‘રસપ્રદ ને અસરકારક સંદેશ આપે છે શિપ ઑફ થેસસ’
મુંબઈ, 15 જૂન : બૉલીવુડ ફિલ્મ અભિનેતા કિરણ રાવ યૂટીવી મોશન મિક્ચર્સ સાથે મળી દિગ્દર્શક આનંદ ગાંધીની ફિલ્મ શિપ ઑફ થેસસ રિલીઝ કરનાર છે. તેમણે જણાવ્યું કે ફિલ્મમાં દર્શકો માટે સંદેશ છે અને તે લોકોને ગમશે.

39 વર્ષીય કિરણે એક વાતચીત દરમિયાન જણાવ્યું - ફિલ્મમાં રસપ્રદ તથા અસરકારક સંદેશ છે. અમે લોકો જે રીતે પોતાનું જીવન જીવીએ છીએ અને કઈ રીતે જીવનને બહેતર બનાવી શકીએ, તે અંગે ફિલ્મનું પોતાનું એક વિચાર છે. તે દરેકને ગમશે.
ફિલ્મના પ્રમોશન દરમિયાન પતિ આમિર ખાનની હાજરી અંગેના સવાલ પર તેમણે જણાવ્યું - આમિર ખાન પ્રમોશનમાં હાજર નહિં રહે. જોકે તેમને સમય મળશે, તો ફિલ્મની ખાસ સ્ક્રીનિંગ તથા પ્રમોશનલ કાર્યક્રમોમાં હાજર રહેવાનો પ્રયત્ન કરશે. તેઓ મને પુરતો સહકાર આપે છે.
માનવીય મૂલ્યો પર આધારિત શિપ ઑફ થેસસ ફિલ્મ ત્રણ વ્યક્તિઓની વાર્તા છે કે જેમાંનો એક પ્રયોગાત્મક ફોટોગ્રાફર, એક બીમાર બુદ્ધિમાન બૌદ્ધ ભિખુ તથા ત્રીજો શૅરબ્રોકર છે. ટોરંટો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પ્રદર્શન દરમિયાન ફિલ્મના વખાણ થયાં છે. ફિલ્મ 19મી જુલાઈના રોજ રિલીઝ થવાની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
