શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ, અશ્લીલ ફિલ્મ બનાવવાનો છે આરોપ
બૉલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધી ગઈ છે. સોમવારે એક કેસમાં ક્રાઈમ બ્રાંચની ટીમે તેમની ધરપકડ કરી છે.
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધી ગઈ છે. સોમવારે એક કેસમાં ક્રાઈમ બ્રાંચની ટીમે તેમની ધરપકડ કરી છે. રાજ પર આ કાર્યવાહી અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને એક એપના માધ્યમથી લોકોને બતાવવા મામલે કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચનો દાવો છે કે રાજ જ આ મામલે મુખ્ય ષડયંત્રકાર છે. સાથે જ આ અંગે તેની પાસે પૂરતા પુરાવા પણ છે.

રાજ કુંદ્રાએ અશ્લીલ ફિલ્મ રિલીઝ કરી હોવાનો આરોપ
મા્હિતી મુજબ આ વર્ષની શરૂઆતમાં એક અશ્લીલ ફિલ્મને કોઈ મોબાઈલ એપ પર રિલીઝ કરવામાં આવી હતી. જ્યારે પોલિસે આ કેસની તપાસ શરૂ કરી તો તેમાં રાજ કુંદ્રાનુ નામ આવ્યુ. ત્યારબાદ ફેબ્રુઆરીમાં આ અંગે એક કેસ નોંધવામાં આવ્યો. આ કેસમાં સોમવારે મોટી કાર્યવાહી કરીને ક્રાઈમ બ્રાંચની ટીમે રાજની ધરપકડ કરી.જો કે હજુ સુધી શિલ્પા કે પછી રાજની ટીમે આ કેસમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી.

ક્રાઈમ બ્રાંચને મળ્યા મહત્વના પુરાવા
રાજની ધરપકડની થોડી વાર બાદ મુંબઈ પોલિસ કમિશ્નરે કહ્યુ કે અશ્લીલ ફિલ્મો અંગે ફેબ્રુઆરીમાં એક કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યુ કે માયાનગરી મુંબઈમાં હવે અશ્લીલ ફિલ્મોનુ શૂટિંગ સામાન્ય બની ગયુ છે. જેમને ઓટીટી પ્લેટફૉર્મ પર સરળતાથી રિલીઝ પણ કરી દેવામાં આવે છે. કેસમાં જેમ-જેમ તપાસ આગળ વધી, તેમ-તેમ ઘણા મહત્વના પુરાવા પોલિસને હાથે લાગ્યા. ત્યારબાદ ઘણી જગ્યાએ ક્રાઈમ બ્રાંચની ટીમે રેડ પાડી. સાથે જ રાજ કુંદ્રાની ધરપકડ પણ કરવામાં આવી. તેમની પૂછપરછ કરીને ફિલ્મમાં તેમના સહયોગીઓ વિશે જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે.

પૂનમ પાંડેએ પણ રાજ કુંદ્રા પર કર્યો હતો કેસ
સૂત્રો મુજબ Hotshot નામની એપ પર અશ્લીલ ફિલ્મોને રિલીઝ કરવામાં આવે છે. તેના માલિક રાજ કુંદ્રા જ હોવાનુ જાણવા મળી રહ્યુ છે પરંતુ તેમણે આ વાતથી સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. રાજના જણાવ્યા મુજબ તેમને આ પ્રકારની એપ સાથે કોઈ લેવા-દેવા નથી. જો કે સમગ્ર કેસમાં અત્યાર સુધી 4 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મૉડલ અને અભિનેત્રી પૂનમ પાંડેએ રાજ કુંદ્રા અને તેના સહયોગીઓ વિરુદ્ધ બૉમ્બે હાઈકોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. પૂનમે આરોપ લગાવ્યો હતો કે રાજ કુંદ્રાની કંપનીએ તેના ફોટાનો દુરુપયોગ કર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
