અંદાઝ અપના અપનાની સિક્વલમાં રણબીર-શાહિદ
મુંબઈ, 5 સપ્ટેમ્બર : રાજકુમાર સંતોષી અંદાઝ અપના અપના ફિલ્મની સિક્વલ બનાવવાનાં છે. આમિર ખાન અને સલમાન ખાનની આ સુપરહિટ કૉમેડી ફિલ્મની સિક્વલમાં હવે રણબીર કપૂર તથા શાહિદ કપૂર લોકોને હસાવતાં નજરે પડી શકે છે.

રાજકુમાર સંતોષીએ અંદાઝ અપના અપના ફિલ્મની સિક્વલ બનાવવાની જાહેરાત કરી દીધી છે. જોકે તેમણે આ અંગે શાહિદ અને રણબીર સાથે હાલ વાતચીત નથી કરી, પણ તેમને પુરતો વિશ્વાસ છે કે બંને સિતારાઓ તેમની વાતનો ઇનકાર નહીં કરે. રાજકુમાર સંતોષી શાહિદ કપૂર સાથે તો હાલમાં ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મ કરી જ રહ્યાં છે કે જેમાં ઇલિયાના ડિક્રૂઝી અભિનેત્રી છે. ફિલ્મ 20મી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.
દરમિયાન રાજકુમાર સંતોષીએ અંદાઝ અપના અપનાની સિક્વલ બનાવવાની જાહેરાત કરી છે. સંતોષીએ જણાવ્યું કે ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મ લોકોને ગમશે અને આ ફિલ્મ બાદ તેઓ અંદાજ અપના અપનાની સિક્વલ બનાવવાની તૈયારી શરૂ કરશે. ફિલ્મમાં સલમાન ખાન તથા આમિર ખાનના સ્થાને શાહિદ કપૂર અને રણબીર કપૂર હશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
