સારા અલી ખાને કેટરિના કૈફ જેવો જ નેટ ડ્રેસ પહેર્યો, જુઓ બન્નેમાંથી કોણ દેખાય છે વધુ ખૂબસૂરત?

સારા અલી ખાન આજના યુગની ટોચની ઉભરતી બોલીવુડ અભિનેત્રી છે. તેની તસવીરો આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. સારા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

સારા અલી ખાન આજના યુગની ટોચની ઉભરતી બોલીવુડ અભિનેત્રી છે. તેની તસવીરો આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. સારા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. આ વખતે તેણે ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. તેણે નેટેડ ફુલ સ્લીવ ટોપ અને સ્કર્ટ પહેર્યું છે. તેના ચહેરા પર સૂર્યપ્રકાશ પડી રહ્યો છે અને તે અલગ-અલગ પોઝ આપી રહી છે. તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને ન્યૂડ મેકઅપ કર્યો છે. સારાએ પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે પીચ કલરની લિપસ્ટિક લગાવી છે.

સારાનું કેપ્શન ખાસ છે

સારાનું કેપ્શન ખાસ છે

સારાના ફેન્સ જાણે છે કે, તે કવિતા કરતી વખતે ઘણીવાર વીડિયો પોસ્ટ કરે છે. ફોટો સાથે એમણે લખેલી પંક્તિઓ પણ એ જ રીતે તાલબદ્ધ હોય છે. તેની કાકી સબા પટૌડીએ સારાની તસવીરો પર કોમેન્ટ કરી છે..હોટી, માશાલ્લાહ.

કેટરિના કૈફ સાથે સરખામણી

ઘણી વખત જોવા મળે છે કે ઘણી અભિનેત્રીઓના ડ્રેસ એકબીજા સાથે મેચ થતા હોય છે. સારા પહેલા આવો જ ડ્રેસ કેટરીના કૈફે પણ પહેર્યો હતો. કેટરિના જાળીદાર સફેદ ટોપ પહેરીને પોઝ આપી રહી છે. સારાનો ફોટો આવતાની સાથે જ તેની સરખામણી કેટરિના કૈફ સાથે કરવામાં આવી હતી અને યુઝર્સ કહેવા લાગ્યા હતા કે બંનેમાંથી કોણ વધુ સુંદર લાગી રહ્યું છે. હવે આ ફોટો જોઈને તમે જ નક્કી કરો કે આ સફેદ ડ્રેસ માટે કઈ અભિનેત્રી વધુ યોગ્ય છે.

શૂટિંગમાં વ્યસ્ત

વર્ક ફ્રન્ટ પર સારા અલી ખાનની 'અતરંગી રે' તાજેતરમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં સારા અલી ખાન સાથે અક્ષય કુમાર અને ધનુષ મુખ્ય ભૂમિકામાં છે. અભિનેત્રી હાલમાં ઈન્દોરમાં વિકી કૌશલ સાથે ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X