સેંડી વાવાઝોડાથી બૉલીવુડ પણ ચિંતિત અને ભયભીત
મુંબઈ, 30 ઑક્ટોબર : અમેરિકામાં આવે ભયંકર વાવાઝોડા સેંડીથી જ્યાં એક બાજુ અમેરિકાના લોકો ભયભીત છે, તો બીજી બાજુ આપણાં બૉલીવુડની સેલિબ્રિટીઝ પણ આ તોફાનથી ભયના ઓથાર હેઠળ આવી ગયાં છે. બૉલીવુડની હસ્તીઓ મોટાભાગે શુટિંગ કે પછી હરવા-ફરવા માટે અમેરિકા જતી હોય છે. એવામાં અમેરિકા ખાતે આવેલ આ મુશ્કેલીના વખતે બૉલીવુડના સૌ નાના-મોટા એક્ટર્સ વાવાઝોડાનું સંકટ વહેલામાં વહેલી તકે ટળી જાય, તેવી દુઆ કરી રહ્યાં છે. સાથે જ અમેરિકામાં તમામની સલામતી માટે પણ કામના કરી રહ્યાં છે.
અમિતાભ બચ્ચનથી લઈ નેહા ધુપિયા, પ્રિયંકા ચોપરા વગેરે તમામ ચિંતિત છે. બધાએ ટ્વિટર, ફેસબુક જેવા માધ્યમો દ્વારા પોત-પોતાની રીતે આ ચિંતા વ્યક્ત કરી છે.
આવો તસવીરો વડે બતાવીએ બૉલીવુડ હસ્તીઓ દ્વારા વ્યક્ત કરાયેલી ચિંતા :

અમિતાભ બચ્ચન
બૉલીવુડના સુપર સ્ટાર બિગ બી એટલે કે અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગ અને ટ્વિટર દ્વારા સેંડી અંગેની ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે હરીકેન સેંડી હજુય મોટી ચિંતાનો વિષય છે. સેટેલાઇટ તસવીરો ભયાનક છે. લોકો પોતાનું ધ્યાન રાખે.

બિપાશા બાસુ
બિપાશા બાસુએ લખ્યું - ક્યારેક-ક્યારેક માતાનો સ્વભાવ પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. હરીકેન સેંડી એક બહુ મોટી મુશ્કેલી છે. હું દુઆ કરી રહી છું.

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા બુધવારે ન્યૂયૉર્ક જવાની હતી. તેણે લખ્યું - મારે કાલે ન્યૂયૉર્ક જવું છે. સેંડીએ જવું જોઇએ. આશા કરુ છું કે ત્યાં બધુ ઠીકટાક હોય. પોતાનું ધ્યાન રાખો.

મધુર ભંડારકર
ફિલ્મ દિગ્દર્શક મધુર ભંડારકરે લખ્યું - હરીકેન સેંડી અંે સાંભળી મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે. હું દુઆ કરુ છું કે અમેરિકામાં રહેતાં લોકો સલામત રહે.

નેહા ધુપિયા
નેહા ધુપિયાએ લખ્યું - સેંડી ખૂબ જ ખતરનાક લાગે છે. શું ઇસ્ટ કોસ્ટે રહેતાં લોકો સલામત છે? ઘરમાં જ રહેજો, પોતાનું ધ્યાન રાખજો.

સેંડીનું ભયાનક સ્વરૂપ
આ વાવાઝોડા બાદ અમેરિકામાં અફરા-તફરી મચી ગઈ છે. ભારતમાં પણ નીલામ નામનું વાવાઝોડું આવવાની આશંકા સેવાઈ રહી છે. હાલ આપણે આશા કરીએ કે અમેરિકામાં આવેલ આ વાવાઝોડાથી કોઈ પણ જાતનો મોટો નુકસાન ન થાય.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
