First Look: ઝીરો ફિલ્મમાં કેટરિના કૈફની પહેલી ઝલક, દમદાર
શાહરુખ ખાને કેટરિના કૈફના જન્મદિવસે તેમની આવનારી ફિલ્મ ઝીરો માં કેટરિના કૈફનો ફર્સ્ટ લૂક શેર કર્યો હતો.
શાહરુખ ખાને કેટરિના કૈફના જન્મદિવસે તેમની આવનારી ફિલ્મ ઝીરો માં કેટરિના કૈફનો ફર્સ્ટ લૂક શેર કર્યો હતો. આનંદ એલ રાયના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ 21 ડિસેમ્બર 2018 દરમિયાન રિલીઝ થશે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે ફિલ્મમાં કેટરિના કૈફની પહેલી ઝલક બિલકુલ શાનદાર છે. આ ફિલ્મમાં કેટરિના કૈફ એક ફિલ્મ અભિનેત્રીનો રોલ કરી રહી છે, જે માનસિક તણાવ થી પસાર થઇ રહી છે.
ઝીરોમાં શાહરુખ ખાન, કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા મુખ્ય રોલમાં હશે. અત્યારસુધીમાં ફિલ્મના બે ટીઝર રિલીઝ કરવામાં આવી ચુક્યા છે જેને લોકો ઘ્વારા ખુબ જ પસંદ કરવામાં આવ્યા છે. ઈદ સમયે ઝીરો ટીઝરમાં શાહરુખ ખાન અને સલમાન ખાન જોવા મળ્યા હતા. ત્યારપછી લોકોમાં ફિલ્મને લઈને ક્રેઝ વધી ચુક્યો છે.
આ વાતમાં કોઈ જ શંકા નથી કે કેટરિના કૈફ બોલિવૂડની સુપરસ્ટાર છે. કેટરિના કૈફની બોક્સઓફિસ સફર પર એક નજર ચોક્કસ કરો.

બ્લોકબસ્ટર ફિલ્મો
16 વર્ષમાં કેટરિના કૈફે 5 બ્લોકબસ્ટર અને 1 ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ આપી છે, જેમાં ધૂમ 3, એક થા ટાઈગર, રાજનીતિ, વેલકમ, પાર્ટનર અને ટાઈગર ઝિંદા હૈ ફિલ્મનો સમાવેશ થાય છે.

ફ્લોપ ફિલ્મો
16 વર્ષમાં કેટરિના કૈફે 4 ફ્લોપ ફિલ્મ અને 2 સુપરફ્લોપ ફિલ્મ આપી છે. જેમાં બાર બાર દેખો, યુવરાજ અને ફિતૂર જેવી ફિલ્મો આવે છે.

સૌથી વધારે કમાણી કરતી ફિલ્મ
ટાઈગર ઝિંદા હૈ ફિલ્મ કેટરિના કૈફના કરિયરની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ છે. આ ફિલ્મે 339 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મમાં કેટરિના કૈફના એક્શન સીનના ખુબ જ વખાણ થયા હતા.

સૌથી મોટી ફ્લોપ
સૌથી મોટી ફ્લોપ ફિલ્મ યુવરાજ હતી. આ મોટા બજેટની ફિલ્મે બોક્સઓફિસ પર માત્ર 17 કરોડ રૂપિયાની જ કમાણી કરી હતી. આ ફિલ્મમાં કેટરિના કૈફ અને સલમાન ખાનની જોડી હતી.

સક્સેસ રેસિયો
કેટરિના કૈફનો સક્સેસ રેસિયો લગભગ 62 ટકા જેટલો છે. કેટરિના કૈફની આવનારી ફિલ્મોનું લિસ્ટ જોતા આ સક્સેસ રેસિયો ઘણો આગળ વધી શકે છે.

આવનારી ફિલ્મો
વર્ષ 2018 દરમિયાન કેટરિના કૈફ આમિર ખાન સાથે ઠગ ઓફ હિન્દુસ્તાન અને શાહરુખ ખાન સાથે ઝીરો ફિલ્મમાં જોવા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
