયા એક-બીજાના સ્પર્ધક નથી અને બંને વચ્ચે કોઈ કૅટ ફાઇટ પણ નથી, પરંતુ તેમની અત્યાર સુધીની ફિલ્મોના હૉટ લિપલૉક સીન્સ જાણે બંનેને એક-બીજાની સ્પર્ધક બનાવી રહ્યાં હોય, તેવું ભાસે છે.

આશિકી 2એ હિટ બનાવી
શ્રદ્ધા કપૂરનું બૉલીવુડ કૅરિયર તો નિષ્ફળતા સાથે શરૂ થયુ હતું, પરંતુ ગત વર્ષે આવેલી આશિકી 2 ફિલ્મની સફળતાએ શ્રદ્ધાને હિટ બનાવી દીધી.

આલિયા શરુઆથી જ હિટ
બીજી બાજુ આલિયા ભટ્ટ પહેલી ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયરથી જ હિટ થઈ ગયા હતાં.

આલિયાનુ પહેલુ લિપલૉક
આલિયા ભટ્ટે પોતાની પ્રથમ જ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લિપલૉક કર્યુ હતું.

શ્રદ્ધા-આદિત્ય
શ્રદ્ધા કપૂર બૉલીવુડમાં હિટ થયા આશિકી 2ની સફળતા સાથે અને આ ફિલ્મમાં તેમણે આદિત્ય રૉય કપૂર સાથે હૉટ લિપલૉક કર્યુ હતું.

આલિયા-રણદીપ
આલિયા ભટ્ટે પોતાની બીજી ફિલ્મ હાઈવેમાં પણ રણદીપ હુડા સાથે લિપલૉક સીન આપ્યુ હતું.

આલિયા-અર્જુન
આલિયા ભટ્ટની ત્રીજી ફિલ્મ હતી 2 સ્ટેટ્સ અને તેમાં પણ આલિયા ભટ્ટે અર્જુન કપૂરને હૉટ કિસિસ આપી હતી.

હવે શ્રદ્ધા-સિદ્ધાર્થ
હવે શ્રદ્ધા કપૂર આલિયાની પહેલી ફિલ્મમાં લિપલૉક સીન કરનાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે એક વિલન ફિલ્મમાં આવી રહ્યાં છે.

ચર્ચામાં શ્રદ્ધા
આશિકી 2ની શાનદાર સફળતા બાદ શ્રદ્ધાની આ પહેલી ફિલ્મ એક વિલન આવી રહી છે અને શ્રદ્ધા કપૂર હાલ બહુ ચર્ચામાં છે.

લિપલૉક
એક વિલન એમ તો સસ્પેંસ થ્રિલર ફિલ્મ કહેવાય છે, પરંતુ તેમાં શ્રદ્ધા કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા વચ્ચે હૉટ લિપલૉક સીન પણ છે.

આલિયા સાથે સ્પર્ધા?
આ લિપલૉક સીન જોઈ લાગે છે કે જાણે શ્રદ્ધા કપૂર લિપલૉકની બાબતમાં આલિયા સાથે સ્પર્ધા કરી રહ્યાં છે.

આલિયા પણ પાછળ નથી
આલિયા ભટ્ટ પણ પાછળ નથી. તેમની આગામી ફિલ્મ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા છે અને તેમાં આલિયાએ વરુણ ધવન સાથે હૉટ લિપલૉક સીન આપ્યું છે. આમ આલિયાએ તો સતત ચોથી ફિલ્મમાં લિપલૉક આપી જાણે રેકૉર્ડ બનાવી દીધો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
