Birthday Special: પ્રાઈવેટ જેટથી લઈ લક્ઝરી કારોના માલિક શાહરુખ પાસે કેટલી છે સંપત્તિ

આવો જાણીએ કિંગ ખાનની કુલ સંપત્તિના માલિક છે અને તેમની કમાણીના સ્ત્રોત શું શું છે.

કરોડો ફેન્સના દિલો પર રાજ કરનાર બોલિવુડના બાદશાહ શાહરુખ ખાન આજે 54 વર્ષના થઈ ગયા છે. શાહરુખના જન્મદિવસના પ્રસંગે ફેન્સે તેમને શુભકામનાઓ પાઠવી છે. શાહરુખનો જન્મ 2 નવેમ્બર, 1965ના રોજ દિલ્લીમાં થયો હતો. બોલિવુડમાં પોતાની એક્ટિંગથી ઉંડી છાપ છોડનાર કિંગ ખાને એક્શન ફિલ્મોના દોરમાં પણ રોમાન્સને ફિલ્મી પડદે જીવતા રાખ્યા. કિંગ ખાનની ગણતરી સૌથી મોંઘા એક્ટર્સમાં થાય છે. તે કોઈ પણ ફિલ્મ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે. આવો જાણીએ કિંગ ખાનની કુલ સંપત્તિના માલિક છે અને તેમની કમાણીના સ્ત્રોત શું શું છે.

ઘણી ટીમોના માલિકી હક છે શાહરુખ પાસે

ઘણી ટીમોના માલિકી હક છે શાહરુખ પાસે

બોલિવુડના બાદશાહ એક્ટિંગ મામલે લાજવાબ તો છે જ સાથે જ બિઝનેસમાં પણ એટલા જ માહિક છે. શાહરુખ ખાન આઈપીએલની ટીમ કોલકત્તા નાઈટ રાઈડર્સના માલિક છે. આમાં તેમણે જૂહી ચાવલના પતિ જય મહેતા સાથે મળીને રોકાણ કર્યુ હતુ. તેમની પાસે ફ્રેન્ચાઈઝીના 55 ટકા સ્ટેક છે જેની કિંમત 575 કરોડ રૂપિયાથી વધુ છે. કેરેબિયન પ્રીમિયર લીગની ટીમ ટ્રીબાન્ગો નાઈટ રાઈડર્સ અને ટી20 ગ્લોબલ લીગની ટીમ કેપ ટાઉન નાઈટ રાઈડર્સનો પણ માલિકી હક તેમની પાસે છે.

મોટર સ્પોટીંગ લીગ

મોટર સ્પોટીંગ લીગ

આઈપીએલ સુપર સીરિઝમાં મુંબઈમાં ફ્રેન્ચાઈઝીમાં પણ તેમણે રોકાણ કર્યુ છે. શાહરુખ ખાનનુ પોતાનુ પ્રોડક્શન હાઉસ પણ છે જ્યં પ્રોડક્શન અને વીએફએક્સનુ કામ થાય છે. રેડ ચીલિઝ એન્ટરટેઈનમેન્ટનુ વાર્ષિક ટર્નઓવરની વાત કરીએ તો તે 500 કરોડથી વધુ છે. રેડ ચીલિઝની પહેલા તેમણે અમુક દોસ્તો અને જૂહી ચાવલા સાથે મળીને ડ્રીમ્સ અનલિમિટેડ નામથી એક કંપની પણ ખોલી હતી. જો કે તે સફળ ના થયુ. ત્યારબાદ તેમણે ટેકનોલોજીમાં રોકાણ કર્યુ.

4242 કરોડની સંપત્તિના માલક છે શાહરુખ

4242 કરોડની સંપત્તિના માલક છે શાહરુખ

54 વર્ષના શાહરુખની કુલ સંપત્તી વાત કરીએ તો વર્ષ 2017ની ફોર્બ્ઝના રિપોર્ટ મુજબ તેમની કુલ સંપત્તિ લગભગ 4200 કરોડ રૂપિયા હતી અને 2018માં તે સૌથી અમીર ભારતીય એક્ટર રહ્યા. અત્યારે તેમની કુલ સંપત્તિ લગભગ 4242 કરોડ બતાવવામાં આવી રહી છે. તે સ્ટેજ પર્ફોર્મન્સથી પણ સારી એ કમાણી કરે છે. કિંગ ખાન પાસે પોતાનુ પ્રાઈવેટ જેટ પણછે. લક્ઝરી કારો મામલે પણ તે કોઈનાથી પાછળ નથી. તેમની પાસે બીએમડબ્લ્યુ 6 અને 7 સીરિઝની કારો છે. તેમનીપોસે રોલ્સ રૉયસ ડ્રૉપહેડ કુપ અને બેંટલે કોન્ટીનેંટલ જીટી અને લેંડ ક્રૂઝર પણ છે.

કિંગ ખાન પાસે લક્ઝરી કારોની લાંબી લિસ્ટ

કિંગ ખાન પાસે લક્ઝરી કારોની લાંબી લિસ્ટ

આ ઉપરાંત ઑડી 6 અને બુગાટી વેરૉનના પણ કિંગ ખાન માલિક છે. બિઝનેસની કમાણીના કારણે તે ફોર્બ્ઝની લિસ્ટમાં શામેલ થતા રહે છે. કિંગ ખાનની દુબઈ અને લંડનમાં પણ પ્રોપર્ટી છે. માનવામાં આવી રહ્યુ છે કે તેમની સૌથી મોંઘી પ્રોપર્ટી મન્નત છે. વર્તમાન સમયમાં આ પ્રોપર્ટીની કિંમત 200 કરોડ રૂપિયાથી વધુ છે. કિંગ ખાન આ બંગલામાં 16-17 વર્ષથી રહે છે. શાહરુખ ઘણી કંપનીઓની બ્રાંડ એન્ડોર્સ કરવા માટે 10 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X