સારા અલી ખાન વિજય દેવરકોંડાને કરવા માંગે છે ડેટ, એક્ટરે આપ્યો આ જવાબ, જુઓ Video
સારા અલી ખાને કરણ જોહરના શોમાં ખુલાસો કર્યો હતો કે અભિનેતા વિજય દેવેરાકોંડા તેનો ક્રશ છે જેને તે ડેટ કરવા માંગે છે. એક્ટરે આપ્યો આ જવાબ.
મુંબઈઃ કૉફી વિથ કરણ સીઝન 7 હાલમાં સમાચારોમાં છે. આ શોનુ નવુ ટીઝર રિલીઝ કરવામાં આવ્યુ છે જેમાં બે સુંદર અભિનેત્રીઓ કૉફી કોચ પર જોવા મળશે જેઓ ખૂબ સારા મિત્રો પણ છે. આ અભિનેત્રીની જોડી છે સારા અલી ખાન અને જ્હાન્વી કપૂર. સારા અલી ખાને કરણ જોહરના શોમાં ખુલાસો કર્યો હતો કે અભિનેતા વિજય દેવેરાકોંડા તેનો ક્રશ છે જેને તે ડેટ કરવા માંગે છે. વીડિયો વાયરલ થયા પછી હવે સાઉથના આ હેન્ડસમ એક્ટર વિજય દેવેરાકોંડાએ સારા અલી ખાનને ક્યૂટ જવાબ આપ્યો છે.

સારા અલી ખાનનો ક્રશ છે વિજય દેવરકોંડા
કૉફી વિથ કરણના નવા શૉના ટીઝરમાં રિલીઝ કરવામાં આવ્યુ હતુ. જેમાં સારા અલી ખાન તેલુગુ સ્ટાર વિજય દેવેરાકોંડા પર તેને ક્રશ હોવાનુ કબૂલે છે. તમને જણાવી દઈએ કે જ્યારે સારાને હોસ્ટ કરણ જોહર દ્વારા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી તે જે છોકરાને ડેટ કરવા ઈચ્છે છે તેનુ નામ પૂછવામાં આવ્યુ ત્યારે સારાએ વિજયનુ નામ લીધુ.

દેવરકોંડાએ સારાને આપ્યો ક્યુટ જવાબ
કૉફી વિથ કરણના શોનો પ્રોમો વીડિયો સામે આવ્યા બાદ દેવેરાકોંડાએ મંગળવારે સાંજે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર જવાબ આપ્યો. તેણે સારા માટે એક સુંદર નોંધ લખી, જેમાં લખ્યુ હતુ, 'તમે મને જે રીતે બોલાવો છો, દેવેરાકોંડા એ સૌથી સ્વીટ છે. તમને એક મોટુ હગ અને ઘણો બધો પ્રેમ.'

કૉફી વિથ કરણની ગઈ સિઝનમાં સારાનો ક્રશ આ એક્ટર હતો
કૉફી વિથ કરણની ગઈ સીઝનમાં સારા અલી ખાન તેના અભિનેતા પિતા સૈફ અલી ખાન સાથે આવી હતી. તે સમયે તેણે કાર્તિક આર્યન પર તેના ક્રશનો ખુલાસો કર્યો હતો. બંનેએ થોડો સમય ડેટ પણ કર્યુ હતુ અને બાદમાં બંનેનુ બ્રેકઅપ થઈ ગયુ હતુ.

શું તુ વિજયને પસંદ કરે છે?
આ વખતે જ્યારે શોમાં કરણ જોહરે પૂછ્યુ હતુ કે, 'સારા, મને એવા વ્યક્તિનુ નામ જણાવો જે તમને લાગે છે કે તમે ડેટ કરવા માગો છો? પહેલા સારા કહે છે, 'ના ના, ના,' અને પછી વિરામ પછી વિજય દેવેરાકોંડાનુ નામ લે છે જાન્હવી કપૂર જોરથી હસે છે. કરણ પછી કહે છે કે જ્હાન્વી હાલમાં વિજય દેવેરાકોંડા સાથે જોવા મળી છે. જેના પર સારા જાહ્નવી તરફ વળે છે અને પૂછે છે, 'શું તને વિજય ગમે છે?'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
