Pics : અભિનય સમ્રાટ, બિગ બી અને કિંગ ખાન એક સાથે
મુંબઈ, 11 એપ્રિલ : મુંબઈના બાંદ્રા ખાતે આવેલ ઓસ્કોબારમાં ગઈકાલે સાંજે દરેકની આંખો સ્ટેજ ઉપર ચોંટી રહી ગઈ કે જ્યારે બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાન સ્ટેજ ઉપર આવ્યાં. પ્રસંગ હતું સિનેમાના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યે ફિલ્મફૅર મૅગેઝીનના કવર પેજની લૉન્ચિંગનું. ફિલ્મફૅર મૅગેઝીનના કલેક્ટર્સ એડિશન કવર પેજ ઉપર સિનેમાના 100 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન અને દિલીપ કુમારની તસવીરો પ્રસિદ્ધ કરવામાં આવી છે.
આ પ્રસંગે શાહરુખાને કવર પેજ લૉન્ચ કર્યો આને સાથે જ કવર પેજના ફોટોશૂટ દરમિયાન દિલીપ કુમાર તથા અમિતાભ બચ્ચન સાથે ગાળેલી ક્ષણો પણ શૅર કરી. ફિલ્મફૅર મૅગેઝીનના આ એડિશનમાં ભારતીય સિનેમાના અત્યાર સુધીના 10 વર્ષોમાં સૌથી વધુ ફેમસ થયેલ ડાયલૉગ, ફિલ્મો અને સ્ટાર્સ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે.
શાહરુખ ખાને આ ફોટોશૂટ દરમિયાન જણાવ્યું - જ્યારે દિલીપ સાહેબના ઘરે ફોટોશૂટ થઈ રહ્યુ હતું, ત્યારે સાયરાજી તથા દિલીપ સાહેબ અને અમિતાભ સાથે ઊભું રહેવું મારા માટે ખૂબ જ ગૌરવની બાબત હતી. મને ખૂબ જ ખુશી થઈ રહી છે આ કવર પેજ લૉન્ચ કરતાં. પછી શાહરુખ ખાને પોતાની દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મનો ડાયલૉગ કહી સંભળાવ્યો - બડ઼ે-બડ઼ે દેશોં મેં ઐસી છોટી-છોટી બાતેં હોતી રહતી હૈં સેન્યોરીટા.
આ મૅગેઝીનમાં શાહરુખ ખાન તથા મલાઇકા અરોરા ખાનના ફેમસ આયટમ સૉંગ ચલ છંઇયા છંઇયા... નો પણ ટૉપના ડાંસ નંબર્સમાં સમાવેશ કરાયો છે. તેમણે જણાવ્યું કે તેમણે દિલ સે ફિલ્મ ખૂબ જ દિલથી બનાવી હતી, પણ અફસોસ કે તે ચાલી નહીં.
આવો જોઇએ ફિલ્મફૅર કવર પેજ લૉન્ચિંગની તસવીરી ઝલક.

મારી ફિલ્મોની પણ રીમેક બનવી જોઇએ
અત્યાર સુધી દિલીપ કુમારની દેવદાસ તથા અમિતાભ બચ્ચનની ડૉનની રીમેકમાં કામ કરી ચુકેલાં શાહરુખ ખાન ઇચ્છે છે કે તેમની ફિલ્મોની પણ રીમેક બનવી જોઇએ. તેઓ પણ તેમનું પાત્ર કોઇક બીજા દ્વારા ભજવાતાં જોવા માંગે છે.

અમિતાભને હર્ટ કરવા નહોતા માંગતાં શાહરુખ
શાહરુખે પોતાનું એક સંસ્મરણ તાજું કરતાં જણાવ્યું કે ફિલ્મફૅરે તેમને સૌપ્રથમ તક આપી હતી કે તેઓ અમિતાભ બચ્ચન સાથે એક ફોટોશૂટ કરાવે. એક ફોટો માટે પોઝ આપતી વખતે તેમને અમિતાભ બચ્ચનના ખભા ઉપર હાથ મૂકવાનું હતું, ત્યારે તેમને એ વાતનો ડર હતો કે ક્યાંક તેઓ અમિતાભને હર્ટ ન કરી બેશે. તેથી જ તેઓ ખૂબ સંભાળીને અમિતાભના ખભે હાથ મૂકતાં હતાં.

યાદ આવી ગઈ સેન્યોરીટા
શાહરુખ ખાનના ફેમસ ડાયલૉગ બડ઼ે-બડ઼ે દેશોં મેં છોટી-છોટી બાતેં હોતી રહતી હૈં સેન્યોરીટા... આ પ્રસંગે શાહરુખને પોતાનો આ ડાયલૉગ યાદ આવી ગયો. આ ડાયલૉગ તેમણે બોલી સંભળાવ્યો. મૅગેઝીનમાં આ ડાયલૉગનો સમાવેશ કરાયો છે.

દિલીપ કુમારે કહ્યું - ખાવ અને જાવ
શાહરુખ ખાને દિલીપ કુમાર સાથેના ફોટોશૂટ અંગે જણાવ્યું - જ્યારે તેઓ દિલીપ કમારના ઘરે ગયાં, તો ત્યાં તેમણે ફોટોશૂટ બાદ દિલીપ કમારે જણાવ્યું - ખાવ અને જાવ. આ પ્રસંગ વર્ણવતા શાહરુખના હોઠે સ્મિત આવી ગયું. તેમણે જણાવ્યું કે દિલીપ સાહેબ સાથે ક્ષણો ગાળી તેઓ ગૌરવ અનુભવે છે.

પોતાની હીરોઇનોને મિસ કરતાં શાહરુખ
શાહરુખ ખાને એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે તેઓ પોતાની હીરોઇનોને મિસ કરે છે. તેઓ પોતાની દરેક ફિલ્મની અભિનેત્રીનું સન્માન કરે છે અને આજે પણ તેમને યાદ કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
