'સામના'માં કંગનાને ગણાવી - દેશદ્રોહી, મેન્ટલ અને બેઈમાન, મોદી સરકાર પર પણ સાધ્યુ નિશાન
આજે શિવસેનાના મુખપત્ર 'સામના'માં કંગના રનોતને દેશદ્રોહી, મેન્ટલ અને બેઈમાન કહેવામાં આવી છે.
નવી દિલ્લીઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને પ્લાન્ડ મર્ડર કહેનાર બૉલિવુડ ક્વીન કંગના રનોતે અત્યારે બૉલિવુડ અને મહારાષ્ટ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે. મુંબઈની સરખામણી પીઓકે સાથે કરીને લોકોના નિશાના પર આવેલી કંગના રનોત અને શિવસેના વચ્ચે જબરદસ્ત વાક યુદ્ધ ચાલી રહ્યુ છે. વળી, આજે શિવસેનાના મુખપત્ર 'સામના'માં કંગના રનોતને દેશદ્રોહી, મેન્ટલ અને બેઈમાન કહેવામાં આવી છે. 'સામના'ના સંપાદકીયમાં કંગના રનોતના નિવેદનોની આકરી નિંદા કરવામાં આવી છે.

'સામના'એ કંગના રનોતને ગણાવી દેશદ્રોહી
સામનાના સંપાદકીયમાં કંગનાને બેઈમાન કહેવામાં આવી છે. ત્યાં સુધી કે કંગનાને દેશદ્રોહી ગણાવવામાં આવી છે અને મોદી સરકારને દેશદ્રોહીને સુરક્ષા આપવાની વાત કહેવામાં આવી છે. સરકારના આ નિર્ણય પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. સામનામાં એ પણ લખવામાં આવ્યુ છે કે મુંબઈની સરખામણી પાક અધિકૃત કાશ્મીર સાથે કરવી અને મુંબઈ પોલિસને માફિયા કહેવી એક મેન્ટલ કેસવાળા વ્યક્તિના લક્ષણ છે. ખાખી યુનિફોર્મનુ અપમાન કરવુ બગડેલી માનસિકતાના લક્ષણ છે. વળી, સામનામાં કહેવામાં આવ્યુ કે અમદાવાદ, ગુડગાંવ, લખનઉ, વારાણસી, રાંચી, હૈદરાબાદ, બેંગલુરુ અને ભોપાલ જેવા શહેરો વિશે જો કોઈએ અપમાનજનક નિવેદન આપ્યુ હોત તો કેન્દ્રએ તેને વાય સુરક્ષા પાલખી આપી હોત? આ મહારાષ્ટ્રના ભાજપીઓ સ્પષ્ટ કરે.

રાજદ્રોહનુ સમર્થન કરવુ પણ 'હરામખોરી'
'સામના'માં એ પણ લખ્યુ છે કે રાજકીય એજન્ડાને સામે લાવવા માટે દેશદ્રોહી પત્રકાર અને સુપારીબાજ કલાકારોના રાજદ્રોહનો સામનો કરવો પણ હરામખોરી છે. જે લોકો મહારાષ્ટ્રના બેઈમાનો સાથે ઉભા છે તેમને 106 શહીદોની બદદુઆ લાગશે પરંતુ રાજ્યની 11 કરોડ જનતા પણ તેમને માફ નહિ કરે. મુંબાઈ માતાનુ અપમાન કરનારના નામ મહારાષ્ટ્રના ઈતિહાસમાં ડામરથી લખવામાં આવશે, બેઈમાનો! આ લોકો હવે દેશભક્તિનુ વાજુ ના વગાડે, બસ એટલી જ અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતા મોત મામલે કંગના ઘણી આગળ રહીછે. શિવસેનાના સંજય રાઉત અને તેની વચ્ચે નિવેદનબાજી છવાયેલી રહી છે. સંજય રાઉતે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કંગનાને મેન્ટલ કહી હતી અને બોલ્યા હતા કે, મેન્ટલ વુમને મુંબઈ અને પોલિસનુ અપમાન કર્યુ છે તેને મહારાષ્ટ્રમાં રહેવાનો કોઈ અધિકાર નથી.

કંગનાએ કર્યુ ટ્વિટ
તમને જણાવી દઈએ કે મુંબઈ માટે સવાર થતા પહેલા કંગનાએ ટ્વિટ કર્યુ કે, 'મે ફિલ્મ દ્વારા રાની લક્ષ્મીબાઈના સાહસ, શૌર્ય અને બલિદાનને જીવ્યુ છે.' તેણે કહ્યુ કે ખોટાની સામે આગળ આવીને અવાજ ઉઠાવતી રહીશ. ઉલ્લેખનીય છે કે કંગનાએ કહ્યુ હતુ કે તેને જીવનુ જોખમ છે માટે તેેને વાય શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. જેના માટે તેણે ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો અને ટ્વિટ કહ્યુ હતુ કે આ સાબિતી છે કે હવે કોઈ દેશભક્તના અવાજને કોઈ ફાંસીવાદી કચડી નહિ શકે, હું અમિત શાહજીની આભારી છુ. તે ઈચ્છતા તો સ્થિતિના કારણે મને થોડા દિવસ બાદ મુંબઈ જવાની સલાહ આપી શકતા હતુ પરંતુ તેમણે ભારતની એક દીકરીના વચનનુ માન રાખ્યુ, અમારા સ્વાભિમાન અને આત્મસમ્માનની લાજ રાખી, જય હિંદ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
