નાગા ચૈતન્યથી ડિવૉર્સ લેવા માટે 200 કરોડની ઑફર લેવાનો સામન્થા પ્રભુનો ઈનકાર, સામે આવ્યુ મોટુ કારણ
નાગા ચૈતન્યથી ડિવૉર્સ લેવા માટે 200 કરોડની ઑફર લેવાનો સામન્થા પ્રભુએ ઈનકાર કર્યો છે. જાણો કારણ.
તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલ નાગા ચૈતન્ય અને સામન્થા એક્કિનેનીએ પોતાના લગ્નને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. આને લઈને સામન્થા પ્રભુએ એક મોટુ નિવેદન જાહેર કરીને જણાવ્યુ છે કે તેના અને નાગા ચૈતન્યના રસ્તા હવે અલગ છે પરંતુ હવે એ રિપોર્ટ સામે આવી રહ્યો છે કે સામન્થા પ્રભુએ 200 કરોડની એલિમની લેવાનો ઈનકાર કરી દીધો છે. થોડા દિવસ પહેલા સામન્થા પ્રભુએ પતિ નાગા ચૈતન્યથી અલગ થવાની ઘોષણા કરી તો સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લખ્યુ કે મે અને નાગા ચૈતન્યએ ઘણુ વિચાર્યા બાદ અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમારી દોસ્તી રહેશે પરંતુ અમે અમારા અલગ રસ્તે જઈશુ.

200 કરોડની એલિમની લેવાનો ઈનકાર
તમને જણાવી દઈએ કે જ્યારે પણ કોઈ મોટા સ્ટાર કપલના ડિવૉર્સ થાય છે ત્યારે એલિમનીમાં લાખો અને કરોડોની વાત સામે આવે છે. આ ઘણી ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે કે સામન્થાએ ખુદને મળનારી 200 કરોડની એલિમની લેવાનો ઈનકાર કરી દીધો છે.

સામન્થા પ્રભુને 200 કરોડ રૂપિયાનુ સેટલમેન્ટ
રિપોર્ટ અનુસાર સામન્થાના ડિવૉર્સ બાદ 50 કરોડ રૂપિયા એલિમની તરીકે મળશે. સાથે જ સામન્થા પ્રભુને 200 કરોડ રૂપિયા સેટલમેન્ટ તરીકે આપવાના હતા. સામન્થા પ્રભુ આના માટે રાજી થઈ નથી. સામન્થા પ્રભુએ 200 કરોડની એલિમની લેવાનો ઈનકાર કરી દીધો છે. જણાવવામાં આવી રહ્યુ છે કે નાગા ચૈતન્ય સાથે પોતાના લગ્ન અને સંબંધ ખતમ થવાથી સામન્થા ખૂબ દુઃખી છે.

સામન્થાનુ દિલ તૂટ્યુ, તેને નથી જોઈતા પૈસા
જણાવવામાં આવી રહ્યુ છે કે સામન્થાનુ દિલ તૂટી ગયુ છે. તે પોતાના સંબંધમાં પૈસા લાવવા નથી માંગતી. તે નાગા ચૈતન્ય સાથે માત્ર દોસ્તી ઈચ્છે છે. આના કારણે તેણે 200 કરોડની એલિમની લેવા નથી માંગતી. ઉલ્લેખનીય છે કે સામન્થા પ્રભુ અને નાગા ચૈતન્યનો સંબંધ ચાર વર્ષ રહ્યો છે.

પહેલા પ્રેમ પછી લગ્ન અને હવે ડિવૉર્સ
વર્ષ 2010માં બંને એકબીજા સાથે સંબંધમાં આવ્યા. પછી વર્ષ 2017માં સામન્થા પ્રભુ અને નાગા ચૈતન્યએ લગ્ન કરી લીધા. નાગા ચૈતન્યનો સંબંધ તૂટવા પહ સામન્થા ઈમોશનલી વિખેરાઈ ગઈ છે. તે પોતાનુ બધુ ફોકસ હાલમાં માત્ર કામ પર લગાવી રહી છે. નાગા ચૈતન્ય પણ આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા સાથે પોતાનુ બૉલિવુડ ડેબ્યુ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
