કોરોનાથી હાહાકાર વચ્ચે બૉલિવુડ સ્ટાર્સ શેર કરી રહ્યા છે વેકેશનના ફોટા, શોભા ડેએ કહ્યુ - 'સંવેદનહીન ઈડિયટ્સ'
બૉલિવુડના આ સ્ટાર્સ પોતાના લક્ઝરી વેકેશન્સના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે જેના કારણે તેમની ટીકા થઈ રહી છે.
કોરોના વાયરસની બીજી લહેરના કારણે દેશભરમાં એક વાર ફરીથી લૉકડાઉન જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. કોરોનાનો કહેર દેશમાં દરેક રાજ્યમાં છે જેનાથી લોકોની મુશ્કેલીઓ ઘણી વધી ગઈ છે. કોરોનાના વધતા સંક્રમણના કારણે મુંબઈમાં પણ સ્થિતિ ચિંતાજનક છે. આ દરમિયાન બૉલિવુડના ઘણા સ્ટાર્સ માલદીવ અને ગોવામાં રજાઓ માણી રહ્યા છે. આ સ્ટાર્સમાં સારા અલી ખાન, અનન્યા પાંડે, કિયારા અડવાણી, તાપસી પન્નૂ અને હીના ખાન સહિત ઘણા લોકો છે. હાલમાં જ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ મહારાષ્ટ્રમાં કર્ફ્યુ વચ્ચે એરપોર્ટ પર સ્પૉટ કરાયા હતા. બૉલિવુડના આ સ્ટાર્સ પોતાના લક્ઝરી વેકેશન્સના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે જેના કારણે તેમની ટીકા થઈ રહી છે.

શોભા ડેએ આ સ્ટાર્સને ઝાટક્યા
દેશના મુખ્ય સાહિત્યકારોમાંના એક શોભા ડેએ આ સ્ટાર્સને ઝાટક્યા છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને માલદીવમાં ફરી રહેલા બૉલિવુડ સેલેબ્ઝની ટીકા કરી છે. ઈન્સ્ટાગ્રામમાં શેર ટેક્સ્ટ ફોટોમાં તેમણે લખ્યુ છે કે માલદીવ અને ગોવામાં રજાઓ માણી રહેલા લોકોને જણાવી દઉ કે આ મહામારીનો સમય છે. પોતાના આરામ અને એશભરી રજાઓના ફોટા સોશિયલ મીડિયા પર નાખવાનુ બંધ કરો અને કૃપા કરીને અસંવદેનશીલ અને બેવકૂફ ના બનો.

મદદ માટે હાથ આગળ વધારવાનો સમય
તેઓ આગળ લખે છે કે આ ફોટા શેર કરીને તમે પોતાના ખાલી દિમાગનો પરિચય આપવા સાથે સાથે પોતાને આંધળા અને બહેરા પણ સાબિત કરી રહ્યા છો. આ સમય ઈન્સ્ટાગ્રામના ફોલોઅર્સ કે ફોટો પર લાઈક્સ વધારવાનો નહિ પરંતુ લોકોની મદદ માટે હાથ આગળ વધારવાનો સમય છે. જો આવુ ન કરી શકતા હોય તો શાંત રહો પરંતુ આ રીતના ફોટા પોસ્ટ ના કરો. આ સમય મહામારીનો છે નહિ કે ફેશન વીક અને કિંગફિશર કેલેન્ડરનો.

પંગા ડાયરેક્ટરે પણ સાધ્યુ નિશાન
શોભા ડેએ ફિલ્મ 'પંગા'ના ડાયરેક્ટર રોહિણી અય્યરની પોસ્ટ શેર કરીને લખ્યુ છે કે મને રોહિણીના આ વાત ગકમી અને તેને હું શેર કરવા માંગતી હતી. રોહિણીએ પોતાની પોસ્ટમાં વેકેશન પર ગયેલા સેલેબ્ઝ પર ટિપ્પણી કરીને કહ્યુ હતુ કે આવા સમયમાં આ પ્રકારના ફોટા શેર કરવા વિકૃતિની હદ પાર કરવી છે. તમારે એન્જૉય કરવુ હોય તો કરો. આવા મુશ્કેલીના સમયમાં ફરવાનુ સૌભાગ્ય બધાને નથી મળતુ નિઃસંદેહ તમે ધન્ય છો. પરંતુ એક અહેસાન કરો તેને પોતાના સુધી સીમિત રાખો.

નિખિલ દ્વિવેદી પણ કરી ચૂક્યા છે ટીકા
બૉલિવુડ અભિનેતા નિખિલ દ્વિવેદીએ કોરોનાની બીજી લહેર વચ્ચે માલદીવથી વેકેશનના ફોટા શેર કરી રહેલા બૉલિવુડ સ્ટાર્સ પર કટાક્ષ કરીને કહ્યુ કે, 'અમે અમારા જ મગ્ન છે' સોશિયલ મીડિયા પર પણ યુઝર્સ બૉલિવુડ સેલેબ્ઝની નિંદા કરી રહ્યા છે. અમુકે આ સેલેબ્ઝની ટીકા કરી જ્યારે અમુકે તેમનો સાથ આપ્યો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
