18 વર્ષ- શાહરુખ ખાનનો 200 કરોડી બંગલો, Inside Pics જોઈને ચોંકી જશો
શાહરુખ ખાનના પ્રોપર્ટી ખરીદવાના શોખ વિશે તો સૌ કોઈ જાણે છે પરંતુ હાલમાં જ શાહરુખના મુંબઈવાળા બંગલા વિશે જે વાત સામે આવી છે તે ખરેખર ચોંકાવનારી છે.
બોલિવુડ સ્ટાર્સના મોંઘા મોંઘા શોખ વિશે તો ઘણી વાર સાંભળવા મળી જાય છે. કોઈની પાસે સૌથી મોંઘી કાર છે તો કોઈ પોષાક પર કરોડો-અબજો ખર્ચ કરી દે છે. વળી, હાલમાં બોલિવુડના કિંગ ખાન કંઈક આવા જ મામલા અંગે જબરદસ્ત સમાચારોમાં છે. શાહરુખ ખાનના પ્રોપર્ટી ખરીદવાના શોખ વિશે તો સૌ કોઈ જાણે છે પરંતુ હાલમાં જ શાહરુખના મુંબઈવાળા બંગલા વિશે જે વાત સામે આવી છે તે ખરેખર ચોંકાવનારી છે.
સમાચાર શાહરુખ ખાનના બંગલા મન્નત અંગે છે. હાલમાં જ આ બંગલો ત્યારે સમાચારોમાં આવી ગયો જ્યારે શાહરુખને પૂછવામાં આવ્યુ કે તેમની પાસે સૌથી મોંઘી વસ્તુ કઈ છે જેના જવાબમાં શાહરુખે કહ્યુ કે એ વસ્તુ મન્નત છે જેની કિંમત આજે 200 કરોજ છે. તમે જાણીને ચોંકી જશો કે 18 વર્ષ પહેલા જ્યારે શાહરુખે આ બંગલો ખરીદ્યો હતો ત્યારે તેની કિંમત માત્ર 13 કરોડ રૂપિયા હતી. શાહરુખે મન્નત 2001માં 13.32 કરોડમાં લીઝ પર ખરીદ્યો હતો. શાહરુખે 2001માં આ જગ્યાને લીઝ પર લેવા માટે વન ટાઈમ ઓક્યુપેસી ફીસ 8.3 કરોડ રૂપિયા આપ્યા હતા. ત્યારે આ વિલા વિએના કહેવામાં આવતુ હતુ.

256 કરોડ રૂપિયાની વાર્ષિક આવક
256 કરોડ રૂપિયાની વાર્ષિક આવક સાથે શાહરુખ દુનિયાના સૌથી અમીર અભિનેતાઓમાંના એક છે. 6000 સ્કેવર ફીટમાં ફેલાયેલા આ બંગલામાં દરેક સુવિધા છે. ભલે તે શાહરુખના જિમથી લઈ, બોક્સિંગ રિંગ, ઓફિસ, સ્વીમિંગ, એન્ટરટેઈનમેન્ટ એરિયા દરેકની વ્યવસ્થા શાહરુખે કરીને રાખી છે. આવો તમને બતાવીએ શાહરુખના ઘરના અંદરના ફોટા -

કિંગ ખાનની કિંગ સાઈઝ લાઈફ...
આ મન્નતની બહારનો ફોટો છે... તમે વિચારી શકો છો કે જો ઘર બહારથી આટલુ સુંદર છે તો અંદર તો દરેક એકવાર જોવા ઈચ્છશે.

ડ્રોઈંગ રૂમ
આ શાહરુખના ઘરનો ડ્રોઈંગ રૂમ છે.. કોઈ રૉયલ પેલેસથી ઓછો નથી લાગી રહ્યો.

બાલ્કની
બાલ્કની જોઈને સમજાય છે કે અબરામ, આર્યન, સુહાના દરેક જણ ખાસ પ્રસંગોએ પોતાની બાલ્કનીમાં જોવા મળે છે. કદાચ આ તેમની મન્નતની સૌથી પસંદગીવાળી જગ્યા હોય.

સ્વિમીંગ એરિયા
સ્વિમીંગ એરિયા પણ કોઈ રૉયલ પેલેસ કે ફાઈવ સ્ટાર હોટલથી કમ નથી.

બેડરૂમ
બેડરૂમ.. હા આ બેડરૂમ જ છે. આટલો સુંદર કે તમને પણ જોઈને એક પળ માટે ઉંઘ આવી જાય.

બેડરૂમ
બીજો એક બેડરૂમનો ફોટો.

બાથરૂમ
સૉરી શાહરુખ... પરંતુ થોડી વાર માટે તો અમે પણ કન્ફ્યુઝ થઈ ગયા કે શું સાચેમાં આ બાથરૂમ છે.

ઓફિસ
મન્નતની પોતાની ઓફિસમાં કામ કરતા શાહરુખ.

રૉયલ ફેમિલી
આખા પરિવાર સાથે મન્નતમાં શાહરુખ.

ફેન્સને મળતા
ઘરની બાલ્કનીમાંથી ફેન્સનું અભિવાદન કરતા શાહરુખ ખાન.

સુહાના-અબરામ
સુહાના, અબરામ સાથે બાલ્કનીમાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
