એક્શન અને આયટમ સૉંગથી ભરપૂર શૂટઆઉટ એટ વડાલા
મુંબઈ, 18 એપ્રિલ : સંજય ગુપ્તાની ફિલ્મ શૂટઆઉટ એટ વડાલા 3જી મેના રોજ પડદા ઉપર આવી રહી છે. ફિલ્મમાં એક બાજુ જ્હૉન અબ્રાહમ અને અનિલ કપૂરની એક્શન છે, તો બીજી બાજુ પ્રિયંકા ચોપરા અને સન્ની લિયોનના આયટમ સૉંગ છે. ફિલ્મ એક્શન અને સંગીતથી ભરપૂર છે. લોકોને ફિલ્મનો ઇંતેજાર છે.

ધૂમ ફિલ્મ દ્વારા એક્શન ફિલ્મોમાં ધૂમ મચાવનાર હૅન્ડસમ અભિનેતા જ્હૉન અબ્રાહમ છેલ્લા કેટલાંક વખતથી ગંભીર અને કૉમેડી પ્રકારના રોલ કરી રહ્યા હતાં, પરંતુ પુનઃ એક વાર તેમના ઉપર એક્શન ફિલ્મ કરવાનું ભૂત સવાર થયું. તેમનો એક્શન અવતાર શૂટઆઉટ એટ વડાલામાં દેખાશે પણ. આ સાથે જ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાનું બબલી બદમાશ તથા સન્ની લિયોનનું લૈલા આયટમ સૉંગ પણ ચર્ચામાં છે.
જોકે જ્હૉન અબ્રાહમે ફોર્સ ફિલ્મમાં પોતાની શક્તિ દાખવી હતી, પરંતુ આમ છતાં ફિલ્મને અપેક્ષિત સફળતા મળી નહોતી. તેથી તેમણે સંજય ગુપ્તાની શૂટઆઉટ એટ વડાલા ફિલ્મ સાઇન કરી છે કે જે એક એક્શન ફિલ્મ છે. ફિલ્મનું નિર્માણ એકતા કપૂર કરી રહ્યાં છે અને તેથી તેમાં તુષાર કપૂર પણ કામ કરી રહ્યાં છે.
ફિલ્મ સારી એવી ચર્ચામાં છે, કારણ કે ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને સન્ની લિયોનનું બબલી બદમાશ આયટમ સૉંગ છે. બંને અભિનેત્રીઓ માટે આ પહેલો પ્રસંગ છે કે તેઓ કોઈ ફિલ્મમાં આયટમ સૉંગ કરવાનાં હોય. બંને અભિનેત્રીઓને લોકો નમક અને નમકીન નામે નવાજે છે. બંનેને આયટમ સૉંગ માટે કરોડો રુપિયા ચુકવવામાં આવ્યાં છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચુક્યું છે. ફિલ્મ સત્યા ઘટના ઉપર આધારિત છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
