મીરાની ઉંમર વિશે શાહીદે કહ્યુ, મા બનતી વખતે પોતે જ પોતાના બાળપણમાંથી નીકળી રહી હતી
બોલિવુડ અભિનેતા શાહિદ કપૂરે કહ્યુ છે કે મીરાએ લગ્ન બાદ પોતાના સપનાઓને બાજુએ મૂકી પરિવાર માટે વધુ સમય આપ્યો.
બોલિવુડ અભિનેતા શાહિદ કપૂરે કહ્યુ છે કે મીરાએ લગ્ન બાદ પોતાના સપનાઓને બાજુએ મૂકી પરિવાર માટે વધુ સમય આપ્યો. શાહિદે કહ્યુ કે બહુ નાની ઉંમરમાં મીરાના લગ્ન થયા પરંતુ જે રીતે તેણે બધુ સંભાળ્યુ તે કમાલનુ છે. એક ઈન્ટરવ્યુમાં શાહિદ કપૂરે પોતાના કરિયર, પર્સનલ લાઈફ અને મીરા સાથે ઉંમર વિશે વાત કરી.

લગ્ન સમયે મીરાનુ પણ બાળપણ જ હતુ
ફિલ્મફેર સાથે ઈન્ટરવ્યુમાં શાહિદે મીરા વિશે કહ્યુ, મીરાના જ્યારે લગ્ન થયા તેમની ઉંમર નાની હતી. તેમને બે બાળકો ત્યારે થઈ ગયા હતા જ્યારે તે પોતે જ બાળપણમાંથી નીકળી રહી હતી. તેમના પણ સપના હતા પરંતુ તેમણે એ બધાને અલગ મૂકી દીધા. અમારી વચ્ચે 13 વર્ષનો તફાવત પણ છે, તેમણે દરેક વસ્તુને સમજી.

મીરા પણ કરતી રહી છે ઉંમરના તફાવત પર વાત
હાલમાં જ મીરા રાજપૂતે પણ શાહિદ અને તેમના અલગ અલગ બેકગ્રાઉન્ડ અને ઉંમરના તફાવત વિશે વાત કરી હતી. મીરાનુ કહેવુ છે કે અલગ અલગ બેકગ્રાઉન્ડ તેમના લગ્ન માટે ક્યારેય પડકારની જેમ નથી આવ્યુ. વળી, ઉંમરના તફાવત પર તેમણે કહ્યુ એ તો સારુ જ રહ્યુ મારા માટે. મને શાહિદના અનુભવમાંથી ફાયદો મળે છે.

2015માં કર્યા હતા લગ્ન
શાહિદ અને મીરાએ 2015માં લગ્ન કર્યા હતા. એ વખતે મીરા 21 વર્ષની હતી અને તેમણે દિલ્લી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યુ જ હતુ. શાહિદ તેમનાથી 13 વર્ષ મોટા છે. શાહિદ અને મીરા બંને એકબીજાને બહુ જાણતા નહોતા. આ એક અરેન્જ મેરેજ જ હતા. લગ્નના ચાર વર્ષમાં બંનેના બે બાળકો મીશા અને જૈન છે.












Click it and Unblock the Notifications
