શ્રદ્ધા કપૂરની વૉટ્સએપ ચેટ થઈ લીક!! ફોટો જોઈને ભડક્યા ફેન્સ

સોશિયલ મીડિયા પર હવે શ્રદ્ધા કપૂરના ઘણા ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં તેના ફોનની સ્ક્રીન પરની વૉટ્સએપ ચેટ પણ દેખાઈ રહી છે.

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર હાલમાં પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. ઘણી હિટ ફિલ્મો આપી ચૂકેલી શ્રદ્ધા કપૂર હાલમાં જ ફોનમાં વ્યસ્ત એક સ્ટૂડિયોની બહાર કેમેરામાં કેદ થઈ ગઈ. આ દરમિયાન તેણે વાદળી રંગનો ડ્રેસ પહેર્યો હતો અને સાથે જ પોતાના ફોનમાં આંખો પરોવીને પાપારાઝીને નજરઅંદાજ કરીને ચાલી રહી હતી. સોશિયલ મીડિયા પર હવે શ્રદ્ધા કપૂરના ઘણા ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં તેના ફોનની સ્ક્રીન પરની વૉટ્સએપ ચેટ પણ દેખાઈ રહી છે. પાપારાઝી દ્વારા આ ફોટાને શેર કરાયા બાદ હવે અભિનેત્રીના ફેન્સ ભડકી ગયા છે.

રોહન શ્રેષ્ઠને ડેટ કરવાના સમાચાર

રોહન શ્રેષ્ઠને ડેટ કરવાના સમાચાર

તમને જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂર પોતાની લવ લાઈફ માટે ઘણી ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યુ છે કે તે ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠને ડેટ કરી રહી છે. જો કે આ અંગે હજુ બંને તરફથી કોઈ અધિકૃત નિવેદન સામે આવ્યુ નથી. આ દરમિયાન શ્રદ્ધા કપૂરની વૉટ્સએપ ચેટ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે પરંતુ અમુક લોકોએ આને ફેક ગણાવી છે. ફોનની સ્ક્રીન કેમેરા તરફ હોવાના કારણે એવુ લાગી રહ્યુ છે કે કોઈ ખાસ સાથે વૉટ્સએપ ચેટ પર વાત થઈ રહી છે.

લીક થઈ શ્રદ્ધા કપૂરની વૉટ્સએપ ચેટ

લીક થઈ શ્રદ્ધા કપૂરની વૉટ્સએપ ચેટ

જો કે સોશિયલ મીડિયા પર શ્રદ્ધા કપૂરના એકથી વધુ ફોટા સામે આવ્યા છે. જો કે એ સ્પષ્ટ નથી કે આ શ્રદ્ધા કપૂરની ચેટ છે કે ફોટોશૉપ્ડ મીમ. બ્લ્યુ ડ્રેસમાં શ્રદ્ધા કપૂરને જ્યારે પાપારાઝીએ કેમેરામાં કેદ કરી ત્યારે તેનુ પૂરુ ધ્યાન ફોનમાં હતુ. તે સતત ટાઈપિંગ કરી રહી હતી એવામાં તેનુ ધ્યાન એમાં ન ગયુ કે કદાચ કેમેરાની નજર ફોન પર પણ જઈ શકે છે.

સેલિબ્રિટી ફોટોગ્રાફર પર ભડક્યા યુઝર્સ

સેલિબ્રિટી ફોટોગ્રાફર પર ભડક્યા યુઝર્સ

સેલિબ્રિટી ફોટોગ્રાફર વાયરલ ભાયાણીએ આ ફોટાને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે જેને લઈને હવે તેની ઘણી ટીકા થઈ રહી છે. ફેન્સનો ગુસ્સો વાયરલ ભાયાણી પર ફૂટી પડ્યો છે. ફેન્સનુ કહેવુ છે કે આ ફોટોશૉપ ફોટો છે, તેનાથી શ્રદ્ધા કપૂરની ઈમેજ પર પણ અસર પડે છે. એક યુઝરે કહ્યુ કે આ ખૂબ જ ખરાબ મજાક છે. આ રીતે અંગત બાબતોમાં દખલ ન દેવી જોઈએ. એક યુઝરે લખ્યુ છે કે આ ખોટુ છે, તેની પણ અંગત લાઈફ છે. ઘણા લોકોએ કહ્યુ કે આ ફેક છે.

આ ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે શ્રદ્ધા કપૂર

જો કે અમુક યુઝરે ફોટાને ફેક ગણાવીને જણાવ્યુ કે મોબાઈલ ફોન અને સ્ક્રીનશૉટ એકબીજાને મેચ નથી કરતા. એક પ્રશંસકે જણાવ્યુ કે વૉટ્સએપ પર વનપ્લસ ફોન અને આઈફોન થીમ, વાઈફાઈ, બેટરી સાઈન પણ આઈકોનનો જ હોય છે. શ્રદ્ધા કપૂરના વર્કફ્રંટની વાત કરીએ તો તે રણબીર કપૂર સાથે લવ રંજનની અનટાઈટલ્ડ વેંચરમાં દેખાશે. વળી, વિશાલ ફુરિયાની ફિલ્મમાં રૂપ બદલતી નાગિનની ભૂમિકા નિભાવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X