Historic Moment : અર્પિતાની સંગીત સેરેમનીમાં પહોંચ્યો કિંગ ખાન, દબંગને ભેંટ્યો...
નોંધનીય છે કે શાહરુખ અને સલમાનની દૂરીઓ તથા નિકટતાઓ છેલ્લા ઘણા વર્ષોથી હૅડલાઇન્સ બનતી રહી છે, પણ સલમાનના બહેન અર્પિતા ખાનના લગ્નમાં શાહરુખ એવી તમામ દિવાળો તોડતા નજરે પડ્યાં. અર્પિતા ખાનની હલ્દી-સંગીત સેરેમનીમાં બૉલીવુડના આ બે દિગ્ગજ ફરી એક વાર નજીક આવ્યાં.
શાહરુખે અર્પિતાના લગ્નમાં સામેલ થવા અંગે અગાઉ જ કહી દીધુ હતું - મેં અર્પિતાને ખોળે રમાડી છે અને હું લગ્નમાં ચોક્કસ જઇશ.
નોંધનીય છે કે અર્પિતા ખાન અને આયુષ શર્મા લગ્નગ્રંથિથી બંધાવા જઈ રહ્યા છે. 18મી નવેમ્બરે આ લગ્ન છે. હલ્દી અને સંગીત સેરેમનીમાં શાહરુખે સલમાનને ગળે લગાડી અને તસવીર પણ પડાવી. આ કાર્યક્રમોમાં અમૃતા અરોરા પણ દેખાયાં. લગ્ન હૈદરાબાદ ખાતેની હોટેલ તાજ ફલકનુમામાં યોજાવાના છે.
ચાલો જોઇએ અર્પિતાની સંગીત સેરેમનીની તસવીરો :

ઝળહળતું ઘર
અર્પિતાના લગ્નને લઈને સલમાન ખાનનું ઘર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે.

સંગીત સેરેમની
ગઈકાલે અર્પિતાના લગ્ન પહેલા સંગીત સેરેમની યોજાઈ હતી કે જેમાં અનેક મહેમાનો હાજર રહ્યા હતાં.

સૌથી ખાસ મહેમાન
સંગીત સેરેમનીમાં સૌથી ખાસ મહેમાન હતાં શાહરુખ ખાન. સલમાન-શાહરુખને એક સાથ જોવાની આ ઐતિહાસિક પળ હતી.

પ્યારી બહનિયા
બે ભાઇઓ વચ્ચે અર્પિતા ખાન. આ લાગણીસભર તસવીર પણ બૉલીવુડની ઐતિહાસિક પળ ગણાશે.

વીજે રોહિત
સંગીત સેરેમનીમાં વીજે રોહિત અને અન્ય મિત્રોએ પણ મસ્તી કરી હતી.












Click it and Unblock the Notifications
