Pics : ચહેરા ઉપરથી ગાયબ છે પોલીસગિરી!
મુંબઈ, 29 માર્ચ : પોતાના વાયદા પ્રમાણે બૉલીવુડ અભિનેતા સંજય દત્ત ગઈકાલે કમાલિસ્તાન સ્ટુડિયો પહોંચ્યા ફિલ્મ પોલીસગિરીના સેટ ઉપર. સંજય દત્તે ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે.
સુપ્રીમ કોર્ટે સંજય દત્તને મુંબઈ બૉમ્બ ધડાકા કેસમાં આર્મ્સ એક્ટ હેઠળ 5 વરસની સજા ફરમાવી છે અને તેમને 4 અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ કર્યો છે. આ મુદ્દત 18મી એપ્રિલે પૂર્ણ થતા અગાઉ સંજય દત્તે પોતાની અધૂરી ફિલ્મોનું શૂટિંગ ખતમ કરવાનો વાયદો કર્યો હતો.
સંજય દત્તે શૂટિંગની શરુઆત ગઈકાલથી કરી. તેઓ ઘરેથી નિકળ્યાં અને કમાલિસ્તાન સ્ટુડિયો પહોંચ્યાં. ત્યાં તેમણે પોલીસગિરી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું, પરંતુ તેમના ચહેરા ઉપરથી વાસ્તવિક પોલીસગિરી લગભગ ઉડી ચુકેલી દેખાઈ. પોલીસગિરી ફિલ્મની જૂની તસવીરોમાં સંજય દત્તના ચહેરા પર જે પોલીસગિરી દેખાઈ આવતી હતી, તે ગઈકાલના શૂટિંગ દરમિયાન જણાતી નહોતી. એવું લાગતું હતું જાણે સંજય દત્ત ઉપર સવાર થયેલ ગમનો બોઝો તેમના કાર્ય ઉપર પણ અસર નાંખી રહ્યું હતું.
આવો પોલીસગિરીના સેટ ઉપર પહોંચેલા સંજય દત્તને જોઇએ તસવીરોમાં.

ચહેરા ઉપરથી ગાયબ પોલીસગિરી
પોલીસગિરી ફિલ્મની આ તસવીર છે ત્યારની કે જ્યારે સંજય દત્ત અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો નહોતો. સંજયના ચહેરા ઉપર એક પોલીસ ઑફિસર તરીકેનો રુઆબ સ્પષ્ટ દેખાઈ આવે છે.

ચહેરા ઉપરથી ગાયબ પોલીસગિરી
આ તસવીર છે ગઈકાલની. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગઈકાલે સંજય દત્ત પોલીસગિરીના શૂટિંગ માટે કમાલિસ્તાન સ્ટુડિયો પહોંચ્યા. તેમના ચહેરા ઉપર પોલીસગિરીનો રંગ ઉડેલો સ્પષ્ટ દેખાય છે.

ચહેરા ઉપરથી ગાયબ પોલીસગિરી
શક્ય છે કે સંજય દત્તને જેલ જવાનો ભય નહીં હોય, પણ એનો ભાર તો જરૂર તેમના ચહેરા ઉપર વર્તાઈ આવે છે.

ચહેરા ઉપરથી ગાયબ પોલીસગિરી
સંજય દત્ત સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગઈકાલે પહેલી વાર મીડિયા સામે આવી લાગણીશીલ બની ગયા હતાં અને આ લાગણીઓ તેમના ચહેરા પર કમાલિસ્તાન સ્ટુડિયો પહોંચ્યા બાદ પણ દેખાતી હતી.

ચહેરા ઉપરથી ગાયબ પોલીસગિરી
પોલીસગિરીના શૂટિંગ દરમિયાન સંજય દત્ત. તેમને જોઈને લાગે છે કે જાણે તેઓ પોલીસગિરી કરતાં-કરતાં પોતાના ભાવિ દિવસો યાદ કરી ઉદાસ થઈ ગયાં હોય.

ચહેરા ઉપરથી ગાયબ પોલીસગિરી
હજી ઝાઝા દિવસો નથી થયાં કે જ્યારે સંજય દત્ત આજ પોલીસગિરીના સેટ ઉપર ખુશખુશાલ જણાતા હતાં. સાઉથના સુપર સ્ટાર રજનીકાંતે પણ સેટ ઉપર પહોંચી સંજય દત્ત સાથે મુલાકાત કરી હતી.

ચહેરા ઉપરથી ગાયબ પોલીસગિરી
હજી ઝાઝા દિવસો નથી થયાં કે જ્યારે સંજય દત્ત આજ પોલીસગિરીના સેટ ઉપર ખુશખુશાલ જણાતા હતાં. સાઉથના સુપર સ્ટાર રજનીકાંતે પણ સેટ ઉપર પહોંચી સંજય દત્ત સાથે મુલાકાત કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
