સારા અલી ખાન અને આદિત્ય રૉય કપૂરે રોમેન્ટીક અંદાજમાં કર્યુ રેમ્પ વૉક, વીડિયો વાયરલ
Sara Ali Khan and Aditya Roy Kapoor: બૉલિવુડ સ્ટાર્સ આજકાલ એક પછી એક ફેશન શોમાં રેમ્પ વૉક કરતા જોવા મળી રહ્યા છે. આલિયા ભટ્ટ, રણવીર સિંહ, રણબીર કપૂર, દિશા પટણી અને જાહ્નવી કપૂર પછી હવે સારા અલી ખાન અને આદિત્ય રૉય કપૂરે એકસાથે રેમ્પ વૉક કર્યું છે.
સોશિયલ મીડિયા પર બંનેને એકસાથે ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. અભિનેતા આદિત્ય રૉય કપૂર અને સારા અલી ખાન સોમવારે સાંજે દિલ્હીમાં ઈન્ડિયા કોચર વીકમાં ફેશન ડિઝાઈનર શાંતનુ અને નિખિલના ફેશન શો માટે શો સ્ટોપર્સ બન્યા.

આ ફેશન શોમાં બંનેએ નવી સ્ટાઈલમાં પોઝ આપીને પોતાની સુંદરતાનો પરિચય આપ્યો હતો. આ કાર્યક્રમની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.
સારા અને આદિત્ય બંનેએ અદભૂત શૈલીમાં રેમ્પ પર વૉક કર્યું, દેખાવ વિશે વાત કરીએ તો સારાએ ઇવેન્ટ માટે પીચ અને સિલ્વર રંગનો લહેંગો પહેર્યો હતો. જ્યારે આદિત્ય રૉય કપૂર બેજ શેરવાની અને ક્રીમ પેન્ટમાં જોવા મળ્યો હતો. ફેન્સ બંનેના લુકના વખાણ કરી રહ્યા છે.
ઇન્સ્ટાગ્રામ પર સામે આવેલા વીડિયો પર પ્રતિક્રિયા આપતા, એક ચાહકે લખ્યું, "તેઓ એકસાથે ઘણા સારા લાગે છે." એક કોમેન્ટમાં લખ્યું હતું કે, "તમામ અફવાઓ અને ગપસપ પછી, હું અનન્યા અને આદિત્યને એકસાથે રેમ્પ પર ચાલતા જોવા ઈચ્છું છું." એક ઇન્સ્ટાગ્રામ યુઝરે કહ્યું, "ઓહ માય ગોડ, આ કપલ બહુ હૉટ છે."
બૉલિવુડ અભિનેત્રી સારા અલી ખાન અનુરાગ બાસુની 'મેટ્રો ઇન દિનો'માં આગામી સમયમાં જોવા મળશે, જે સમકાલીન સમયમાં આધારિત માનવીય સંબંધોની કડવી વાર્તાઓ દર્શાવશે.
આ ફિલ્મમાં સારા સાથે આદિત્ય રૉય કપૂર, કોંકણા સેન શર્મા, પંકજ ત્રિપાઠી, ફાતિમા સના શેખ, અનુપમ ખેર, અલી ફઝલ અને નીના ગુપ્તા પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ઉપરાંત સારા 'એ વતન મેરે વતન'માં પણ જોવા મળશે. સાથે જ આદિત્ય પાસે બીજા ઘણા મોટા પ્રોજેક્ટ પણ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
