આમિરના માર્ગે સલમાન, ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ઉતરશે
મુંબઈ, 16 એપ્રિલ : લાગે છે કે પોતાના મિત્રોની અસર સલમાન ખાન ઉપર ખૂબ વધારે પડે છે. એટલે જ તો તેમણે પોતાના મિત્ર આમિર ખાનની જેમ તેવી ફિલ્મો ઉપર પૈસા રોકવાનું વિચાર્યું છે કે જે લીકથી હટકે હોય છે. ખબર છે કે સલમાન ખાન પુનઃ એક વાર ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ઉતરી રહ્યાં છે. આ વખતે તેઓ એક કૅનેડિયન ફિલ્મનું નિર્માણ કરી રહ્યાં છે કે જેનું નામ છે ડૉ. કૅબી. આ ફિલ્મનું દિગ્દર્શન હૉલીવુડ દિગ્દર્શક જીન ફૅંકોઇસ પૉલિયટે કર્યુ હતું.

સલમાન ખાન આ સુંદર કૅનેડિયન ફિલ્મને બૉલીવુડ સ્ટાઇલમાં બનાવવાનાં છે. ફિલ્મ એક એવા બેરોજગાર ડૉક્ટરની વાર્તા છે કે જેની કોઈ કદર નથી કરતું. હજી સુધી એ નક્કી નથી કે સલમાનની આ ફિલ્મમાં કલાકારો કોણ-કોણ હશે.
નોંધનીય છે કે વર્ષ 2011માં ચિલ્લર પાર્ટી ફિલ્મનું નિર્માણ સલમાન ખાને કર્યુ હતું. આ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાઈ હતી. આમિર ખાન પણ પીપલી લાઇવ, ધોબી ઘાટ તથા લગાન જેવી ફિલ્મોના નિર્માતા રહી ચુક્યાં છે કેજે લીકથી હટકે હતી અને આ ફિલ્મોને અનેક લોકોએ વખાણી છે તથા પુરસ્કારો પણ મેળવ્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
