સલમાનના સમ્પર્કમાં નહોતી, શબ સાથે કમબૅક : સંગીતા બિજલાણી
મુંબઈ, 9 મે : ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા અને અભિનેત્રી સંગીતા બિજલાણી બૉલીવુડમાં કમબૅક માટે તૈયાર છે. લગભગ બે દાયકાઓ સુધી બૉલીવુડના ગ્લૅમર જગતથી દૂર રહેલા સંગીતા શબ ફિલ્મ સાથે બૉલીવુડ જગતમાં કમબૅક કરી રહ્યાં છે. તેઓ પોતાની નવી ઇનિંગને લઈને ઉત્સાહિત છે અને કહે છે કે તેઓ એક ન્યુકમર એક્ટ્રેસ જેવું અનુભવી રહ્યાં છે.
સંગીતા બિજલાણી છેલ્લે 1996માં આવેલી એક હિન્દી ફિલ્મમાં દેખાયા હતાં. હવે તેઓ ઓનિરની ફિલ્મ શબ સાથે બૉલીવુડમાં પાછા ફરી રહ્યાં છે. 1980માં મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતનાર સંગીતા બિજલાણીએ અનેક સારી ફિલ્મો આપી હતી. જોકે તેઓને બૉલીવુડમાં અપેક્ષિત સફળતા નહોતી મળી. સંગીતા બિજલાણી બૉલીવુડમાં ફિલ્મો માટે ઓછા, પણ અફૅર માટે વધુ જાણીતા રહ્યા હતાં. ખાસ તો સંગીતા બિજલાણી અને સલમાન ખાન વચ્ચેનું અફૅર જોરદાર ચર્ચામાં હતું. જોકે સંગીતાએ પછી ક્રિકેટર મહોમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન કરી લીધા હતાં.
ચાલો તસવીરો સાથે જોઇએ સંગીતા બિજલાણીએ આપેલા સાક્ષાત્કારના કેટલાંક અંશો :

કઈ બાબત પાછી લઈ આવી?
પ્રશ્ન - 19 વર્ષોના વનવાસ બાદ એવી કઈ બાબત આપને ફિલ્મોમાં પાછી લઈ આવી?

આ નક્કી નહોતું
સંગીતા - આ નક્કી નહોતું. એવું નહોતું કે મને કોઈ ફિલ્મ નહોતી મળતી. મને થોડાક સમય અગાઉ સુધી ફિલ્મોની ઑફરો મળતી રહી. હું આ અંગે નક્કી નહોતુ કર્યું કે હું ફિલ્મોમાં ફરીથી અભિનય કરવા માંગુ છું.

કૅમેરા સામે અસહજ?
પ્રશ્ન - ફરીથી કૅમેરા સામે આવવાનો વિચાર આપને અસહજ કરે છે?

સહજ રહી છું
સંગીતા - નહીં, જરાય નહીં. હું કાયમ કૅમેરા સામે ખૂબ જ સહજ રહી છું.

શબની કઈ બાબતે આકર્ષી?
પ્રશ્ન - શબની કઈ બાબતે આપને આકર્ષી?

સ્ક્રિપ્ટ મોહી ગઈ
સંગીતા - હું ઓનિરને ડોઢ વર્ષ અગાઉ પોતાની બહેનપણી અનીતા ડોગરાના ફૅશન શોમાં મળી હતી. તેઓ મને પૂછતા રહ્યાં કે હું ફિલ્મોમાં કમબૅક કેમ નથી કરતી? અમે એક જ વયવર્ગના છીએ અને તેઓ મને ફિલ્મોમાં કમબૅક કરવા કહેતા રહ્યાં. પછી તેઓ શબની સ્ક્રિપ્ટ લઈને આવ્યાં. તેમણે મને માત્ર સ્ક્રિપ્ટ વાંચી જવા કહ્યું. મેં સ્ક્રિપ્ટ વાંચી અને હું મોહી ગઈ.

બનાવો બનાવે છે બહેતર?
પ્રશ્ન - આપના જીવનમાં ઘણુ બધુ બન્યું છે. શું આ બનાવો જ આપને એક બહેતર અભિનેત્રી બનાવે છે?

સફર સુંદર રહી
સંગીતા-આપ દરરોજ વધો છો. આપ જિંદગીમાંથી ઘણુ બધુ શીખો છો. તે તમામ અનુભવો આપના વ્યક્તિત્વને ઝળકાવે છે. મારી અત્યાર સુધીની સફર સુંદર રહી.

પરિવર્તનો પ્રત્યે ચિંતા છે?
પ્રશ્ન - શું આપ બૉલીવુડ છોડ્યા બાદ તેમાં આવેલ પરિવર્તનો અંગે આશંકિત કે ચિંતિત છો?

હું સમ્પૂર્ણપણે તૈયાર
સંગીતા - કોઈ ચિંતા નથી. હવે જ્યારે હું ઓનિરને હા કહી ચુકી છું, ત્યારે ફરીથી ફિલ્મોમાં આવવા માટે સમ્પૂર્ણપણે તૈયાર છું.

સલમાનના પરિવાર સાથે સમ્પર્ક?
પ્રશ્ન - શું આપ બૉલીવુડ ખાસ તો સલમાન ખાનના પરિવારના સમ્પર્કમાં રહ્યાં છો?

સિને જગતથી દૂર
સંગીતા - નહીં, જરાય નહીં. હું બૉલીવુડમાં કોઈના પણ સમ્પર્કમાં નથી. મેં પોતાની જાતને સિને જગતથી સમ્પૂર્ણપણે કાપી નાંખી છે.

આ નવી શરુઆત?
પ્રશ્ન - તો આ આપના માટે નવી શરુઆત છે?

ન્યુકમર જેવો અનુભવ
સંગીતા - હા, હું એક નવોદિત અભિનેત્રી જેવો અનુભવી રહી છું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
