શૂટઆઉટે બગાડી કંગના રાણાવતના જન્મ દિવસની મજા
મુંબઈ, 20 માર્ચ : બૉલીવુડના ક્યૂટ અભિનેત્રી કંગના રાણાવતનો આજે 26મો જન્મ દિવસ છે, પરંતુ જન્મ દિવસે જ કંગના નારાજ હોવાના સમાચારો મળે છે. કોનાથી નારાજ છે કંગના?

હકીકતમાં થયું એમ કે કંગના રાણાવત પોતાની આવનાર ફિલ્મ શૂટઆઉટ એટ વડાલાના સેટ પર પહોંચ્યા અને તેમણે જોયું કે એક નહીં, ત્રણ-ત્રણ અભિનેત્રીઓ ફિલ્મ માટે ગીત કરી રહી છે. તેમાં પ્રિયંકા ચોપરા, સન્ની લિયોન અને સોફી ચૌધરીનો સમાવેશ થતો હતો. કંગનાના નજીકના સૂત્રોની માનીએ તો ત્રણ અભિનેત્રીઓને જોઈ કંગનાને ખૂબ માઠું લાગ્યું. તેમણે અહીં સુધી કહી નાંખ્યું કે શક્ય છે કે તેઓ હવે આ ફિલ્મને પ્રમોટ નહીં કરે.
હિમાચલ પ્રદેશના મંડી ખાતે 20મી માર્ચ, 1987ના રોજ જન્મેલા કંગના રાણાવતને તેમના જન્મ દિવસે તમામ ફૅન્સ નારાજગી વિશે પૂછી રહ્યાં છે. લોકો પૂછી રહ્યાં છે કે તેઓ શૂટઆઉટના કારણે કેમ ગુસ્સામાં છે? કોઈ પૂછે છે કે શું સાચે જ તેઓ નારાજ છે? તો કોઈ તેમની નારાજગીનું સાચું કારણ જાણવા માંગે છે.
ખેર આપણે તો કંગના રાણાવતને તેમના 26મા જન્મ દિવસે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. 2006માં ગૅંગસ્ટર ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરનાર કંગનાની આવનાર ફિલ્મો છે આઈ લવ એનવાય, શૂટઆઉટ એટ વડાલા, કૃષ 3, રજ્જો, રિવૉલ્વર રાણી અને ક્વીન.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
