Aryan Khan Row: આર્યન ખાન NCBની પૂછપરછમાં ઘણી વાર રોઈ પડ્યો, કહ્યુ - 4 વર્ષથી ડ્રગ્ઝ લઉ છુ પરંતુ...
આર્યન ખાનને લઈને ઘણી વાતો સામે આવી રહી છે. સમાચાર મુજબ એનસીબીની પૂછપરછ દરમિયાન આર્યન ખાન ઘણી વાર રોઈ પડ્યો
નવી દિલ્લીઃ બૉલિવુડના બાદશાહ કહેવાતા અભિનેતા શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન હાલમાં એનસીબીની કસ્ટડીમાં છે. શનિવારે મોડી રાતે ગોવા જઈ રહેલ ક્રૂઝ લાઈનર પર રેડ બાદ એનસીબીની ટીમે ઘણા લોકોને ડ્રગ્ઝના ઉપયોગના આરોપમાં પકડ્યા છે જેમાં આર્યન ખાન પણ શામેલ હતો. ત્યારબાદથી સતત શાહરુખ ખાન અને આર્યન ખાન ચર્ચામાં છે.

પૂછપરછ દરમિયાન આર્યન ખાન ઘણી વાર રોઈ પડ્યો
આર્યન ખાનને લઈને ઘણી વાતો સામે આવી રહી છે. ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ એનસીબીની પૂછપરછ દરમિયાન આર્યન ખાન ઘણી વાર રોઈ પડ્યો અને તેણે એ વાત સ્વીકારી છે કે તે છેલ્લા 4 વર્ષથી ડ્રગ્ઝનુ સેવન કરી રહ્યો છે. જો કે તે શોખ માટે આનુ સેવન કરે છે પરંતુ ક્રૂઝમાં થનાર પાર્ટીમાં આ રીતનુ કંઈ થવાનુ હતુ એ વિશે તેને કોઈ માહિતી નહોતી. તેને પાર્ટીમાં ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યો હતો.

આર્યન પાસેથી ડ્રગ્ઝ નથી મળ્યુ પરંતુ..
આ વાત તેમના વકીલ સતીષ માનશિંદે તરફથી કહેવામાં આવી રહી છે કે આર્યન પાર્ટીમાં ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા હતા, માટે પાર્ટીમાં જે કંઈ પણ મળ્યુ છે તેના વિશે કોઈ માહિતી નથી. વેબસાઈટની સમાચાર મુજબ આર્યન પાસેથી ડ્રગ્ઝ તો મળ્યુ નથી પરંતુ તેમના દોસ્ત અરબાઝ મર્ચન્ટ જેમની સાથે તે ક્રૂઝના રૂમમાં હતા, તેમના મોજામાંથી ચરસ મળી આવ્યુ છે.

શું તેમના ઘરવાળાને આ વિશે કોઈ માહિતી છે?
જો કે બંનેમાંથી કોઈ એ નથી જણાવ્યુ કે જો તે છેલ્લા ચાર વર્ષથી ડ્રગ્ઝનુ સેવન કરે છે તો તેને આ કોણ લાવીને આપે છે? અને શું તેમના ઘરવાળાને આ વિશે કોઈ માહિતી છે? જો કે એક રાહતની વાત આર્યન માટે એ સામે આવી રહ્યુ છે કે એનસીબી રિમાન્ડની માંગ નહિ કરે. આજે આર્યનના જામીન માટે સતીશ માનશિંદે અપીલ કરશે. જો એનસીબી રિમાન્ડ નહિ માંગે તો બની શકે છે કે આર્યનને આજે જામીન મળી શકે છે.

આર્યન પર ડ્રગ્ઝના સેવન અને ખરીદ-વેચાણનો આરોપ
એનસીબીએ આર્યન પર ડ્રગ્ઝના સેવન તેમજ ખરીદ-આરોપ લગાવ્યો છે. તેમની પાસે દોઢ લાખથી વધુ કેશ પણ મળી છે. વળી, તેનો મોબાઈલ ફોન પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે. ખુફિયા તંત્રો પાસેથી મળેલી માહિતી પર એનસીબીના અધિકારી ખુદ મહેમાન તરીકે ક્રૂઝની પાર્ટીમાં શામેલ થયા હતા અને પછી તેમણે રંગે હાથ લોકોને પકડ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
