Pics : હૃતિક-સુઝાનના લગ્ન બચાવવાની કોશિશમાં છે અપરિણીત સલમાન!
મુંબઈ, 26 ફેબ્રુઆરી : સલમાન ખાન હંમેશા એક સારા અને વફાદાર મિત્ર તરીકે જાણીતા રહ્યાં છે. એક બહેતરીન માણસ હોવા ઉપરાંત બૉલીવુડમાં જો કોઈ નિકટનો અને વફાદાર મિત્ર બની શકે, તો તે સલમાન ખાન છે. જ્યારે પણ સલમાનના મિત્રો કોઈ મુશ્કેલીમાં હોય કે સલમાન સૌપ્રથમ તેમની મદદે પહોંચી જાય છે. આમિર ખાને પણ એક વખત મીડિયા સામે ખુલાસો કર્યો હતો કે રીના સાથે છુટાછેડા બાદ હું જ્યારે એકલવાયો અને આઘાતમાં હતો, ત્યારે સલમાને જ મદદ કરી હતી.
આમિર ખાન બાદ હવે હૃતિક રોશન તરફણ સલમાને પોતાની મૈત્રીનો હાથ આગળ કર્યો છે. સલમાન ખાન અને હૃતિક રોશન ભલે ક્યારેય ઑનસ્ક્રીન સાથે ન દેખાયાં હોય, પણ છતાં તેઓ ઑફસ્ક્રીન સારા મિત્રો રહ્યાં છે. તાજેતરમાં જ હૃતિક રોશન અને સુઝાન રોશને પોતાના છુટાછેડાનું નિવેદન મીડિયાને આપ્યું હતું, ત્યારે હૃતિકના ફૅ્ન્સ બહુ દુઃખી થયા હતાં. સૌ ઇચ્છતા હતાં કે સુઝાન-હૃતિકની જોડી જળવાઈ રહે, પણ બંનેએ નિર્ણય જ કરી લીધો હતો, તો તેને બદલવો પણ શક્ય નહોતો.
હવે જાણવા મળે છે કે સલમાન ખાન નથી ઇચ્છતાં કે હૃતિક-સુઝાન જુદા થાય. ચાલો તસવીરો સાથે જોઇએ કઈ રીતે?

જુદા થવાનો નિર્ણય
હૃતિક રોશન અને સુઝાન રોશને ડિસેમ્બર-2013ના અંતે જુદા પડવાનો નિર્ણય કર્યો. હૃતિકે એક નિવેદન બહાર પાડી આ અંગેની જાહેરાત પણ કરી હતી.

અર્જુનનો વિવાદ
હૃતિક-સુઝાન સંબંધો વણસવા પાછળ અર્જુન રામપાલને જવાબદાર ગણવામાં આવ્યા હતાં. કહે છે કે અર્જુન અને સુઝાનની નિકટતાઓના પગલે જ હૃતિકે સુઝાન સાથે છેડો ફાડ્યો હતો. સુઝાનના સ્ટોરના ઉદ્ઘાટનમાં પણ અર્જુન પોતાના પત્ની સાથે હાજર રહ્યા હતાં અને તેથી આવી ચર્ચાઓને વધુ બળ મળ્યુ હતું.

સલમાનના પ્રયત્નો
સલમાન ખાને હૃતિકનું છુટાછેડા અંગેનું નિવેદન આવ્યા બાદથી જ હૃતિક-સુઝાનને સમજાવવાના પ્રયત્નો ચાલુ રાખ્યાં છે.

હૃતિકને સમજાવ્યાં
સલમાન ખાને નવા વર્ષે પનવેલ ખાતે યોજાયેલ ન્યુ ઈયર પાર્ટીમાં પણ હૃતિકને પોતાના પરિણીતી જીવન બચાવી લેવાની યુક્તિઓ સમજાવી હતી.

સુઝાનના ઇવેંટમાં સલમાન
હૃતિક રોશનથી જુદા થયા બાદ સુઝાને સલમાનના બહેન અલવીરા સાથે મળી મુંબઈના બાંદ્રા ખાતે એક સ્ટોર ખોલ્યો કે જેના ઉદ્ઘાટન પ્રસંગે સલમાન ખાન નજરે પડ્યા હતાં. કહે છે કે અહીં પણ સલમાને સુઝાનને સમજાવવાના પ્રયત્નો કર્યા હતાં.

ફૅન્સની દુઆ
હૃતિક રોશનના ફૅન્સ સલમાનની મધ્યસ્થી અંગે ઉત્સાહિત છે અને દુઆ કરે છે કે સલમાન હૃતિક-સુઝાનનું લગ્ન જીવન બચાવવામાં સફળતા મેળવે.

આમિરની મદદ કરી
આમિર ખાને પણ એક વખત મીડિયા સામે ખુલાસો કર્યો હતો કે રીના સાથે છુટાછેડા બાદ હું જ્યારે એકલવાયો અને આઘાતમાં હતો, ત્યારે સલમાને જ મદદ કરી હતી.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
